જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પણ ફિલ્ડમાં ઉતરીને મતદાન મથકોની સરપ્રાઈઝ વીઝીટ લીધી: ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમમાં કુલ ૨૯,૮૭૧ યુવા મતાદારોએ મતદારયાદીમાં નામ નોંધણી માટે ભર્યા ફોર્મ: ચૂંટણી શાખાને કુલ ૫૫,૫૬૬ ફોર્મ મળ્યા
રાજયનાં અધિક મુખ્ય નિર્વાચીન અધિકારી એસ.એમ.પટેલ ગઈકાલે રાજકોટની મુલાકાતે આવ્યા હતા,તેઓએ વિવિધ બુથમાં ચાલતી ખાસ ઝુંબેશનું નિરીક્ષણ પણ કર્યુ હતું.આ ઉપરાંત જિલ્લા કલેકટર રેમ્યા મોહને પણ ગઈકાલે મતદાન મથકો ઉપર ચાલતી ઝુંબેશની ઓચીતી મુલાકાત લીધી હતી,ચુંટણી પંચ દ્વારા હાલ મતદારયાદી ખાસ સંક્ષીપ્ત સુઘારણાનો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.જેમા ગઈકાલે રવીવારે ખાસ ઝુંબેશમાં મતદારયાદીને લગતા તમામ કામો નજીકના મતદાન મથકો ઉપર કરવામાં આવતા હતા, વધુમાં ગઈ કાલે રાજયના અધિક મુખ્ય નિર્વાચીન અધિકારી એસ.એમ.પટેલ રાજકોટની મુલાકાતે પહોચ્યા હતા,તેઓએ વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈને ખાસ ઝુંબેશની કામગીરીનું નિરીક્ષણ હાથ ધર્યુ હતું,આ વેળાએ તેમની સાથે નાયબ જિલ્લા ચુંટણી અધિકારી ધાધલ પણ હાજર રહ્યા હતા.વધુમાં ગઈ કાલે જિલ્લા કલેકટર રેમ્યા મોહન પણ મતદાન મથકોના ઓચીંતા ચેકીંગમાં નીકળ્યા હતા તેઓની સાથે પ્રાત અધિકારી ચરણસિંહ ગોહિલ પણ રહ્યા હતા,જો કે ગઈકાલની ખાસ ઝુંબેશ એકંદરે સફળ રહી હતી કોઈ પણ ફરિયાદ ચુંટણી શાખાને મળી ન હતી અંગે ઉલ્લેખનીય છે કે ગત ૧૬ ડિસેમ્બરથી શરૂ થયેલ મતદારયાદી ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમમાં ચુંટણી શાખાએ જિલ્લાભરમાંથી ૫૫,૫૬૬ ફોર્મ મેળવ્યા છે.જેમાં ૨૭,૮૭૧ ફોર્મ નં-૬, ૧૦,૩૪૨ ફોર્મનં-૮ અને ૫૧૯૬ ફોર્મ નં-૮(અ)નો સમાવેશ થાય છે.