• આર્થિક વૃદ્ધિ, નોકરીઓનું સર્જન, અને ડીકાર્બોનાઇઝેશનના લક્ષ્યો હાંસલ કરવા અદાણી મુન્દ્રા કલસ્ટર્સ પ્રતિબઘ્ધ

ગુજરાતની પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષમતાનો લાભ ઉઠાવતા અદાણી મુંદ્રા ક્લસ્ટર દક્ષિણ એશિયામાં અગ્રણી ગ્રીન હાઇડ્રોજન હબ બનવા માટે તૈયાર છે.અદાણી જૂથે ગ્રીન એનર્જીમાં અગ્રેસર બનવા માટે વૈશ્વિક ફોરમમાં પહેલ કરી કરી છે. ગ્રીન એનર્જીમાં ગ્લોબલ લીડર બનવાના ઉદ્દેશથી અદાણી મુંદ્રા ક્લસ્ટરની રચના કરવામાં આવી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ’ટ્રાન્સિશનિંગ ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર્સ’ પહેલમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ અને અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ સહિતની કંપનીઓ અદાણી મુંદ્રા ક્લસ્ટરની રચના કરવા જોડાઇ છે.

અદાણી મુંદ્રા ક્લસ્ટરપહેલ અંતર્ગત 2050 સુધીમાં આર્થિક વૃદ્ધિ, નોકરીઓનું સર્જન અને ડીકાર્બોનાઇઝેશનના લક્ષ્યોને આગળ વધારવા કંપનીઓ વચ્ચે પરસ્પરસહયોગને પ્રોત્સાહન આપવામાંઆવશે.1993 થીમુન્દ્રાનો પોર્ટ બિઝનેસ ભારતના સૌથી મોટા બંદર અને સમૃદ્ધ ઔદ્યોગિક ક્લસ્ટરમાં પરિવર્તિત થયો છે, જેમાં સોલાર મોડ્યુલ અને વિન્ડ ટર્બાઇન ઉત્પાદનથી લઈને પડકારજનક સિમેન્ટ ઉત્પાદન સુધીના વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

અદાણી મુન્દ્રા ક્લસ્ટરનું લક્ષ્ય ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનમાં ગ્લોબલ લીડર બનવાનું છે, જે 2030 સુધીમાં વાર્ષિક 1 મિલિયન મેટ્રિક ટનનું ઉત્પાદન માટે પ્રતિબંધ થયુ 2040 સુધીમાં તેનું ઉત્પાદન 3 મિલિયન મેટ્રિક ટન સુધી વિસ્તરશે.

અંબુજા સિમેન્ટ્સ અને એપીએસઇઝેડના ડાયરેક્ટર કરણ અદાણી માને છે કે અદાણી મુન્દ્રા ક્લસ્ટર એક સંકલિત ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન હબ બનવાની ઈચ્છા ધરાવે છે, જે ભારતીય અર્થવ્યવસ્થાના એવા ક્ષેત્રોના ડીકાર્બોનાઈઝેશનને આગળ વધારવામાં મદદ કરશે

2025 સુધીમાં એપીએસઇઝેડ તેના તમામ પોર્ટની કામગીરીને રિન્યુએબલ ઇલેક્ટ્રિસિટી પાવર આપવા પ્રતિબદ્ધ છે.તે રિન્યુએબલ એનર્જીમાં કામગીરીને બુસ્ટકરવા અને 2040 સુધીમાં નેટ-ઝીરોએમીશન હાંસલ કરવાના લક્ષ્ય રાખ્યું છે. એટલું જ નહીં, અદાણી સિમેન્ટ  વૈશ્વિક સ્તરે સૌથી ઓછી ઉત્સર્જન-તીવ્રતા ધરાવતા સિમેન્ટ યુનિટનું નિર્માણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.