કાર્ગો વોલ્યુમ અને બોજા પહેલાના નફામાં 11 ટકાની વિક્રમ સપાટીએ થયો વધારો
ભારતના પરિવહન ક્ષેત્રમાં સેવાઓ પૂરી પાડતી દેશની સૌથી મોટી અદાણી પોર્ટ્સ અને સસ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.(એ.પી.એસ.ઇ.ઝેડ)એ આજે નાણાકીય વર્ષ-2023ના પ્રથમ ત્રિમાસિક સમયના ઉત્સાહજનક પરિણામો જાહેર કર્યા હતા.
અદાણી પોર્ટ્સ અને સેઝનાઅસ્તિત્વના ઇતિહાસમાં વિત્ત વર્ષ-ર3ના પ્રથમ ત્રણ માસનો સમય સૌથી શક્તિશાળી બની રહ્યો છે. જેમાં વિક્રમરુપ કાર્ગોનું વોલ્યુમ અને સૌથી વધુ ત્રિમાસિક ઇબીઆઇટીડીએ તવારીખી ઘટના છે. કોવિડ પછીની માંગમાં થયેલા વધારાથી ગયા વર્ષના આ જ સમયગાળાની સરખામણીમાં જોરદાર કામગીરીમાં 11%ની આ ઉંચી ઉડાન છે, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સીઇઓ અને પૂર્ણકાલિન ડાયરેક્ટર કરણ અદાણીએ આ પરિણામો જાહેર કરતા હોંશભેર કહ્યું હતું. કંપનીએ જુલાઈમાં આ જોરદાર શક્તિ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું અને નાણાકીય વર્ષ 23 ના શરૂઆતના 99 દિવસોમાં 100 મિલીઅન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરી વિક્રમ સ્થાપ્યો છે.
બંદરો અને લોજિસ્ટિક્સ એ બંને વ્યવસાયો દ્વારા આ વિક્રમ હાંસલ કરવામાં આવ્યો છે. પોર્ટ બિઝનેસના કારણે વર્ષ થી વર્ષના વોલ્યુમમાં 8%ની વૃદ્ધિના અનુસંધાને ઇબીઆઇટીડીએ માં 18%નો ઉછાળો માર્યો છે. લોજિસ્ટિક્સ બિઝનેસમાં પણ તેજતરાર વૃદ્ધિ નોંધાવી છે. જેમાં વર્ષથી વર્ષ ઇબીઆઇટીડીએ 56% વધ્યો છે. સ્કેલની અર્થવ્યવસ્થા અને જીપીડબલ્યુઆઇએસ રેવન્યુ સ્ટ્રીમના વધેલા હિસ્સાને કારણે લોજિસ્ટિક્સ બિઝનેસનું ઇબીઆઇટીડીએનો માર્જિન 370 બીપીએસ સુધી વિસ્તર્યો છે.
આગામી મહિનાઓમાં કંપની બે નવા ટર્મિનલ શરૂ કરવા માટે સજ્જ છે,જેથી આ વિકાસ ગાથાને વધુ વેગ મેળવશે. ગંગાવરમ પોર્ટ ખાતેનું ક્ધટેનર ટર્મિનલ સપ્ટેમ્બરમાં કાર્યરત થઈ જશે, જ્યારે ધામરા ખાતેનું પાંચ મિલીઅન મેટ્રિક ટન ક્ષમતાનું એલએનજી ટર્મિનલ ડિસેમ્બરના અંત સુધીમાં તૈયાર થઈ જશે. આ એલ.એન.સી. ટર્મિનલ બે મોટા ઓ. એન્ડ. જી. સાથે ટેક-ઓર-પે કરાર ધરાવે છે. આ સમયગાળા દરમિયાન કાર્યરત થયેલી અસ્કયામતો દ્વારા લોજિસ્ટિક્સ બિઝનેસને પણ ગતિ મળશે. આમાં તલોજા ખાતે 0.15 મિલીઅન મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતું એક ખખકઙ, પાણીપત, કનોજ અને ધમોરા દરેકમાં એકની સંયુક્ત 0.15 મિલીઅન મેટ્રિક ટનની ક્ષમતા સાથેના ત્રણ એગ્રી-સાઇલો સ્ટોરેજ ટર્મિનલ, 0.6 મિલીઅન ચોરસ ફૂટની વેર હાઉસિંગ ક્ષમતા, જીપીડબલ્યુઆઇએસ માળખા હેઠળ બે નવી ટ્રેનો 125 ટ્રકોને પાટલી, નાગપુર અને કિશનગઢ મળી ત્રણ એમએમએલપી સુધી જોડાણની સવલત પૂરી પાડશે.
