• અદાણીવન, આઇસીઆઇસીઆઇ, વિઝાના સહયોગથી નવુ સોપાન

અદાણી વન અને આઇસીઆઇસીઆઇ બેંકે આજે વિઝા સાથે સહયોગમાં એરપોર્ટ સાથે જોડાયેલા લાભો સાથે ભારતના સૌ પ્રથમ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ બજારમાં પ્રસ્તુત કર્યા છે. અદાણી વન આઇસીઆઇસીઆઇ બેંક સિગ્નેચર ક્રેડિટ કાર્ડ અને અદાણી વન આઇસીઆઇસીઆઇ બેંક પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ એમ બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ આ કાર્ડ એક વ્યાપક અને નોંધપાત્ર રીવોર્ડ્સ પ્રોગ્રામ ઓફર કરે છે.

કાર્ડ ધારકોની જીવનશૈલીમાં ઉમેરો કરવા અને  એરપોર્ટ અને મુસાફરીના તેમના અનુભવમાં વૃધ્ધિ માટે રચાયેલ અને લાભો સાથે આ કાર્ડ રજૂ કરવામાં આવી રહ્યું છે. અદાણી વન એપ જેવી અદાણી ગ્રુપ ક્ધઝ્યુમર ઇકોસિસ્ટમમાં ખર્ચ ઉપર 7% સુધી અદાણી રિવોર્ડ પોઈન્ટ તે ઓફર કરે છે, આ કાર્ડ મારફત વ્યક્તિ ફ્લાઈટ્સ, હોટલ, ટ્રેન, બસ અને કેબ બુક કરી શકે છે; અદાણી દ્વારા સંચાલિત એરપોર્ટ; અદાણી સીએનજી પંપ; અદાણી ઈલેક્ટ્રીસીટી બીલ અને ટ્રેનમેન, ઓનલાઈન ટ્રેન બુકીંગ પ્લેટફોર્મ.જેવા રસપ્રદ રીવોર્ડસ તેના આકર્ષક પાસાઓને તેણે ખુલ્લા મૂક્યા છે.

કાર્ડ્સ મફત એર ટિકિટો અને પ્રિમીયમ લોન્જ એક્સેસ,પ્રણામ મીટ એન્ડ ગ્રીટ સેવા, પોર્ટર,વોલેટ અને પ્રિમીયર કાર પાર્કીંગ જેવા એરપોર્ટસ વિશેષાધિકાર સમેત સ્વાગત ફાયદાઓ સહિતના અનેક લાભો પણ આપે છે.કાર્ડ યુઝર્સને ડ્યુટી ફ્રી આઉટલેટ્સ અને એરપોર્ટ્સમાં એફ.એન્ડ.બી. પર ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ અને ફ્રી મુવી ટિકીટ અને ગ્રોસરી, ઉપયોગી ચીજ વસ્તુઓ અને આંતર રાષ્ટ્રીય ખર્ચ ઉપર રીવોર્ડ પોઇન્ટ્સ જેવા વિશેષાધિકારો પણ મળે છે.

શ્રેષ્ઠતા અને નવીનતા માટે તેની અજોડ પ્રતિષ્ઠાનો લાભ ઉઠાવનારી આ વ્યૂહાત્મક ભાગીદારી નાણાકીય ક્ષેત્રમાં અદાણી જૂથના પ્રથમ સાહસને ચિહ્નિત કરે છે. અદાણી વનનો હેતુ આઇસીઆઇસીઆઇ બેંક અને વિઝા સાથે સહયોગ સાધીને ક્ધઝ્યુમર ફાઇનાન્સના લેન્ડસ્કેપને પુન:વ્યાખ્યાયિત કરવાની દ્રષ્ટિ સાથે નવા ધોરણો સ્થાપિત કરવાનો છે.આ ભાગીદારીનો હેતુ ગ્રાહકોને વિશિષ્ટ વિશેષાધિકારોની દુનિયાને ખુલ્લી મૂકતી વખતે ઉન્નત અને સીમલેસ ચુકવણીના અનુભવનો અહેસાસ કરાવવાનો છે.આ સહયોગ દ્વારા અદાણી વન માનવ સમુદાયનું સશક્તિકરણ કરવા માટેની પ્રતિબદ્ધતા સાથે  તેઓને આજના ગતિશીલ અર્થતંત્રમાં વિકાસ માટે જરૂરી નાણાકીય સાધનો અને સંસાધનો સુધી પહોંચવાની ખાતરી આપે છે. આ કાર્ડની પ્રસ્તુતિ પ્રસંગે અદાણી ગ્રુપ અને આઇસીઆઇસીઆઇ બેંકને અભિનંદન આપતાં વિઝા ઈન્ડિયા અને સાઉથ એશિયાના ગ્રુપ ક્ધટ્રી મેનેજર  સંદીપ ઘોષે જણાવ્યું હતું કે  જીવન માટે ક્રેડિટ કાર્ડ્સ, વિઝાના વિશ્વસનીય નેટવર્ક અને વિશ્વવ્યાપી સ્વીકૃતિનો લાભ લેવા માટે વિઝામાં આ આકર્ષક કો-બ્રાન્ડેડ લાવવા માટે અદાણી ગ્રુપ અને આઇસીઆઇસીઆઇ બેંક સાથે ભાગીદારી કરીને અમે આનંદ અનુભવીએ છીએ.આ કાર્ડ્સ ગ્લોબટ્રોટિંગ કાર્ડધારકોને ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે મુસાફરી અને  શોપિંગ અનુભવ સાથે સશક્ત બનાવે છે, તેમની સગવડ અને મુસાફરીના અનુભવમાં વધારો કરે છે. અમે ભવિષ્યમાં આવી ઘણી વધુ ઑફર લાવવાનું ચાલુ રાખવા માટે આતુર છીએ.

અદાણી વન આઇસીઆઇ સીઆઇ બેંક સિગ્નેચર ક્રેડિટ કાર્ડમાં જોડાવાના રુ.9,000ના લાભો સાથે રુ.5,000 ની વાર્ષિક ફી અને અદાણી વન આઇસીઆઇસી આઇ બેન્ક પ્લેટિનમ ક્રેડિટ કાર્ડમાં જોડાવાના રુ.5,000ના લાભો સાથે વાર્ષિક રુ.750ની ફી છે.ગ્રાહકો આ કાર્ડ મેળવવા માટે ૂૂૂ.ફમફક્ષશજ્ઞક્ષય.ભજ્ઞળ ઉપર અરજી કરી શકે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.