વોરન બફેટને પાછળ છોડી અદાણી વિશ્ર્વના 5ાંચમાં સૌથી મોટા ધનકુબેર બન્યાં: 20 દિવસમાં 23 બિલિયન ડોલરની સંપત્તિમાં વધારો થયો
કહેવાય છે કે રાજાના કુંવર ની સંપતિ રાતના બમણી થઈ જતી હોય છે તે જ સ્થિતિ હાલ ગૌતમ અદાણી સાથે પણ જોવા મળી રહી છે. ગૌતમ અદાણી માટે દિવસ ઉગે અને તેની સંપત્તિમાં 10,000 કરોડનો વધારો નોંધાયો છે. એટલું જ નહીં છેલ્લા 20 દિવસમાં અદાણીની સંપત્તિમાં 23 બિલિયન ડોલરનો વધારો નોંધાયો હતો. ફોબ્ર્સની યાદીમાં એ વાત સામે આવી છે કે વોરન બફેટને પાછળ છોડી ગૌતમ અદાણી વિશ્વના પાંચમા સૌથી મોટા ધનકુબેર બન્યા છે. ચોથી એપ્રિલના રોજ અદાણી 100 બિલિયન ડોલર વેલ્થ ક્લબમાં સામેલ થયા હતા. એટલું જ નહીં ગૌતમ અદાણીએ એશિયાના ધનાઢ્ય મુકેશ અંબાણીને પણ પાછળ છોડ્યા છે.
ગૌતમ અદાણીની સંપત્તિમાં સતત ઉતરોતર વધારો થઇ રહ્યો છે ત્યારે, અદાણીએ બિલ ગેટ્સનું સ્થાન લેવું હોઈ તો તે માત્ર 8 અબજ ડોલર જ પાછળ છે. એટલું જ નહીં અદાણીની સંપત્તિમાં વધારો થતાં શેરોના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે જે શેરધારકો માટે ખૂબ સારા સમાચાર કહી શકાય. યથાવત રીતે જો આગામી દિવસોમાં ગૌતમ અદાણી ની સંપત્તિમાં પુત્ર સતત વધારો નોંધાય તો તેઓ માત્ર બે સપ્તાહમાં જ ચોથા સ્થાન ઉપર પહોંચી શકે છે. બીજી તરફ અદાણી ગ્રુપ નું માર્કેટ કેપીટલ 16.38 લાખ કરોડે પહોંચ્યું છે જે ખરા અર્થમાં માર્કેટ માટે એક સારા સમાચાર સાબિત થશે.
બીજી તરફ માર્કેટ કેપીટલ ની વાત કરવામાં આવે તો અદાણી ગ્રૂપ રિલાયન્સ કરતાં ઘણું ખરું પાછળ છે પરંતુ હાલ વિશ્વના અનેક વિકાસશીલ ક્ષેત્રોમાં અદાણી ગ્રુપ નું વર્ચસ્વ ખૂબ જ વધ્યું છે અને આગામી સમયમાં પણ આ યથાવત રહેશે તેવી શક્યતા આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.