વિમેન્સ પ્રિમીયર લીગમાં અમદાવાદની ટીમ ગુજરાત જાયન્ટ્સ તરીકે ઓળખાશે
ઘણા સમયથી જે વિમેન્સ પ્રિમીયર લીગની રાહ જોવાતી હતી, તેનો 5 ટીમની જાહેરાત સાથે અંત આવ્યો છે. અદાણી ગ્રૂપના સ્પોર્ટ્સ યુનિટ એવા અદાણી સ્પોર્ટ્સલાઈને તેમાંની એક ફ્રેન્ચાઈઝ ખરીદી છે. અમદાવાદ ખાતેની વિમેન્સ પ્રિમીયર લીગની ટીમ ગુજરાત જાયન્ટ્સ તરીકે ઓળખાશે.
અદાણી સ્પોર્ટ્સલાઈને બીસીસીઆઇ દ્વારા 25 જાન્યુઆરીએ આયોજીત હરાજીમાં ગુજરાત જાયન્ટ્સ ટીમ 1289 કરોડમાં ખરીદી હતી. મુંબઈ સ્થિત મોટા બિઝનેસ હાઉસ ઉપરાંત 7 જેટલી આઈપીએલ ટીમે વિમેન્સ પ્રિમીયર લીગની ટીમ ખરીદવા બોલી લગાવી હતી. અદાણી સ્પોર્ટ્સલાઈને હરાજીમાં સૌથી ઊંચી બોલી લગાવી હતી. હરાજીમાં અન્ય બોલીઓ મુંબઈ, બેંગલુરૂ, નવી દિલ્હી અને લખનઉ માટે લાગી હતી.
આ મુદ્દે અદાણી એન્ટરપ્રાઈઝના ડિરેક્ટર પ્રણવ અદાણીએ કહ્યું કે, “ભારતીય મહિલા ટીમ સતત સારું પ્રદર્શન કરી રહી છે અને વિમેન્સ પ્રિમીયર લીગ એ મહિલાઓ માટે સ્પોર્ટ્સ થકી વધુ તકોનું નિર્માણ કરવા નોંધપાત્ર ડગલું છે. આ સાથે તેમણે કહ્યું કે, ક્રિકેટ એ ભારતનું અભિન્ન અંગ છે અને અદાણી સ્પોર્ટ્સલાઈન વિમેન્સ પ્રિમીયર લીગનું પ્રારંભિક સિઝનથી જ ભાગ બનવા ઉત્સુક હતું. હું ગુજરાત જાયન્ટ્સને આ નવી લીગમાં ટોપ પર જોવા માગીશ. આ સાથે અન્ય ટીમોને પણ શુભકામનાઓ પાઠવું છું.
આ સાથે વિમેન્સ પ્રિમીયર લીગની ટીમ ગુજરાત જાયન્ટ્સ એ અદાણી સ્પોર્ટ્સલાઈનની સફળ ટીમોનો ભાગ બની છે. જેમાં ડીપી વર્લ્ડ આઇએલટી-20 ની ગલ્ફ જાયન્ટ્સની સાથે પ્રો કબડ્ડી લીગની