ભારતના ઉઘોગપતિ ગૌતમ અદાણીની અદાણી ગ્રુપ ઔઘોગિક વિકાસની સાથે પર્યાવરણજતનની ખેવના રાખવામાં પણ મોખરે છે. 2030 સુધી એટલે કે સાત વર્ષના દશ કરોડ વૃક્ષો વાવી ઉછેરવાનો કંપનીએ લીધેલા સંકલ્પમાં અત્યાર સુધીમાં 3 કરોડ વૃક્ષો ઉછેરવાનો કંપનીનો અનુભવ ભારતને નંદનવન બનાવી દેશે

3 કરોડ વૃક્ષો વાવી ઉછેરવાનો અદાણી ગ્રુપનો અનુભવ ભારતને નંદનવન બનાવી દેશે

ભારતના સૌથી મોટા ઉદ્યોગ સમૂહે 2030 સુધીમાં એકસો મિલિઅન વૃક્ષોના ઉછેર કરવાની પ્રતિજ્ઞા જાહેર કરી છે. આ પ્રતિજ્ઞા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ” ટ્રી પ્લેટફોર્મ” t.org  ઉપર કરવામાં આવી છે. 2030 સુધીમાં 100 મિલિયન વૃક્ષો ઉગાડવાની અદાણી સમૂહની પ્રતિબદ્ધતા એ ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો t.org સંકલ્પ છે અને વિશ્વકક્ષાએ  સૌથી મહત્વાકાંક્ષી કોર્પોરેટ વચન છે

t.orgએ બહુવિધ-હિસ્સેદાર પ્લેટફોર્મ છે જે ઇકોસિસ્ટમના પુનર્સ્થાપન પરત્વે યુએન ડીકેડના 2030 સુધીમાં 1 ટ્રિલિયન વૃક્ષોના સંરક્ષણ, પુન:સ્થાપન અને ઉછેર માટેની વૈશ્વિક ચળવળને પોષી અને તેને સહયોગ કરે છે. આ પહેલ ખાસ કરીને કોર્પોરેટ ક્ષેત્રની આ ક્ષેત્રમાં સામેલગીરી માંગે છે.વાતાવરણમાંથી મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીને આબોહવા પરિવર્તનને મંદ કરવાનો આ  વિશાળ ટ્રિલિયન વૃક્ષ ચળવળનો ઉદ્દેશ્ય છે, જે આબોહવા, જૈવવિવિધતા અને જઉૠત તરફની ખૂબ જ જરૂરી પ્રગતિ માટે પ્રદાન આપે છે.

’ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ’એક ટ્રિલિયન વૃક્ષો વાવવાની t.orgની મહત્વાકાંક્ષાનો સંકલ્પ ફક્ત પ્રેરણાદાયી છે એટલું જ નહીં પણ તે માનવતાની સ્થિતિસ્થાપકતાનું પ્રતિબિંબ છે અને સમાન વિચારધારા ધરાવતા લોકોની સામૂહિક શક્તિથી ભગીરથ લક્ષ્યને હાંસલ કરવા માટે લડવા માટે સંકલ્પબદ્ધ છે” હરિયાળા વિશ્વના નિર્માણ માટે જમીનનું ધોવાણ ઘટાડવું જરૂરી છે અને ’આ સંદર્ભમાં, પેરિસ  ખાતે ભારતે વધારાના 2.5-3.0 અબજ ટન ઈઘ2ના કાર્બન સિંકના નિર્માણ કરી અગ્ર સ્થાન પ્રાપ્ત કરવા  જાહેર કરેલી પ્રતિબધ્ધતાના એક ભાગ તરીકે હું વચન આપું છું કે અદાણી સમૂહ 2030 સુધીમાં 100 મિલિયન વૃક્ષોનું વાવેતર કરશે”

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે 1િ.ંજ્ઞલિ અને નેચર-બેઝ્ડ સોલ્યુશન્સનાં ડાયરેક્ટર નિકોલ શ્વાબે જણાવ્યું હતું કે, 1 ટ્રિલિયન વૃક્ષોનું સંરક્ષણ, પુન:સ્થાપન અને ઉછેર કરવાનો વૈશ્વિક લક્ષ્ય મહત્વાકાંક્ષી છે પરંતુ પ્રાપ્ત કરી શકાય તેવું છે. અદાણી સમૂહ આબોહવા અને પ્રકૃતિની કટોકટીને હલ કરવાની આ મહત્વાકાંક્ષામાં મોખરે છે.  ઈન્ડિયા પ્લેટફોર્મ વિકસી રહ્યું છે, આ ચળવળમાં વધુને વધુ વ્યવસાયો, ઈકોપ્રેન્યોર, સમુદાય જૂથો અને યુવાનો જોડાઈ રહ્યા છે. જંગલો અને કૃષિ પર નિર્ભર છે એવા લાખો લોકોની આજીવિકાને જોખમમાં મૂકતા આબોહવા પરિવર્તનની અસરોને ઘટાડવા માટે સંરક્ષણ અને પુન:સંગ્રહ મહત્વપૂર્ણ છે.

વૃક્ષનું આરોપણ અને તેના ઉછેર એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવા માટેનો કુદરત આધારિત એક શ્રેષ્ઠ  ઉપાય છે અને સ્વસ્થ ગ્રહ અને તંદુરસ્ત લોકો માટે જરૂરી છે. એ નોંધનીય છે કે અદાણી ગ્રુપ પહેલાથી જ 29.52 મિલિયન વૃક્ષોનું વાવેતર કરી ચૂક્યું છે, જેનું જતન કરવા તે સંકલ્પબધ્ધ છે. ગ્રૂપના ઘણા વ્યવસાયો દરિયાકિનારા પર સ્થિત હોવાથી તેના સંખ્યાબંધ પ્રોજેક્ટ્સ મેન્ગ્રોવ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે કારણ કે  ગ્રૂપનું લક્ષ્ય ચાલુ દશકા સુધીમાં 37.10 મિલિયન મેન્ગ્રોવ વૃક્ષો ધરાવવાનું છે. જેમાં સંરક્ષણ તેમજ વનીકરણનો સમાવેશ થાય છે. મેન્ગ્રોવ્સ દરિયાકાંઠાનું રક્ષણ કરે છે, દરિયાઈ જૈવવિવિધતામાં ઉમેરો કરે છે, સ્થાનિક લોકોને આજીવિકા પૂરી પાડે છે, ખારા પાણીના પ્રવેશને અટકાવે છે, માછલીઓ અને અન્ય જળચર જીવો માટે સંવર્ધન સ્થળ પુુરુ પાડવા સહિત તેના ઘણા ફાયદાઓ છે.અદાણી ગ્રૂપનું લક્ષ્ય 2030 સુધીમાં 63.08 મિલિયન પાર્થિવ વૃક્ષોના  વાવેતરનું છે. આ વૃક્ષો વાયુ પ્રદૂષણ ઘટાડવા, વાતાવરણને આરામદાયી રાખવા તેમજ ભૂગર્ભજળના જથ્થાને રિચાર્જ કરવા અને જમીનનું ધોવાણ અટકાવવાના સંદર્ભમાં નોંધપાત્ર  ભૂમિકા ભજવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.