કરણ અદાણીએ ઉમેર્યું હતું કે, “સંકલિત ઉપયોગિતા મોડલ મારફત બંદરના દરવાજાને ગ્રાહકના આંગણા સાથે જોડવાની અમારી વ્યૂહરચના પરિણામ આપવાની શરૂઆત કરી રહી છે.” સમગ્ર વર્ષમાં અમને 350-360 મિલીઅન મેટ્રિક ટન કાર્ગોનું વોલ્યુમ હેન્ડલ કરવા અને રૂ.1ર,ર00-1ર,600 કરોડના ઇબીઆઇટીડીએ હાંસલ કરવાનો વિશ્વાસ છે. અમારા મુખ્ય હિતધારકોની સાથે મળીને ટકાઉ વૃદ્ધિ સુનિશ્ચિત કરવાની તેની ફિલસૂફી માટે અદાણી પોર્ટ પ્રતિબઘ્ધ છે.
અદાણી પોર્ટ્સઅને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. ને મુન્દ્રાની આસપાસના ગામડાઓમાંથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરવા અને તેના ટકાઉ નિકાલ માટેની પહેલ માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા પ્રશસ્તિ કરવામાં આવી હતી.‘એપેક્સ ઈન્ડિયા ગ્રીન લીફ એવોર્ડ ર0ર1’ ની એનર્જી એફિશિયન્સી કેટેગરી હેઠળ અદાણી એન્નોર ક્ધટેનર ટર્મિનલ પ્રાઈવેટ લિ. ને પ્લેટિનમ એવોર્ડ મળ્યો.અદાણી મોર્મુગાવ પોર્ટ ટર્મિનલ પ્રાઈવેટ લિમિટેડને ’એપેક્સ ઈન્ડિયા ફાઉન્ડેશન, દિલ્હી તરફથી એનર્જી એફિશિયન્સીની શ્રેણીમાં ગોલ્ડ એવોર્ડ મળ્યો.
ભારત સરકાર દ્વારા લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં અદાણી લોજિસ્ટિક્સને ડ્રાઇવિંગ ચેન્જ અને ઇનોવેશનમાં તેના યોગદાન બદલ ખાનગી ક્ષેત્રની કંપનીઓને પ્રથમવાર અપાયેલા લોજિસ્ટિક્સ એક્સેલન્સ એવોર્ડ્સ અંતર્ગત ’શ્રેષ્ઠ રેલ ફ્રેઇટ સર્વિસ પ્રોવાઇડર’ અને ’બેસ્ટ લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસ પ્રોવાઇડર’નો પુરસ્કાર આપવામાં આવ્યો છે.
અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન વિશે: વૈશ્વિક સ્તરે વૈવિધ્યકરણ ધરાવતા અદાણી ગ્રુપના એક અંગ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્નમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં એનરોન સહિત 1ર પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી 24 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.
આ પોર્ટ સાગરકાંઠાના વિસ્તારો અને હિન્ટરલેન્ડનો વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કંપની કેરાલામાં વિઝીન્ઝામઅને શ્રીલંકામાં કોલંબો ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. અમારા પોર્ટસ એન્ડ લોજીસ્ટીક પ્લેટફોર્મમાં ઈન્ટિગ્રેટેડ લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રિયલ ઈકોનોમિક ઝોન્સના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે, જે અમને લાભદાયી સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે. અમારૂં વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ 20215 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાના બેઝ સાથે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશ્યેટિવ (જઇઝશ) ઉપર હસ્તાક્ષર કર્યા છે અને તે મારફતે ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્ડસ્ટ્રિયલ લેવલના 1.5 સેન્ટીગ્રેડ સુધી રાખીને એમિશનમાં ઘટાડો કરવાની કટિબધ્ધતા દાખવી છે.