ભારતના પ્રથમ અને દુનિયાનો સૌથી મોટો હાઈપર પાવર પ્લાન્ટ સ્થાપવાનો શ્રેય અદાણી ગ્રીન એનર્જીને
ભારતને આર્થીક મહાસતા બનાવવા માટે વેપાર ઉદ્યોગ ખેતી સાથે ઉર્જા સ્વાવલંબન આવશ્યક છે ટેકનોલોજીના સાથે ઉર્જાક્ષેત્રે સ્વાવલંબી બનવા માટે હવે બીન પરંપરાગત ઉર્જા સ્ત્રોત અનીવાર્ય છે.ત્યારે અદાણી ગ્રીન એનર્જીને કામ અને દામ માટે ફળી રહી છે.
વિવિધ ઔદ્યોગિક વ્યવસાયો સાથે સંકળાયેલા અદાણી સમૂહના એક અંગ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) 30 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને અર્ધવાર્ષિક સમયગાળાના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી છે.
નાણાકીય વર્ષ-23ના પ્રથમ અર્ધ વાર્ષિક સમયગાળામાં 26.3%ની સીયુએફ ધરાવતા ઉચ્ચ-ગુણવત્તાવાળા એસબી એનર્જી પોર્ટફોલિયોના સંકલન સાથે સૌર ઈઞઋ અને ઊર્જાના વેચાણમાં સુધારો થયો છે. ગુજરાતમાં 150 મેગાવોટના પ્લાન્ટ માટેની ટ્રાન્સમિશન લાઇન (ફોર્સ મેજ્યુર)માં એક વખતના વિક્ષેપના કારણે મુખ્યત્વે સમગ્ર વિન્ડ પોર્ટફોલિયો સીયુએફ અને ઊર્જાના વેચાણમાં ઘટાડો થયો છે. આ સમયના બીજા ક્વાર્ટરમાં આ ઘટનાની અસર એકંદર કામગીરીની ક્ષમતાના અપેક્ષિત વાર્ષિક ઉત્પાદનના 0.4% થવાની ધારણા છે. 150 મેગાવોટના ઉપરોક્ત પ્લાન્ટને બાદ કરતાં વિન્ડ પોર્ટફોલિયો સીયુએફ સમાન અર્ધ વાર્ષિક સમયગાળામાં 41.0%ની મજબૂત સપાટી પર છે.
હાલમાં કાર્યરત કરવામાં આવેલા નવા 990 મેગાવોટના સૌર-પવન હાઇબ્રિડ પ્લાન્ટ્સમાં બાયફેસિયલ પીવી મોડ્યુલ્સ અને હોરીઝોન્ટલ સિંગલ-એક્સિસ ટ્રેકિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સૂર્યમાંથી વધુમાં વધુ ઉર્જા મેળવવાની સાથો સાથ ટેક્નોલોજીની રીતે અદ્યતન વિન્ડ ટર્બાઇન જનરેટર્સ ઉચ્ચ હાઇબ્રિડ સીયુએફ તરફ દોરી જાય છે. કાર્યરત કરવામાં આવેલા નવા પ્લાન્ટ્સનું સંચાલન અદાણી ગ્રૂપના બુદ્ધિગમ્ય ’એનર્જી નેટવર્ક ઓપરેશન સેન્ટર’ પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવે છે, જેણે તેની તકનીકી ક્ષમતા પુરવાર કરવા સાથે ભારતમાં વિવિધ સ્થળોએ તેના સમગ્ર રિન્યુએબલ પોર્ટફોલિયો માટે શ્રેષ્ઠ ઓપરેશનલ કામગીરી હાંસલ કરવામાં કંપનીને મદદ કરી છે.
1,315 મેગાવોટના ગ્રીનફિલ્ડ કમિશનિંગ અને એસબી એનર્જીના 1,700 મેગાવોટના ઓપરેટિંગ પોર્ટફોલિયોના સંકલનના કારણે આવકમાં નક્કર વૃદ્ધિ થઇ છે.
અદાણી ગ્રીન એનર્જી લિ.ના મેનેજિંગ ડાયરેકટર અને મુખ્ય કારોબારી અધિકારી શ્રી વિનીત એસ. જૈને પોતાની ટીમની પ્રસંશા કરી ગૌરવની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારી ટીમે અસરકારકતા અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોને સુનિશ્ચિત કરીને ભારતના પ્રથમ અને વિશ્વના સૌથી મોટા 990 મેગાવોટના સૌર-પવન હાઇબ્રિડ ક્લસ્ટર તેમજ મધ્યપ્રદેશના 325 મેગાવોટના સૌથી મોટા વિન્ડ પ્લાન્ટને ઝડપથી વિકસાવીને કાર્યરત કરીને આદર્શ સંઘ બળનો પૂરાવો આપ્યો છે. સૌથી સસ્તાં ગ્રીન ઈલેક્ટ્રોન પહોંચાડવા ઉપર અમેે લક્ષ્ય કેન્દ્રીત કરવા સાથે ઓછા ખર્ચે મહત્તમ વીજળી ઉત્પાદન કરવા માટે નવીનતમ અને સૌથી આધુનિક તકનીકોનો ઉપયોગ કરવાના અભિગમ સાથે આગળ વધી રહ્યા છીએ
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ:
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ભારત સ્થિત અદાણી ગ્રુપનો હિસ્સો છે અને તે કાર્યરત, નિર્માણ હેઠળના, એનાયત થયેલી અને હસ્તગત કરાયેલ એસેટસ સહિત 20.4 ૠઠનો ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ કાઉન્ટર પાર્ટીઝને સર્વિસ પૂરી પાડતો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ પોર્ટફોલિયો ધરાવે છે. કંપની યુટીલીટી સ્તરના ગ્રીડ કનેક્ટેડ સોલાર અને વિન્ડફાર્મ પ્રોજેક્ટસનો બિલ્ડ, ઑન, ઓપરેટ અને મેઈન્ટેનના ધોરણે વિકસાવે છે. ના મહત્વના ગ્રાહકોમાં સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડીયા , નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન અને વિવિધ રાજ્યોની વીજ વિતરણ કંપનીઓનો સમાવેશ થાય છે. વર્ષ 2018માં લીસ્ટ કરાયેલી હાલમાં 41 બિલિઅનનીની માર્કેટ કેપિટલ ધરાવે છે અને પર્યાવરણલક્ષી ના લક્ષ હાંસલ કરવામાં ભારતને સહાય કરે છે. અમેરિકા સ્થિત થિન્ક ટેંક મર્કોમ કેપિટલે તાજેતરમાં અદાણી ગ્રુપને 1 ગ્લોબલ સોલાર પાવર જનરેશન એસેટ ઓનર તરીકેની રેન્ક આપી છે.