કંપનીના વર્ષ 23ના બીજા ત્રિમાસિકના અંતે 202 ટકાના ઉછાળા સાથે આવક 41066 કરોડ થઈ
અદાણી સમૂહનો હિસ્સો એવી અદાણી એન્ટરપ્રાઇસ લિ.એ તા.30 સપ્ટેમ્બર, 2022ના પૂરા થયેલા અર્ધવાર્ષિક અને ક્વાર્ટર માટેના ઉત્સાહવર્ધક પરિણામોની જાહેરાત કરી છે જેમાં નાણા વર્ષ-23ના અર્ધવાર્ષિક સમય ગાળાની નાણાકીય (એકીકૃત) ઝલક વર્ષના આધારે, આઈ.આર.એમ. અને એરપોર્ટ બિઝનેસ દ્વારા થયેલી સંગીન કામગીરીને કારણે કુલ આવક 202% વધીને રૂ.79,508 કરોડ, આઈ.આર.એમ. અને એરપોર્ટ બિઝનેસ દ્વારા થયેલી સઘન કામગીરીને લીધે ઈબીઆઈડીટીએ 86% વધીને 4,100 કરોડ થયો એટ્રિબ્યુટેબલ પીએટી 92% વધીને રૂ.930 કરોડ અને નાણાકીય વર્ષ-23ના બીજા ક્વાર્ટર દરમિયાન નાણાકીય કામકાજ ની ઝલક (એકીકૃત) વર્ષ દરમિયાન આઈઆરએમ અને એરપોર્ટ બિઝનેસ દ્વારા સંગીન કામગીરીને કારણે કુલ આવક 183% વધીને રૂ.38,441 કરોડ થયો છે.
આઈઆરૈએમ અને એરપોર્ટ બિઝનેસ દ્વારા થયેલી સઘન કામગીરીને લીધે ઈબીઆઈડીટીએ 69% વધીને 2,136 કરોડ થયો “એટ્રિબ્યુટેબલ પીએટી 92% વધીને રૂ.930 કરોડ ” એટ્રિબ્યુટેબલ પીએટી 117% વધીને ઈબીઆઈડીટીએ અની જેમ રૂ.461 કરોડ થઈ છે.
અદાણી ઉદ્યોગ સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું.કે અદાણી કંપનીઓના પોર્ટફોલિયોની વિવિધ શક્તિઓ સાથે વ્યૂહાત્મક રીતે સંકલિત આકર્ષક વિચારો ઉપર નિર્માણ કરતી રહી હોવાના કારણે અદાણી એન્ટરપ્રાઇઝે ભારતના સૌથી સફળ નવા બિઝનેસ ઇન્ક્યુબેટર તરીકે તેની સ્થિતિને ફરીથી માન્ય કરી છે. અમે ભારતની વૃદ્ધિની ગાથામાં સતત ભરોસો રાખીને આગળ વધીએ છીએ અને વિશ્વ-સ્તરના માળખાના અદ્યતન અને કાર્યક્ષમ વિકાસ મારફત રાષ્ટ્ર-નિર્માણની અમારી મુખ્ય ફિલસૂફી માટે પ્રતિબદ્ધ રહેતા આવ્યા છીએ જે વધતા શેરધારકોને મૂલ્ય પ્રદાન કરે છે.
