મુંબઇથી અભિનેત્રી રાજશ્રી મીના દ્વારા જિલ્લા કલેકટર, મુખ્યમંત્રીને કોરોના મહામારીને ઘ્યાનમાં રાખી કોરોના જાગૃતિ માટે શેરી નાટકની માંગણી કરી છે.
હાલમાં કોરોના મહામારીને ઘ્યાનમાં રાખી મુંબઇ સહિત ગુજરાતના કલાકારોની રોજગારી પણ ન મળતા કલાકારોના પરિવારોની સ્થિતિ પણ કથળી છે. જેને ઘ્યાનમાં રાખી મુંબઇ વસઇ સ્થિત ગુજરાતી રંગભૂમિની અભિનેત્રી રાજશ્રી મિના કોરોના મહામારીને ઘ્યાનમાં રાખી કોરોના જાગૃતિ માટે શેરી નાટક તૈયાર કરવામાં આવ્યું જેમાં કોરોના મહામારીથી બચવા શું કરવું એ બાબત સાથે આ શેરી નાટક ગીર સોમનાથ જિલ્લામાં સામાન્ય ખર્ચથી થઇ શકે છે.
અમદાવાદની પુષ્પાંજલી સંસ્થાના પ્રમુખ ગાઁધી, હિંમતભાઇ મિસ્ત્રી ઉષાબેન ભાટીયા સહીતના કલાકારો દ્વારા શેરી નાટક તૈયાર કરાશે. વેરાવળ ગીર સોમનાથ જિલ્લામાં રજુ કરવા માટે ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજય પ્રકાશ તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂ પાણી તેમજ આરોગ્ય અધિકારીને પત્ર પાઠવીને અભિનેત્રી રાજશ્રી મિના પ્રયત્નશીલ રહીને કલાકારોને પણ રોજગારી માટે રજુઆત કરી છે તેમ સોની યોગેશ પી. સતિકુંવરે જણાવ્યું હતુઁ.