ગૌતમ અદાણી ગુજરાની સિમેન્ટ કંપની ખરીદી
થોડા દિવસો પહેલા જ અદાણી ગ્રુપ દુનિયાના ટોપ ૧૦ ધનિકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. અને હજુ પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે આ ગ્રુપ. અદાણી ગ્રુપ ગુજરાતની સિમેન્ટ કંપની ખરીદવાની તૈયારી દર્શાવી છે. ગુજરાતમાં આવેલી સંધી ઇન્ડસ્ટ્રીઝનો મોટો હિસ્સો ખરીદવાના સંકેત અદાણી ગ્રુપે આપ્યા હતા.
સાંધી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડનો ૫૬.૭૪ ટકા હિસ્સો અંબુજા સિમેન્ટ પાસે આવશે. સાંધી ઇન્ડસ્ટ્રીઝના ૨૬% ઇક્વિટી માટે ઓપેન ઓફર આવશે. એ ઓપન ઓફર ૧૧૪.૨૨ રૂપિયા પ્રતિ શેરના હિસાબે ખરીદી કરવામાં આવશે. આ વાતને કારણેસાંધી સિમેન્ટના શેરના ભાવ પણ અપલીફટ થયા છે. જેનું મૂલ્ય ૧૦૫.૪૦ રૂપિયાથી ટ્રેન્ડ થયી રહ્યું છે. સાંધી ઇન્ડસ્ટ્રીઝ સાથેના વ્યવહાર બાદ અંબુજા સિમેન્ટમાં વાર્ષિક ૭૩.૬ મેટ્રિક ટન સુધીની નફો મળી રહેશે.
આવતા બે વર્ષમાં અંબુજા સિમેન્ટ સાંધી ઇન્ડસ્ટ્રીઝની કેપેસીટી વધારીને ૧૫MTPAસુધી લઇ જવાના પ્લાન ઘડી રહી છે. સાંધી ઇન્ડસ્ટ્રીઝ પાસે ગુજરાતના કચ્છમાં સાધીપુર સ્થિત દેશનો સૌથી મોટો સિંગલ લોકેશન વાળું સિમેન્ટનું યુનિટ છે. હાલ આ યુનિટ ૨૭૦૦ એકરમાં બનાવેલું છે. ૧૩૦ મેગાવોટનો કૈપટીવ પ્લાન્ટ અને ૧૩ મેગાવોટની વેસ્ટ હીટ રીકવરી સીસ્ટમ પામ કાર્યરત છે.