વિત્ત વર્ષ-23ના બીજા ક્વાર્ટરમાં વ્યવસાયોની તરીકે ઇનક્યુબેટીંગ વ્યવસાયોની અદ્યતન માહિતીમાં સૌ પ્રથમ અદાણી એરપોર્ટસ હોલ્ડીંગ્સ લિ.એ સમયગાળા દરમિયાન અદાણી એરપોર્ટસ ઉપરથી સંચાલનમાં 16.3 મિલિઅન પ્રવાસીઓની હેરફેરનું સંચાલન 126.9 એર ટ્રાફીક હેરફેર 2.0 લાખ મેટ્રિક ટન કાર્ગો, બીજી અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિ. સૂર્યપેટ ખમ્મામ ખાતેના બીજા એમએએમ રોડ પ્રોજેક્ટ માટે પ્રોવિઝનલ સીઓડી પ્રાપ્ત કર્યું. ભારતના સૌથી વિરાટ ગ્રીન ફિલ્ડ ગંગા એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે રુ.10238 કરોડનું ફાયનાન્સિયલ ક્લોઝર પ્રાપ્ત થયું. (1 બીઓટી પ્રોજેક્ટ સહીત) 7 પ્રોજેક્ટસ માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્રીજુ અદાણી કોન્નેક્સ પ્રા.લિ.માં 17 મેગાવોટની ક્ષમતા સાથે ચેન્નાઇ ખાતે એસીએકસનું પ્રથમ ડેટા સેન્ટર કાર્યાન્વિત કરવામાં આવ્યું. “નોઇડા ડેટા સેન્ટર-પ્રોજેક્ટની કામગીરી 22% પૂર્ણ થઇ છે.
કંપનીના બીજા સત્રમાં અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ સપલાય ચેઇન ઇકોસિસ્ટમ, જેમાં 2.0 ગીગાવોટના નવી સોલાર મોડ્યુલ લાઇન કાર્યાન્વિત કરાઇ અને ટોપકોન સેલ ટેકનોલોજી સાથે હાલની 1.5 ગીગાવોટ ક્ષમતાનો પ્લાન્ટ 2.0 ગીગાવોટ ક્ષમતાનો કરવામાં આવી રહ્યો છે.
મુંદ્રા ખાતે 5.2 મેગાવોટની ભારતની સૌથી મોટી વિન્ડ ટર્બાઇન પ્રોટોટાઇપની સ્થાપના; ટેસ્ટીંગ અને સર્ટીફિકેશનની કામગીરી ગતિમાં છે, 267 મેગાવોટના વોલ્યુમ સામે 206 મેગાવોટ વોલ્યુમ થયું.
અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ વિશે, ભારતના સૌથી મોટા અદાણી બિઝનેસ સમૂહમાં સામેલ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ એક ફ્લેગશીપ કંપની છે. વિતેલા વર્ષોમાં અદાણી એન્ટરપ્રાઈઝે ઉભરી રહેલા માળખાકીય સુવિધાઓના વ્યવસાય ઉપર લક્ષ આપવા સાથે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન નોંધાવીને તેનું અલગ અલગ લીસ્ટેડ કંપનીઓમાં રૂપાંતર કર્યું છે. અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસ જેવા સફળ પ્રકલ્પોમાં રૂપાંતર કરીને કંપનીએ તેના મજબૂત બિઝનેસ પોર્ટફોલિયો દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની દીશામાં નોંધપાત્ર પ્રમાણમાં કામ કર્યું છે. તેના વ્યૂહાત્મક મૂડીરોકાણો, એરપોર્ટ મેનેજમેન્ટ, રોડ, ડેટા સેન્ટર અને વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર આસપાસ કેન્દ્રિત થયા છે, જે મૂલ્યના બંધનોને ખોલવા માટેનો ઉલ્લેખનિય વ્યાપ ધરાવે છે. આનાથી અમારા શેરધારકોને 25 વર્ષમાં 38%ના સીએજીઆર પર મજબૂત વળતર પણ મળ્યું છે.
કંપની તેના વ્યૂહાત્મક વ્યાપારી રોકાણોની આગામી પેઢીને અનુરુપ ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ, એરપોર્ટ મેનેજમેન્ટ, રસ્તાઓ, ડેટા સેન્ટર અને કોપર અને પેટ્રોકેમ જેવા પ્રાથમિક ઉદ્યોગની આસપાસ કેન્દ્રિત છે, જેમાં મૂલ્યને ખિલવા અને ખોલવા માટે નોંધપાત્ર અવકાશ છે.