ભારતના સૌથી મોટા પરિવહનમાં અદાણી પોર્ટ ગયા વર્ષનો પોતાનો જ રેકોર્ડ તોડયો
ભારતની સૌથી મોટી સંકલિત ટ્રાન્સપોર્ટ યુટીલીટી અને વૈવિધ્યસભર ઔદ્યોગિક પ્રકલ્પ અદાણી સમૂહનો એક ભાગ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. એ 23 ફેબ્રુઆરી 2023ના રોજ માત્ર 329 દિવસમાં 300 મિલીયન મેટ્રિક ટન કાર્ગોના પરિવહનનો આંક વટાવીને એક નવું સીમાચિહ્ન સ્થા5વા સાથે ગયા વર્ષના 354 દિવસના પોતાના જ.કાર્ગો પરિવહનના જ્વલંત સીમાસ્તંભને વટાવ્યો છે. બે દાયકા પહેલાં કાર્ગો 5રિવહન ક્ષે્ત્રમાં 5દાર્પણ કરનાર અઙજઊણએ આરંભથી જ ઉત્તરોત્તર અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવવા સાથે બજારમાં તેનો હિસ્સો ઝડપથી વધારી રહ્યું છે અને સમગ્ર ભારતીય કાર્ગો વોલ્યુમના ક્ષેત્રમાં અગ્રેસર ભૂમિકા જારી રાખી છે.
સીઈઓ અને પૂર્ણકાલીન ડાયરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે કાર્ગો વોલ્યુમમાં થયેલો સુધારો એ ગ્રાહકોનો અમારામાં મજબૂત વિશ્વાસનો પુરાવો છે અને તે ગ્રાહકોના સંતોષને બરકરાર રાખી અને તેને હાંસલ કરવા માટે સુધારેલ કાર્યક્ષમતામાં નિરંતર સુધારા અને તકનીકી સંકલનનો ઉપયોગ કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. ખાનગી ક્ષેત્રનું દેશનું અવ્વલ નંબરનું ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટ તેના નજીકના તમામ પ્રતિસ્પર્ધીઓને સરળ માર્જિનથી પાછળ છોડી રહ્યું છે અને વોલ્યુમની દ્રષ્ટિએ પરિવહન કરવામાં આવતા કાર્ગો માટે રાષ્ટ્રનું સૌથી મોટું બંદર બની રહ્યું છે. મુન્દ્રાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વના ધોરણોને પૂર્ણ કરવા સાથે તેના વૈશ્વિક સ્પર્ધકોની સમકક્ષ સેવા પૂૂરી પાડે છે, પરિણામે તે ક્ધટેનર માલ માટે ભારતનું પ્રવેશદ્વાર બન્યું છે.
બંદરો પર પરિવહન થતા કાર્ગોના જથ્થામાં વધારો એ દેશની અર્થવ્યવસ્થામાં તેજી આવી રહી હોવાનો સંકેત છે. ભારતમાં લગભગ 95% વેપારી જથ્થાનું પરિવહન દરિયાઈ માર્ગે થાય છે. તેથી, ભારતીય દરિયાકાંઠા માટે વિશ્વ કક્ષાનું મેગા પોર્ટ હોવું એ અનિવાર્ય જરુરિયાત છે. વિવિધ સરકારી સત્તાધિકાર સંસ્થાઓ સાથે થયેલા ક્ધસેશન એગ્રીમેન્ટ દ્વારા એ વ્યૂહાત્મક રીતે ભારતના દરિયા તટ ઉપર (અંતર્દેશીય ક્ધટેનર ડેપો) અને વેરહાઉસીસ સાથે વ્યૂહાત્મક રીતે બંદરોની હારમાળાનું નિર્માણ કર્યું છે જે સ્વ-માલિકીની રેક સાથે જટિલ રીતે વણેલી છે, જે અંતરિયાળ 70% થી વધુને આવરી લે છે. ક્ધટેનર લાઇન્સ સાથેની સંલગ્નતા અને સમયસર ડિલીવરી પૂરી પાડવાના સંકલ્પને કારણે ટર્મિનલ્સ પર વધુ નવી સેવાઓ ઉપલબ્ધ થઇ છે, જેથી વોલ્યુમમાં વધારો થયો છે. મુન્દ્રા પોર્ટે ચાલુ નાણાકીય વર્ષમાં 1,501 ખાતરની રેક મોકલી હતી જેમાં કુલ 4.8 મિલીયન મેટ્રીક ટન કાર્ગો મોકલવામાં આવ્યો હતો. બંદરના ઇતિહાસમાં અત્યાર સુધીનો આ સૌથી વધુ છે. પોર્ટના મિકેનાઇઝ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ પ્લાનિંગને કારણે આ શક્ય બન્યું હોવાથી જહાજોને બંદર પર વધુ રાહ જોવી પડતી નથી આ સગવડના કારણે ખાતર ઝડપથી દૂર કરી શકાય છે જેથી ખેડૂતો સુધી ખાતરોની અવિરત ડીલીવરી પહોંચે છે.
