બિઝનેશ ન્યુઝ
ઊર્જા પ્રાપ્તિમાં રેકોર્ડ લક્ષ્યાંક હાંસલ કરતા ડિસ્કોમના વર્ષ 27 સુધીમાં ટાર્ગેટના 60% હિસ્સો અને વર્ષ 19ની બેઝલાઇન કરતાં વર્ષ 25 સુધીમાં વાંધાજનક ઉત્સર્જનની તીવ્રતામાં 40% ઘટાડો
વૈવિધ્યસભર વૈશ્વિક અદાણી પોર્ટફોલિયોના એક અંગ અને ભારતમાં ખાનગી ક્ષેત્રે પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનની સૌથી મોટી અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. એ પર્યાવરણ સંબંધી ઊજૠ અતર્ગત ધારાધોરણના અમલીકરણ માટે ટોચનું રેટિંગ ધરાવતી કંપનીઓમાં ટોચનું સ્થાન મેળવવાની દીશામાં હરણફાળ ભરી રહી છે. વધી રહેલા એનર્જી સોલ્યુશન્સ પોર્ટફોલિયો સાથે કંપનીએ વિવિધ થર્ડ-પાર્ટી કંપનીઓ દ્વારા કરવામાં આવેલી આકારણીમાં ચાલુ નાણાકીય વર્ષ ના જુલાઈ-સપ્ટેમ્બર સુધીના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ઊજૠ કામગીરીના રેટિંગ્સમાં નોંધપાત્ર સુધારો નોંઘાવ્યો છે.
અદાણી ટ્રાન્સમિશન લિ.માંથી તા.27 જુલાઈ, 2023ના રોજ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડના નામે નામકરણ કરાયું હતું. કંપનીના વ્યૂહાત્મક પગલાં અને પર્યાવરણીય, સામાજિક અને સુશાસન (ઊજૠ) સિદ્ધાંતો પ્રત્યેની પ્રતિબદ્ધતાને અનુરૂપ ગ્લોબલ રેટિંગ એજન્સી તરફથી કંપનીને 86% નો પ્રભાવશાળી સ્કોર મળ્યો છે. જે વૈશ્વિક સ્તરે મોખરાનું પ્રદર્શન છે.
સંશોધન અને ડેટામાં ગ્લોબલ લીડર અને વિશ્વના અગ્રણી સંસ્થાકીય રોકાણકારો અને કોર્પોરેશનોને સેવા આપતા સસ્ટેનાલિટીક્સે ને 31.5 નું ઊજૠ રિસ્ક રેટિંગ આપ્યું છે, જે વૈશ્વિક ઇલેક્ટ્રિક યુટિલિટી ઇન્ડસ્ટ્રીની સરેરાશ 32.1 (ઓછુ જોખમ) સૂચવે છે. આ સિદ્ધિ ને ઇલેક્ટ્રિક યુટિલિટી ઇન્ડસ્ટ્રીના પ્રતિષ્ઠિત ગ્લોબલ ટોપ 40માં સ્થાન આપે છે, આ પર્યાવરણીય સામાજિક જવાબદારી પ્રત્યે અદાણીએનજીની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
શેરબજાર સૂચકાંકો અને પોર્ટફોલિયો એનાલિટિક્સ સાધનોની અગ્રણી વૈશ્વિક પ્રદાતા મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ટરનેશનલ રોકાણકારો તેમજ તેના દ્વારા નાણાકીય બજારો અને રોકાણ પોર્ટફોલિયોના પ્રદર્શન ઉપર સતત નજર રાખી મૂલ્યાંકન કરે છે.વૈશ્વિક ઇન્ડેક્સ પ્રદાતા ફાયનાન્સિઅલ ટાઇમ્સ સિક્યોરીટી એક્સચેન્જ એ ઇન્ડેક્સ શ્રેણીના ઘટક તરીકે અદાણીએનજીની સ્થિતિની વધુ એક વખત પુષ્ટિ કરી છે. જે સાથે અદાણીએનજીનો સ્કોરમાં 3.3 થી 4 નો થયેલો નોંધપાત્ર સુધારો ને વૈશ્વિક ઇલેક્ટ્રિક યુટિલિટીઓથી ઉપર રાખે છે. વધુમાં ગવર્નન્સ સ્કોર 4/5 ના સામાજિક સ્કોર અને 3.3/5 ના પર્યાવરણીય સ્કોર સેક્ટર એવરેજ 2.7. સાથે નેટ 5/5 પર છે. જે વ્યવસાયની નૈતિક પ્રણાલિઓ પ્રત્યેની કંપનીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.
એસઈબીઆઈ દ્વારા નિર્ધારિત નવીનતમ બિઝનેસ રિસ્પોન્સિબિલિટી એન્ડ સસ્ટેનેબિલિટી રિપોર્ટિંગ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અદાણીએનજીની સક્રિયપણે તૈયારી કરી રહ્યું છે. અદાણીએનજીની યુએન એનર્જી કોમ્પેક્ટ ધ્યેયો હાંસલ કરવાના માર્ગ ઉપર છે. ઋઢ27 સુધીમાં બલ્ક એનર્જી પ્રોક્યોરમેન્ટમાં 60% રિન્યુએબલ એનર્જીની હિસ્સેદારીનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. ગ્રીન કોરિડોર દ્વારા રાષ્ટ્રીય ગ્રીડ સાથે જોડતા ટ્રાન્સમિશન કોરિડોર બનાવવામાં નોંધપાત્ર ફાળો રહ્યો છે. અઊજક ઓપરેશનલ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સનો પોર્ટફોલિયો ધરાવે છે અને દેશના અન્ય ભાગોમાં રિન્યુએબલ પાવરને બહાર લાવવાના અન્ય કેટલાક પ્રોજેક્ટ નિર્માણ હેઠળ છે.
આ સિદ્ધિઓ ઉપરાંત અદાણીને એ બાબતનું ગૌરવ છે કે કંપનીએ 1t.org પ્રતિબદ્ધતા હેઠળ 24.3 મિલિયન મેન્ગ્રોવ્સ અને 3.28 મિલિયન વૃક્ષોનું વાવેતર કર્યું છે. અદાણીના મેનેજિંગ ડિરેક્ટર અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે “અમને આ નોંધપાત્ર સિદ્ધિઓ પર ગર્વ છે અને અમે અમારા ઉદ્યોગમાં ટકાઉ પરિવર્તન લાવવા સાથે આ ઉમદા ઉદ્દેશ્યના એક મશાલચી બની વૈશ્વિક સંદર્ભમાં ટોચની 10 કંપનીઓમાં બની રહેવા અમે સમર્પિત છીએ,” .