વિવિધ નવ નેશનલ હાઈવે પર ટોલટેકસ ઉઘરાવવાની મંજૂરી આપી રૂ.૪૯૯૫ કરોડની આવક રળવા સરકારની ધારણા
તાજેતરમાં સરકારે નેશનલ હાઈવે પર ટોલ ઓપરેટ ટ્રાન્સફર બાબતે કોન્ટ્રાકટ માટે બીડ મંગાવી હતી. જેમાં ગુજરાત સાથે કનેકટેડ બે સહિત દેશની કુલ ૩ કંપનીઓએ ભાગ લીધો હતો. અદાણીની એક તેમજ શહેનશાહ સાથે સંલગ્ન કયુબ હાઈવેસ દ્વારા આ બીડમાં રસ દાખવવામાં આવ્યો હતો. કોન્ટ્રાકટના માધ્યમી સરકારને રૂ.૪૯૯૫ કરોડની આવક થાય તેવી ધારણા છે.
અહીં નોંધનીય છે કે, હાઈવે મિનિસ્ટ્રીએ ટોલ ઓપરેટ ટ્રાન્સફર માટે સતત ૩જી વખત લિલામી કરી છે. પરંતુ ફરીથી દેશની જાણીતી કંપનીઓ આ લિલામીમાં રસ લઈ રહી નથી. ૨૭ જેટલી કંપનીઓ આ કોન્ટ્રાકટમાં અગાઉ રસ દાખવી ચૂકી હતી પરંતુ બીડમાં ભાગ લેવાનો સમય યો ત્યારે માત્ર ૩ કંપનીઓએ જ બીડમાં ભાગ લીધો હતો.
ટોલ ઓપરેટ ટ્રાન્સફરને વર્ષ ૨૦૧૬માં શરૂ કરવામાં આવ્યું હતું. આ મોડેલ હેઠળ રોકાણકારોએ માત્ર એક વખત લંપસંપ પેમેન્ટ કરવાનું રહે છે. ત્યારબાદ તેમને લાંબા સમય માટે ટોલટેક્ષ ઉઘરાવવાના અધિકારો મળે છે. ટોલ ઓપરેટ ટ્રાન્સફરની ત્રીજી લિલામીમાં દેશના વિવિધ ૯ હાઈવે ઉપર ટોલટેક્ષ ઉઘરાવવાના અધિકાર આપવામાં આવશે. આ નેશનલ હાઈવે ૫૬૬ કિલોમીટર લાંબા છે જે બિહાર, ઝારખંડ, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશમાંથી પસાર થાય છે.
ગત ઓગષ્ટ મહિનામાં એનએચએઆઈના તે સમયના ચેરમેન નાગેન્દ્રના સિન્હાએ ટોલ ઓપરેટ ટ્રાન્સફરની ૩જી લિલામીમાં ૨૭ જેટલી કંપનીઓએ રસ દાખવ્યો હોવાની વાત કહી હતી. પરંતુ સોમવારે લિલામી સમયે ૪ જેટલી કંપનીઓએ તો વધુ સમય માંગી દૂર રહેવાનો પ્રયત્ન કર્યો હતો. હવે આ લિલામીમાં કંપનીઓને વિવિધ નવ નેશનલ હાઈવે માટે ૩૦ વર્ષ જેટલો સમય ટોલ ટેક્ષ ઉઘરાવવાનો મળશે. નેશનલ હાઈવે ઓર્થોરીટી ઓફ ઈન્ડિયા ટોલ ઓપરેટ ટ્રાન્સફરના માધ્યમી જેમ બને તેમ વધુ નાણાકીય સોર્સ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ટોલ ઓપરેટ ટ્રાન્સફરના પ્રમ તબકકામાં સરકારને ૯ હજાર કરોડ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે ફેબ્રુઆરીમાં આ પધ્ધતિની બીજી લિલામીને રદ્દ કરવામાં આવી હતી.
ચાલુ નાણાકીય વર્ષમાં સરકારને વધુ ૧૦ હજાર કરોડની આવક અન્ય બે લિલામીના તબક્કાથી થાય તેવી ધારણા સેવવામાં આવી છે. જો કે, હાલ ત્રીજા તબક્કામાં અદાણી અને કયુબ હાઈવે તથા આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપરાંત લાર્સન એન્ટ ટર્બો સહિતની કંપનીઓએ રસ દાખવતા આ ધારણા મુજબ નાણાની આવક થાય તેવી શકયતા છે.