છેલ્લા ઘણા સમય થી કોરિયા અને અમેરિકા વચ્ચે તંગદિલી વધી રહી છે. બંને દેશો એક બીજા પર પરમાણુ હુમલા સહિતની ધમકીઓ ઉચ્ચારી ચૂક્યા છે. જો હકીકતમાં પરમાણુ પ્રહાર થાય તો બંને દેશોની સ્થિતિ કથળી શકે છે. અમેરિકામાં આવા હુમલા સમયે મહત્વના લોકોને સુરક્ષિત રાખવા વ્યવસ્થા રાખવામા આવી છે. હાલ, પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રુમેનથી લઈને ટ્રમ્પ સહિતના તમામ અમેરિકી રાષ્ટ્રપતિ માટે આ બંકરમાં રહેવાની સુવિધા છે. ખરેખર પરમાણુ હુમલો થતાં જ તેમને એક સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવશે. આમાંથી એક બંકર વ્હાઇટ હાઉસની નીચે છે, જેને 1950માં બનાવવામાં આવ્યું હતું. વળી, બીજું બંકર વર્જિનિયાના બ્લુ રિજ માઉન્ટેનમાં માઉન્ટ વેદર નામની ટોચ પર બનેલું છે.
અમેરિકાની નેવીએ ‘પીનટ આઇલેન્ડ’ નામનું એક બંકર અમેરિકી રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડી માટે બનાવ્યું હતું. આ બંકર ફ્લોરિડામાં પામ બીચ હાઉસ નજીક આવેલું છે. જ્યાં કેનેડી ઘણી વખત જતા હતા. તેને ‘ડિટૅચમન્ટ હોટેલ’ પણ કહેવામાં આવે છે. જેને બનાનવા માટે 97 હજાર અમેરિકી ડૉલરનો ખર્ચ થયો હતો. તેને ‘ડિટૅચમન્ટ હોટેલ’ પણ કહેવામાં આવે છે. જેને બનાનવા માટે 97 હજાર અમેરિકી ડૉલરનો ખર્ચ થયો હતો. જો રાષ્ટ્રપતિ માટે બનાવેલા બંકરની વાત કરીએ તો તેમના માટે ત્રણ બંકર છે. જેમાં પીનટ આઇલેન્ડ, વ્હાઇટ હાઉસ અને માઉન્ટ વેદર સામેલ છે. આ બંકરમાં 30 લોકો રહી શકે તેટલી જગ્યા છે. 9/11ના હુમલા સમયે વ્હાઇટ હાઉસ બંકરમાં તહેનાત રહેનારા મરીન રૉબર્ટ ડાર્લિંગ અનુસાર અમેરિકાના અધિકારીઓએ રાષ્ટ્રપતિ સહિત ટોચના પદો પર રહેલા લોકો માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.