રિન્યુએબલ એનર્જી દ્વારા સંચાલીત ડેટા સેન્ટર ડિજિટલ ક્રાંતીને વેગવાન બનાવશે
અબતક,રાજકોટ
અદાણી એન્ટરપ્રાઇઝિસ અને એડેજકનેક્ષના સંયુક્ત સાહસ અદાણીકનેક્ષ એ ચેન્નાઈના સીપકોર્ટ આઈટી પાર્કમા ચેન્નાઈ-1’ હાઇપરસ્કેલ ડેટા સેન્ટર કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે. પ્રથમ તબક્કામાંકેમ્પસ 17 મેગાવોટ (આઈટી લોડ) સુધીની33 મેગાવોટ (આઈટી લોડ) સુધીનું પૂર્ણ ક્ષમતા પર સ્કેલ કરાશે.
ચેન્નઈ 1 કેમ્પસ તમિલનાડુનું પ્રથમ પ્રી-સર્ટિફાઇડ પ્લેટિનમ રેટેડ ડેટા સેન્ટર છે. આ સુવિધા 100% રિન્યુએબલ એનર્જીથી પણ સંચાલિત થશે, જે એન્ટરપ્રાઇઝ અને હાઇપરસ્કેલ ગ્રાહકોને ટકાઉ ઊર્જા પસંદગીઓ ઓફર કરે છે. રાજ્યના સૌથી અદ્યતન કોલોકેશન કેમ્પસમાંના એક એવા ચેન્નઈ 1ને સાત સ્તરીય સુરક્ષા અને 99.999% ઉપલબ્ધતા પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા સાથે આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત ભૌતિક સુરક્ષા કવચ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે.ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા ડેટા સેન્ટર બજારોમાંનું એક છે. ભારતની વર્તમાન ડેટા સેન્ટરની ક્ષમતા લગભગ 600 મેગાવોટ છે અને 20241 સુધીમાં તે વધીને 1300 મેગાવોટ થવાની ધારણા છે.
વિશ્વસનીય આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા અદાણી કેનેક્ષ આગામી દાયકામાં 1 જીડબલ્યુથી વધુનું નિર્માણ કરવાના મિશન સાથે ગ્રીન ડેટા સેન્ટર પ્લેટફોર્મ સંયુક્ત સાહસમાં મૂડીરોકાણ કરી રહ્યું છે. અદાણી કેનેક્ષ મુંબઈ, નવી મુંબઈ, નોઈડા, પુણે, કોલકાતા, ભુવનેશ્વર, બેંગલુરુ, હૈદરાબાદ, વિઝાગ સહિત ભારતના તમામ મોટા શહેરોમાં હાઈપરસ્કેલ કેમ્પસ પણ બનાવી રહ્યું છે. અદાણી કેનેક્ષ ડટાયર 2 અને 3 માર્કેટમાં વિતરિત એજ ડેટા સેન્ટર્સ અને ફાર એજ સુવિધાઓ પણ વિકસાવી રહ્યું છે. એડેજકનેક્ષ અને તેની દાયકાઓનો અનુભવ ધરાવતી ટીમ વિશ્વની સૌથી મોટી અને સૌથી વધુ માંગ ધરાવતી ટેક અને ક્લાઉડ કંપનીઓ માટે ડેટા સેન્ટર્સ બનાવે છે. જ્યારે અદાણી કેનેક્ષ સમગ્ર ભારતમાં હાઇપરલોકલથી હાઇપરસ્કેલ ડેટા સેન્ટર પહોંચાડવાની તેની યોજના પર ઝડપથી અમલ કરી રહ્યું છે.
અદાણી કેનેક્ષ સંયુક્ત સાહસભારતમાં ડેટા સેન્ટર લેન્ડસ્કેપને પુન:વ્યાખ્યાયિત કરવાના વિઝન સાથે સ્થાપવામાં આવ્યું હતું. અદાણી કેનેક્ષ ભારતની સૌથી મોટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેયર અદાણી ગ્રુપ અને સૌથી મોટા ખાનગી ડેટા સેન્ટર ઓપરેટરોમાંના એક એડેજકનેક્ષની પૂરક ક્ષમતાનો લાભ લઈને પર્યાવરણીય અને સામાજિક રીતે સભાન 1ૠઠ ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ બનાવવાની નેમ ધરાવે છે. ઈનોવેટર્સની ભૂમિમાંડેટા સેન્ટર સોલ્યુશન્સને મહત્વાકાંક્ષી વેગ આપવાની જરૂર છે અને અદાણી કેનેક્ષ ડિજિટલ ઈન્ડિયાના આ વિઝનને આગળ વધારશે.