બીન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા ભારત સજજ
સોલાર ઇન્ફ્રાસ્ટ્રકચર કચ્છ, રાજસ્થાનનાં જેસલમેર, બીકાનેર, જોધપુર તથા બાળમેરમાં સ્થાપિત કરે તેવી શકયતા
ભારત હાલ તમામ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે, જેના માટે ઇન્ફ્રાસ્ટ્રકચર, ઇનોવેશનને લઇ રોકાણ પણ કરી રહ્યું છે. આ તકે દેશને ઉર્જા ક્ષેત્ર વેગવંતુ બનાવવા માટે સરકાર દ્વારા અનેક વિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. બીજી તરફ દેશની સૌથી મોટી અદાણી કંપની પણ ઉર્જા ક્ષેત્રે ઝંપલાવી દેશને ઉર્જા ક્ષેત્રે અલગ ઉઘ્ધાઇ ઉપર પ્રસ્થાપિત કરવામાં કામગીરી હાથ ધરી છે.
અદાણી ગ્રીન ૪૪ હજાર કરોડ પિયાના રોકાણ સાથે દેશમાં ૮ હજાર મેગાવોટના ફોટોવોલટ્રેક પાવર પ્લાન્ટ અને ર હજાર મેગાવોટની સોલર પેનલ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. આ બીડુ ઝડપતા દેશ માટે ઉર્જા ક્ષેત્રે વિશાળ તકે ઉભી થઇ છે. ત્યારે આ યોજનાનો લાભ દેશ કઇ રીતે લઇ શકશે તે પણ એટલા જ અંશે જરૂરી છે અદાણી ગ્રીનની એઝપુરે પાવર દ્વારા ચાર હજાર મેગાવોટનો પી.વી. પ્રોજેકટ પણ બનાવશે.
સાથો સાથ એક હજાર મેગાવોટની સોલર કીટ પણ બનાવશે તેવું સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. સ્ટેટ રન રીનીવેબલ એનર્જી એજન્સીએ કંપનીને ડોમેસ્ટીક લીંકડ મેન્યુફેકચરીંગ પ્રોજેકટ બનાવવા માટેની મંજુરી આપી દીધેલ છે. જે માટે સરકારે ટેરીફ પ્રતિ યુનિટ ૨.૯૨ રૂપિયા નિર્ધારીત કરવામાં આવ્યુ હતું.
ડોમેસ્ટીક લીંકડ પ્રોજેકટ હેઠળ ટેરીફ સૌથી વધુ ૨.૯૩ રૂપિયા પ્રતિ યુનિટ રાખવામાં આવ્યા હતા. જયારે જનરલ પ્રોજેકટ માટે પ્રતિ યુનિટનો ભાવ ૨.૬૦ રૂપિયા નકકી કરાયો હતો.
બીજી તરફ ભારતની ડોમેસ્ટીક સેલ મેન્યુ ફેકચરીંગની ક્ષમતા ૩૩૦૦ મેગાવોટની છે, જેને વધારી ૮ હજાર મેગાવોટ કરવાનો નિર્ધાર કર્યો છે. અદાણી ગ્રીન સ્ટોકનો ભાવ રૂપિયા ૨૮૮.૩૫એ ખુલ્યો હતો. તથા એનેએસઇ ખાતે સ્ટોકનો ભાવ ૨૯૭.૭૫ ટકાએ રહેવા પામ્યો હતો. કંપની દ્વારા પ્લાન્ટ સ્થાપીત કરવામાં માટે માંગ મૂકવામાં આવી હતી, જેમાં રાજસ્થાન સરકારે કંપનીને જેસલમેર, વીકાનેર, જોધપુર, જાલોર અને બારમેર માં પ્લાન્ટ સ્થાપવાની મંજુરી મળેલ છે.
અદાણી ગ્રીન દ્વારા ગુજરાતના કચ્છમાં પ્લાન્ટ સ્થાપિત કરશે તેવી પણ શકયતા જોવા મળી રહી છે. હાલના તબકકે એ વાત સ્પષ્ટ છે કે અદાણી ગ્રીન દેશને ઉર્જા ક્ષેત્રે વેગવંત બનાવશે અને વિકાસ તરફથી હરણફાળમાં મદદરૂપ સાબીત થશે.