અદાણી ગ્રુપ અમદાવાદ, લખનઉ, જયપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમ સહિતના એરપોર્ટ્સનું સંચાલન કરશે
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા(AAI)એ દેશના 6 એરપોર્ટ્સના અપગ્રેડેશન અને સંચાલન માટે મૂકેલી બીડ્સ પૈકીની 5 બિડ્સ અદાણી ગ્રુપને મળી છે. અદાણી ગ્રુપે તમામ એરપોર્ટ્સ માટે બહાર પાડવામાં આવેલી બીડ્સમાં અરજી કરી હતી.અદાણી ગ્રુપે દેશના 5 એરપોર્ટ્સને 50 વર્ષ માટે અપગ્રેડ અને ઓપરેટ કરવાના રહેશે.
આ એરપોર્ટમાં અમદાવાદ, લખનઉ, જયપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમ એરપોર્ટ્સનો સમાવેશ થાય છે.છઠ્ઠુા એરપોર્ટ ગુવાહાટી માટે હજી સુધી બીડ ખુલી નથી. આ પ્રોજેક્ટ્સથી અદાણી ગ્રુપનો એવિએશનમાં પ્રવેશ થશે. ઉલ્લેખનીય છે કે ગ્રુપ એરપોર્ટ બિઝનેસમાં એન્ટ્રી માટે પ્રયત્ન કરી રહ્યું છે. અને આ માટે તેની વાતચીત ચાલી રહી છે. જો શકય બનશે તો તે GVK પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચરનો મુંબઈ એરપોર્ટનો હિસ્સો પણ ખરીદી લેશે. ગુવાહાટી એરપોર્ટના ખાનગીકરણ સામે ગૈહાટી હાઈકોર્ટે સ્ટે આપ્યો હોવાના પગલે ગુવાહાટી એરપોર્ટની બીડ હજી સુધી ખુલી નથી.