નેચરલ ગેસના ભાવમાં થયેલા 40 ટકાના તોતીંગ વધારા બાદ હવે ગેસ કંપનીઓ દ્વારા ભાવ વધારાનો ડામ
મોંધવારી ના ભરડામાં ચોતરફથી ભીંસાયેલી જનતાને નવરાત્રિના તહેવારોના દિવસોમાં મોંધવારીનો ડામ આપવામાં આવ્યો છે. નેચરલ ગેસમાં થયેલા 40 ટકાના તોતીંગ ભાવ વધારાના કારણે આજે અદાણી ગેસ દ્વારા સીએનજીની કિંમતોમાં 3 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન આગામી દિવસોમાં ગુજરાત ગેસ સહિતની કંપનીઓ દ્વારા સીએનજી ઉપરાંત પી.એન.જી. ની કિંમતોમાં વધારો કરવામાં આવશે.
નેચરલ ગેસમાં 40 ટકાથી પણ વધુનો તોતીંગ ભાવ વધારો આવ્યો છે જેના કારણે ગેસ કંપનીઓ સી.એન.જી. અને પી.એન.જી. ના ભાવમાં વધારો કરવા માટે મજબુર બની છે આજે અદાણી ગેસ દ્વારા સી.એન.જી.ની કિંમતમાં પ્રતિકિલો 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અદાણી સી.એન.જી.ના જુના ભાવ 83.90 રૂપિયા હતા. જે આજથી 86.90 રૂપિયા થઇ ગયા છે. આગામી દિવસોમાં ગુજરાત ગેસ સહિતની કંપનીઓ દ્વારા સી.એન.જી. અને પી.એન.જી.ની કિંમતમાં વધારો કરવામાં આવશે.