‘ટેક ઓર પે’ કરાર દ્વારા 1050 કરોડના મૂલ્ય પોઈન્ટને લીધે શેર ધારકોને થશે લાભ
ભારતની સૌથી મોટી પરિવહન યુટિલિટી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. અદાણી પોર્ટ સેઝ એ ભારતની સૌથી મોટી વિકાસકાર અને લિકવીડ સ્ટોરેજની સુવિધાઓનું સંચાલન કરતી દેશની અવ્વલ ક્રમની ઇન્ડીઅન ઓઇલટેન્કિંગ લિમિટેડ માં ઓઈલ ટેન્કીંગ ઈન્ડિયા જીએનબીએચ ના 49.38% ઇક્વિટી હિસ્સો હસ્તગત કરવા માટે એક નિશ્ચિત કરાર કર્યો છે, આ કરારમાં ઇન્ડીઅન ઓઇલ ટેન્કીગ લિ.ની 71.57% હિસ્સેદારી ધરાવતી પેેટા કંપની કંપનીની ઉત્કલ એનર્જી સર્વિસિસ લિ.માં વધારાના 10% ઇક્વિટી હિસ્સાના સંપાદનનો પણ સમાવેશ થાય છે.
છેલ્લા 26 વર્ષોમાં ઈન્ડિયવન ઓઈળ ટેન્કીંગ લિ. એ ક્રૂડ અને ફિનિશ્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોના સંગ્રહ માટે કુલ 2.4 મિલિઅન કીલો લિટર ( પોતાની માલિકીની 0.5 મિલિઅન કીલો લિટરની ક્ષમતા અને બુટ આધારીત 1.9 મિલિઅન કીલો લિટરની ક્ષમતા) સાથે પાંચ રાજ્યોમાં છ ટર્મિનલનું નેટવર્ક સ્થાપ્યું છે. માલિકીની આ સુવિધાઓમાં મહારાષ્ટ્રમાં નવઘર ટર્મિનલ, છત્તીસગઢમાં રાયપુર ટર્મિનલ અને ગોવા ટર્મિનલનો સમાવેશ થાય છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. સાથેનું બુટ ટર્મિનલ પારાદીપ (ઓડિશા) ખાતે છે અને ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશન લિ.સાથે જેએનપીટી(મહારાષ્ટ્ર)અને દુમાડ (ગુજરાત) માટે ઓપરેશન્સ એન્ડ મેનેજમેન્ટના કરારબધ્ધ છે. કંપની નમક્કલ (તામિલનાડુ)માં 15 ટીપીડી ક્ષમતાનો બાયોગેસ પ્લાન્ટ પણ ધરાવે છે.
અદાણી પોર્ટ અને સેઝના મુખ્ય કારોબારી અધિકારી અને પૂૂર્ણસમયના ડાયરેકટર રણ અદાણીએ જણાવ્યું હતું કે આ સંપાદન સાથે અદાણી પોર્ટ સેઝની ની ઓઇલ સંગ્રહ ક્ષમતા 200% વધીને 3.6 મિલિઅન કીલોલિટર થતા અદાણી પોર્ટ ભારતની સૌથી મોટી થર્ડ પાર્ટી લિક્વીડ સ્ટોરેજ કંપની તરીકે પ્રસ્થાપિત થઇ છે. વૈશ્વિક સ્તરે સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટી બનવાની અમારી મહત્વાકાંક્ષા સાથે આ કરાર ઘનિષ્ઠ રીતે સંકળાયેલો છે, તેમણે કહયું કે આ હિસ્સાની ખરીદી ઉચી વાસ્તવિકતા અને માર્જિન ધરાવતા ઉત્પાદનો અને સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને મિશ્ર કાર્ગોના વૈવિધ્યીકરણ કરવાની અમારી વ્યૂહરચના સાથે પણ સંગીન રીતે બંધ બેસે છે. આ સોદો એક મુખ્ય હિસ્સેદાર અને ભારતના સૌથી મોટા રિફાઈનર અને ઓઈલ સ્ટોરેજ ટેન્કના ગ્રાહક એવી ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશન લિ. સાથે અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે,” એમ શ્રી કરણ અદાણીએ ઉમેર્યું હતું.
દેશમાં તેલ ઉત્પાદનોની વધતી માંગને જોતાં ઓઈઓટીએલ વૃદ્ધિની તેજ રફતારેે આગળ વધી રહી છે. કંપનીએ તાજેતરમાં પારાદીપ પોર્ટ પર 0.6 મિલિઅન કીલોલિટર ક્રૂડ સ્ટોરેજ ટેન્કના બાંધકામ, સંચાલન અને જાળવણી માટે નુમાલીગઢ રિફાઈનરી લિ. સાથે 25-વર્ષ માટેનો બુટ કરાર કર્યો હતો.ઉપરાંત કંપની હાલની સુવિધાઓ તેમજ નવા સ્થળો એમ બંને માટે વિવિધ અન્ય મોટા પ્રોજેક્ટ્સ પર પણ વાટાઘાટો/બિડિંગ કરી રહી છે.કંપની મોટાભાગની ટેન્ક કેપેેસિટી માટે પ્રતિષ્ઠીત જાહેર સાહસો પ્રતિષ્ઠિત અને મોટી તેલ કંપનીઓ સાથે કરારબદ્ધ છે. ’ટેક-ઓર-પે’ કરાર હેઠળ કંપનીની લગભગ 80% ક્ષમતા સાથે કંપનીનો ભાવિ રોકડ પ્રવાહ જોઇ શકાય છે. નાણાકીય વર્ષ-22માં ઈન્ડીયન ઓઈલ લિ. ની આવક અને ઈબીઆઈટીડીએ અનુક્રમે રૂ.526 કરોડ અને રૂ357 કરોડ હતી. રૂ. 1,050 કરોડના આ સંપાદનની કિંમત સમાન વર્ષના આંકડાઓ પર 8 ગણો ઈવી અથવા ઈબીઆઈટીડીએ ગુણાંક સૂચવે છે.
અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ અંગે:
વૈશ્વિક સ્તરે વિવિધિકરણ ધરાવતા અદાણી ગ્રુપના હિસ્સારૂપ, અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્નમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં એનરોન સહિત 12 પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી 24 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પોર્ટ સાગરકાંઠાના વિસ્તારો અને હિન્ટરલેન્ડનો વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કંપની કેરાલામાં વિઝીન્ઝામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. અમારા પોર્ટસ એન્ડ લોજીસ્ટીક પ્લેટફોર્મમાં ઈન્ટિગ્રેટેડ લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રિયલ ઈકોનોમિક ઝોન્સના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે, જે અમને લાભદાયી સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે. અમારૂં વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાના બેઝ સાથે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશ્યેટિવ ઉપર હસ્તાક્ષર કર્યા છે અને તે મારફતે ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્ડસ્ટ્રિયલ લેવલના 1.5 સેન્ટીગ્રેડ સુધી રાખીને એમિશનમાં ઘટાડો કરવાની કટિબધ્ધતા દાખવી છે.