અંબુજા સિમેન્ટ અને એસીસીનું હસ્તાતરણ સંપન્ન
અંબુજા સિમેન્ટ અને એસીસીનું આજ સુધીનું સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન 19 બિલીયન યુએસ ડોલર છે
અબતક, રાજકોટ
અદાણી પરિવારે એક સ્પેશ્યલ પરપઝ વેહીકલ એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિ. મારફત અંબુજા સિમેન્ટ્સ લિ.અને એસીસી લિ.નું સંપાદન સફળતાપૂર્વક સંપ્પન કર્યું છે. આ સંપાદનમાં હોલ્સિમના અંબુજા અને એસીસીમાં હિસ્સા સાથે આ બન્ને કંપનીઓમાં સેબીના નિયમનો અનુસાર ઓપન ઓફર સમાયેલી છે.
અંબુજા સિમેન્ટ્સ અને એસીસીમાં હોલ્સિમનો હિસ્સો અને ઓપન ઓફરને ગણતરીમાં લેતા તેનું મૂલ્ય યુએસ ડોલર 6.50 બિલીઅન આંકવામાં આવે છે જે અદાણી દ્વારા કરવામાં આવેલું આ સૌથી વિરાટ હસ્તાંતરણ બની રહેવા સાથે આંતરમાળખા અને સામગ્રીના મેનેજમેન્ટ એન્ડ એક્વિઝીશન ક્ષેત્રમાં પણ અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું સંપાદન છે. આ સોદા બાદ અદાણી અંબુજા સિમેન્ટમાં 63.15% હિસ્સો ધારણ કરશે અને એસીસીમાં 56.69 %(જે પૈકી 50.05% અંબુજા સિમેન્ટ મારફત ધરાવે છે)
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “ભારતમાં વૃદ્ધિ માટે સિમેન્ટને એક ઉત્તેજક વ્યવસાય બનાવે છે, જે 2050 બાદ અન્ય દરેક દેશોને વટાવી જશે.” સિમેન્ટએ ઊર્જા ખર્ચ, લોજિસ્ટિક્સ અને ડીસ્ટ્રીબ્યુશન ખર્ચ પર આધારિત અર્થશાસ્ત્ર અને ઉત્પાદનમાં પરિવર્તન લાવવા તેમજ નોંધપાત્ર સપ્લાય ચેઇનમાં કાર્યક્ષમતા હાંસલ કરવા સાથે ડિજિટલ પ્લેટફોર્મનો લાભ લેવાની ક્ષમતાનો ખેલ છે. આ પ્રત્યેક ક્ષમતાઓ અમારા માટે મુખ્ય વ્યવસાય છે અને તેથી અમારા સિમેન્ટ વ્યવસાય સાથે બંધ નહી બેસતી સંલગ્નતાઓનો એક જથ્થો પૂરો પાડે છે. 2030 સુધીમાં સિમેન્ટના સૌથી મોટા અને સૌથી કાર્યક્ષમ ઉત્પાદક બનવાના ટ્રેક પર આ તમામ પરિમાણો અમોને લાવી મૂકે છે. એમ તેમણે ઉમેર્યું હતું.
હાલમાં અંબુજા સિમેન્ટ્સ અને એસીસીની સંયુક્ત સ્થાપિત ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 67.5 મેટ્રિક ટન છે. ભારતની સૌથી મજબૂત બ્રાન્ડ્સ પૈકીની આ બંને કંપનીઓના ઉત્પાદન અને અંતરિયાળ ક્ષેત્રો સુધી પથરાયેલી માળખાકીય વિશાળ સપ્લાય ચેઈન છે, તેમના 14 સંકલિત એકમો, 16 ગ્રાઇન્ડીંગ યુનિટ્સ, 79 રેડી-મિક્સ કોંક્રિટ પ્લાન્ટ્સ અને સમગ્ર ભારતમાં ફેલાયેલા 78,000 ચેનલ ભાગીદારો દ્વારા તેનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.
વોરંટના પ્રેફરન્શિયલ એલોટમેન્ટ મારફત અંબુજા સિમેન્ટ્સના બોર્ડે અંબુજામાં રૂ.20,000 કરોડનું રોકાણ મંજૂર કર્યું છે. આ રોકાણ અંબુજાને બજારમાં વૃદ્ધિ મેળવવા માટે સજ્જ કરશે. અદાણી ગ્રૂપના વ્યવસાયના તર્કને અનુરૂપ આ પગલાઓ તમામ હિસ્સેદારો માટે મૂલ્ય સર્જનને નોંધપાત્ર રીતે ગતિ આપશે.
અંબુજા સિમેન્ટ્સ અને એસીસી બંનેની બોર્ડ કમિટીઓની અદાણી પોર્ટફોલિયોની ગવર્નન્સ ફિલોસોફીને અનુરૂપ પુન:રચના કરવામાં આવી છે. ઓડીટ કમિટી તેમજ નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટી હવે 100% સ્વતંત્ર ડાયરેકટર્સની બનાવવામાં આવી છે. વધુમાં કોર્પોરેટ રિસ્પોન્સિબીલિટી કમિટી અને જાહેર ગ્રાહક સમિતિ એમ બે નવી સમિતિઓની રચના કરવામાં આવી છે. આ બંનેમાં ઇએસજી પ્રતિબદ્ધતાઓ પર બોર્ડને ખાતરી આપવા અને ગ્રાહકોના સંતોષને મહત્તમ કરવા માટે 100% સ્વતંત્ર ડાયરેક્ટરર્સનો સમાવેશ થાય છે. ઉપરાંત 50% સ્વતંત્ર નિર્દેશકોનો સમાવેશ કરીને જોખમ વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે કોમોડિટી પ્રાઇસ કમિટીની રચના કરવામાં આવી છે.