પ્રતિ કિલો સીએનજીનો નવો ભાવ રૂ. 85.89 એ આંબ્યો
ઇંધણમાં ફરી ભાવ વધારાનો ડામ શરુ થયો છે. લાંબા સમયથી પેટ્રોલ- ડીઝલ અને સીએનજીના ભાવ સ્થીર હતા દરમિયાન આજે અદાણી ગેસ દ્વારા સીએનજીની કિંમતમાં પ્રતિ કિલો રૂ. 1.99 નો વધારો ઝીંકવામાં આવ્યો છે. વાહન ચાલકો પર ફરી ભાવ વધારાનો બોજ પડયો છે.
આગામી દિવસોમાં ગુજરાત ગેસ સહિતની કંપનીઓ દ્વારા સીએનજીની કિંમતમાં વધારો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. અદાણી ગેસ દ્વારા આજથી અમલમાં આવી જાય તે રીતે સીએનજીની કિંમતમાં પ્રતિ કિલો 1.99 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
અદાણીના સીએનજીનો જુનો ભાવ રૂ. 83.90 હતો જે આજથી 85.89 થઇ જવા પામ્યો છે. આગામી દિવસોમાં ગુજરાત ગેસ સહિતની કંપનીઓ દ્વારા પણ સીએનજીની કિંમતમાં વધારો કરવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.
બીજી તરફ ઓઇલ કંપનીઓ પણ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કરવા ઇચ્છી રહી છે. ચોતરફ મોંધવારીથી પીડાતી દેશની જનતાને આગામી દિવસોમાં ઇંધણના ભાવો દઝાડશે