- ગંગાવરમ પોર્ટના સંપાદન માટે અદાણી પોર્ટ અને સેઝને એનસીએલટીની મંજૂરી
- હવે અદાણી પોર્ટ અને એસઇઝેડનો ગંગાવરમ પોર્ટમાં 100% હિસ્સો: શેર સ્વેપ વ્યવસ્થા મારફત આ હિસ્સો ખરીદાયો: પૂર્વ, દક્ષિણ અને મધ્ય ભારતમાં 8 રાજ્યોમાં ફેલાયેલા અંતરિયાળ વિસ્તાર માટેનું પ્રવેશદ્વાર છે
અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.એ ગંગાવરમ પોર્ટ લિ.માં બાકીના 58.1% હિસ્સો હસ્તગત કરવા માટે એન.સીએલ.ટી, અમદાવાદ અને એન.સી.એલ.ટી.ની મંજૂરીઓ મેળવી છે. આ હિસ્સાની ખરીદી સાથે ગંગાવરમ પોર્ટ લિ.હવે એદાણી પોર્ટ્સ અને એસઇઝેડની 100% પેટા કંપની બની છે.
આ પ્રસંગે એપીએસઇઝેડના સીઈઓ અને પૂર્ણ સમયના ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટી કંપની તરીકેના અમારા સ્થાનને મજબૂત કરવા અને પૂર્વ અને પશ્ચિમ કિનારાને સાંકળવામાં ગંગાવરમ પોર્ટ લિ.નું અધિગ્રહણ એ મુખ્ય સીમાચિહ્નરૂપ છે. આઠ રાજ્યોમાં ફેલાયેલ હિન્ટર લેન્ડના વેપારનું પ્રવેશ દ્વાર બનવા માટે ગંગાવરમ પોર્ટ ઉત્તમ રેલ અને રોડનું નેટવર્ક ધરાવે છે. તાજેરતમાં ઉમેરવામાં આવેલ એક ક્ધટેનર ટર્મિનલ અમારા કાર્ગો વોલ્યુમની વૃધ્ધિ માટે અમોને સક્ષમ બનાવશે.
કંપની વિશ્ર્વકક્ષાની લોજિસ્ટિક્સ સિનર્જી પણ લાવે છે, જે ગંગાવરમ પોર્ટને 250 મિલી.મેટ્રિક ટનના સંભવિત કાર્ગો વોલ્યુમમાં આગળ ધપાવશે. આંધ્રપ્રદેશના ઉત્તર ભાગમાં વિઝાગ બંદરની બાજુમાં આવેલ ગંગાવરમ બંદર આંધ્ર પ્રદેશ સરકાર સાથે ક્ધસેસન સમયગાળા હેઠળ સ્થપાયેલ 64 મિલી.મેટ્રિક ટનની ક્ષમતા સાથે આંધ્ર પ્રદેશનું ત્રીજું સૌથી મોટું નોન મેજર પોર્ટ છે. આ ક્ધસેસન સમયગાળો 2059 સુધી લંબાય છે. 200,000 ઉઠઝ સુધીના સંપૂર્ણ મહાકાય જહાજોને હેન્ડલ કરવા સક્ષમ બારમાસી બહુહેતુક બંદર છે. હાલમાં પોર્ટ 9 બર્થનું સંચાલન કરે છે અને 1,800 એકર ફ્રી હોલ્ડ જમીન ધરાવે છે. 31 જેટી સાથે વાૃષિક 250 મિલીઅન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવા માટેના માસ્ટર પ્લાનની ક્ષમતા સાથે ગંગાવરમ પોર્ટ લિ. પાસે ભાવિ વૃદ્ધિને ટેકો આપવા માટે પૂરતો અવકાશ છે.
ગંગાવરમ પોર્ટ કોલસો, આયર્ન ઓર, ખાતર, લાઈમસ્ટોન, બોક્સાઈટ, ખાંડ, એલ્યુમિના અને સ્ટીલ સહિત ડ્રાય અને બલ્ક કોમોડિટીનું સંચાલન કરે છે. પૂર્વ, દક્ષિણ અને મધ્ય ભારતમાં 8 રાજ્યોમાં ફેલાયેલા અંતરિયાળ વિસ્તાર માટે ગંગાવરમ પોર્ટ પ્રવેશદ્વાર છે.
એપીએસઇઝેડના સમગ્ર ભારતમાં પથરાયેલા લોજિસ્ટિક્સ નેટવર્ક, ગ્રાહકોન્મુખ ફિલસૂફી, ઓપરેશનલ કાર્યક્ષમતા અને મજબૂત બેલેન્સ શીટનો લાભ ગંગાવરમ પોર્ટને બજાર હિસ્સામાં ઉમેરો કરીને કાર્ગોના વધારાના પ્રકારો અને સુધારેલા માર્જિન તેમજ વળતરને ઉમેરીને ઉચ્ચ વૃદ્ધિના સંયોજનને પહોંચાડવા માટે થશે.
નાણાકીય વર્ષ 2022માં આ બંદર ઉપરથી 30 મિલિયન મેટ્રિક ટનના કાર્ગોનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાંથી રૂ.1,206 કરોડની આવક અને રૂ.796 કરોડની ઊઇઈંઝઉઅ થઈ હતી, જેના પરિણામે ઊઇઈંઝઉઅ માર્જિન 66% હતો. ગંગાવરમ પોર્ટ લિ. ઋણમુક્ત કંપની છે. જે માર્ચ 22 અંતિત રૂ.1,293 કરોડની રોકડ રકમ ધરાવે છે.
ગંગાવરમ પોર્ટ લિ.ના અધિગ્રહણની કિંમત આશરે રૂ.6,200 કરોડ (રૂ. 120/શેર ઽ 517 મિલિયન શેર) છે. અદાણી પોર્ટ એન્ડ એસઇઝેડએ નાણા વર્ષ-22 દરમિયાન વોરબર્ગ પિંન્સ પાસેથી કંપનીમાં 31.5% હિસ્સો અને આંધ્ર પ્રદેશ સરકાર પાસેથી અન્ય 10.4% હિસ્સો પહેલેથી જ હસ્તગત કર્યો હતો. ડીવીએસ રાજુ અને પરિવાર પાસેથી શેર સ્વેપ વ્યવસ્થા મારફત 58.1% હિસ્સો ખરીદાશે પરિણામે એપીએસઇઝેડના લગભગ 47.7 મિલીઅન શેર ગંગાવરમ પોર્ટના અગાઉના પ્રમોટર્સને જારી થશે.