આ વર્ષે ભારતના વિક્રમી અનાજ ઉત્પાદન અને રશિયા-યુક્રેનના સંઘર્ષને કારણે કૃષિ નિકાસમાં વૃદ્ધિ જોવા મળી હતી જેણે કૃષિ નિકાસ માટેની તકો ખોલી હતી. મુંદ્રા પોર્ટે રેકોર્ડ RO-RO નિકાસ નોંધાવી છે જેમાં મોટાભાગે કંપનીના ગ્રાહક મારુતિ સુઝુકી ઈન્ડિયા લિ.ને કારણે 18% નો વધારો થયો છે. ભારતના કેમિકલ હબની નજીક હોવાને કારણે હજીરા રાસાયણિક જથ્થામાં સતત વૃદ્ધિનું સાક્ષી રહ્યું છે. આ વર્ષે તેમાં 16% વૃદ્ધિ જોવા મળી છે. MSC અને CMA-CGM જેવી વિશ્વની સૌથી મોટી શિપિંગ લાઇન્સ સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને કારણે ક્ધટેનર બિઝનેસમાં માર્કેટમાં નેતૃત્વ મજબૂત બન્યું છે. મુન્દ્રા પોર્ટે એકલાએ 3,508 કોમર્શિયલ જહાજોનું સંચાલન કર્યું છે, જે દેશના સૌથી મોટા ક્ધટેનર જહાજ APL Raffles અને સૌથી ઊંડા ડ્રાફ્ટ ક્ધટેનર જહાજ MSC વોશિંગ્ટનને હોસ્ટ કરે છે.
એક જ શિપમેન્ટમાં મોટી માત્રામાં શિપિંગ ખૂબ ખર્ચ-અસરકારક છે. ડીપ ડ્રાફ્ટ પોર્ટ્સ (કેપ-સક્ષમ) જાળવવા માટે અગમચેતી તેના ગ્રાહકોને મોટા જહાજ પાર્સલ લાવવા સક્ષમ બનાવે છે, જેનાથી તેમની એકંદર લોજિસ્ટિક્સ કિંમત ઓછી થાય છે. કૃષ્ણપટ્ટનમ બંદરે MV NS HAIRUN જેવા કેપસાઇઝ જહાજને હેન્ડલ કર્યું છે જે 165,100 એમ.ટી આયર્ન ઓર વહન કરે છે અને 17.75 મીટરના પ્રસ્થાન ડ્રાફ્ટ સાથે સમુદ્રના પાણીમાંથી પ્રસ્થાન કરે છે.જ્યારે દેશની વીજળીની માંગ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે હતી એ સમયે APSEZ એ ભારતમાં આવતા આયાતી કોલસાના જથ્થાના અચાનક વધારાનું સંચાલન કર્યું હતું. સ્થાનિક કોલસાની આરએસઆર (રેલ-સી-રેલ) હિલચાલના સરકારના વિઝનને અનુરૂપ, APSEZ એ તેના ગંગાવરમ પોર્ટ દ્વારા TANGEDCOને કોસ્ટલ કોલ નિકાસ સોલ્યુશન્સની ઓફર કરી છે. તેવી જ રીતે, તે તેના મોરમુગાવ ટર્મિનલ પર કોસ્ટલ કોલ હેન્ડલિંગની શરૂઆત કરીને NTPCના ખુદગીને કોસ્ટલ કોલસાની હિલચાલને સંભાળી હતી.
ઓસ્ટ્રેલિયન પોર્ટની મદદથી અદાણી દ્વારા 3200 કરોડનો રોકડ પ્રવાહ ઉભો કરવાના પ્રયાસ
માર્કેટ કેપમાં જબરદસ્ત ઘટાડા બાદ અદાણી ગ્રુપ હવે વિદેશમાંથી લોન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અદાણી ગ્રુપે 3200 કરોડ એકત્ર કરવા માટે ગ્લોબલ ક્રેડિટ ફંડ્સ સાથે ચર્ચા શરૂ કરી છે. અદાણી ગ્રૂપ આ દેવું મોટા કોલ પોર્ટની અસ્કયામતો પર વધારવા માંગે છે. વિવાદાસ્પદ કાર્માઇકલ ખાણમાંથી ઘન અશ્મિભૂત ઇંધણની ગ્રૂપની ઓસ્ટ્રેલિયન નિકાસમાં આ બંદરનો મોટો હિસ્સો છે. અદાણી ફેમિલી ટ્રસ્ટ દ્વારા નિયંત્રિત નોર્થ ક્વીન્સલેન્ડ એક્સપોર્ટ ટર્મિનલ હવે અદાણી ગ્રૂપ માટે ભંડોળ એકત્ર કરવામાં મદદ કરવા માટે વિચારવામાં આવી રહ્યું છે.
અદાણી જૂથના પ્રમોટરો ઓસ્ટ્રેલિયન પોર્ટની સંપત્તિમાં 100 ટકા હિસ્સો ધરાવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જૂથે ઘણા મોટા ઉચ્ચ ઉપજ ધરાવતા વૈશ્વિક ક્રેડિટ ફંડ્સ સાથે વાટાઘાટો શરૂ કરી છે. ઉપરાંત, જૂથે અત્યાર સુધીમાં સંભવિત ધિરાણકર્તાઓ પાસેથી બે સૂચક ટર્મ શીટ પ્રાપ્ત કરી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, જૂથ હાલ રોકડ પ્રવાહ પર ભંડોળ ઊભું કરવા માંગે છે. તેનો હેતુ અન્ય ચૂકવણીઓ માટે ભંડોળને અપસ્ટ્રીમ કરવાનો છે.
આ પહેલીવાર નથી કે જ્યારે જૂથે તેની સંપત્તિઓ પર ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ કર્યો હોય. કોર્પોરેટ ફાઇલિંગ દર્શાવે છે નોર્થ કવિન્સલેન્ડર એક્સપોર્ટ ટર્મિનલએ ગયા વર્ષે ડિસેમ્બરમાં પાકતી મુદતમાં 500 મિલિયન ડોલરની દેવું ચૂકવણી કરી હતી. અહેવાલો માને છે કે પુન:ધિરાણ વિકલ્પોના અભાવને કારણે પ્રમોટરો દ્વારા આંતરિક સ્ત્રોતો અને રોકડ ઇન્ફ્યુઝન દ્વારા આ ચૂકવણી કરવામાં આવી હતી.