જાનવર અને બ્રહ્મચારી જેવી જાણીતી ફિલ્મોમાં તેનો સુંદર અભિનય જોવા મળ્યો હતો: બાળ કલાકાર તરીકે ફિલ્મી દુનિયામાં પગલા પાડનાર અભિનેત્રી લગ્ન બાદ કાયમી વિદેશમાં વસવાટ કરી લીધો
જાણીતા ફિલ્મ નિર્માતા વી.શાંતરામની પુત્રીએ 1964માં ‘ગીત ગાયા પથ્થરોને’ ફિલ્મથી બોલીવુડ યાત્રા શરૂ કરી: 1961 થી 1973 સુધી તેની ફિલ્મી યાત્રામાં એ જમાનાના તમામ અભિનેતા સાથે શ્રેષ્ઠ ફિલ્મો કરી
જાણીતી અભિનેત્રી રાજશ્રીએ એક દશકામાં સુંદર હીટ ફિલ્મોમાં અભિનય કરીને મોટો ચાહક વર્ગ ઉભો કર્યો હતો. પિતા-માતા બોલીવુડ સાથે સંકળાયેલા હોવાથી અભિનેત્રી રાજશ્રીએ નાની વયથી જ બાળ કલાકાર તરીકે ફિલ્મ યાત્રા શરૂ કરી હતી. જાણીતા ફિલ્મ નિર્માતા વી.શાંતારામ અને તેના બીજી પત્ની જયશ્રીની તે પુત્રી હતી, તેનો ભાઇ કિરણ શાંતારામ મુંબઇના ભૂતપૂર્વ શેરીફ પણ હતા. છેલ્લા 31 વર્ષથી અમેરિકામાં સ્થાય થયેલ આ અભિનેત્રી પતિ સાથે કસ્ટમ ક્લોથનો વિશાળ વ્યવસાય સંભાળે છે.
વ્યવસાય સાથે જોડાયા બાદ પણ તેમણે ‘હેક-ઓ-લાન્ટર્ન’ મોનસુન જેવી ફિલ્મોનું સફળ દિગ્દર્શન કરેલ હતું. બાળકો માટે વિડિયો પર કાર્ટુન શ્રેણી પણ બનાવી હતી. 1954 થી 1964 સુધી સુબહ કા તારા, શહનાઇ અને જી ચાહતા હે જેવી વિવિધ ફિલ્મોમાં અભિનય કર્યા બાદ જીતેન્દ્ર સાથે ‘ગીત ગાયા પથ્થરોને’ જેવી સફળ ફિલ્મ કર્યા બાદ બોલીવુડમાં તે એક સફળ અભિનેત્રી પ્રસ્થાપીત થઇ હતી. લગભગ દર વર્ષે એક-બે સફળ ફિલ્મો કરનાર અભિનેત્રી રાજશ્રીએ 1973માં છેલ્લે ‘નયના’ ફિલ્મ કરી હતી. વી.શાંતારામે પુત્રીને લોન્ચ કરવા ગીત-ગાયા-પથ્થરોને ફિલ્મ નિર્માણ કરી હતી.
તેમની સફળ ફિલ્મોમાં દો-દિલ, જાનવર, સગાઇ, મોહબ્બત ઝિંદગી હૈ, દિલને પુકારા, ગુનાહો કા દેવતા, સુહાગરા, બ્રહ્મચારી જેવી સફળ ફિલ્મો હતી જેને આજે પણ જુના ફિલ્મોના ચાહકો યાદ કરે છે. સુંદર ચહેરો અને રૂપકડી અભિનેત્રી ‘અ રાઉન્ડ ધ વર્લ્ડ’ ફિલ્મ માટે અમેરિકામાં રાજકપૂર સાથે શૂટીંગ કરતી વખતે તે અમેરિકન વિદ્યાર્થી ગ્રેગ ચેપમેનને મળી, બન્નેએ ત્રણ વર્ષ બાદ પાંચ દિવસ ચાલેલા ભારતીય લગ્ન સમારોહમાં લગ્ન કર્યા હતાં. સંસાર યાત્રા શરૂના દિવસોમાં જ તે પતિ સાથે અમેરિકામાં કાયમી વસવાટ કરીને બોલીવુડની દુનિયાને છોડી દીધી હતી. રાજશ્રીને એક પુત્રી છે જે લોસ-એન્જલસમાં રહે છે. અભિનેત્રીની જોય મુખરજી સાથેની ફિલ્મ ‘મોહબ્બત ઝિંદગી હૈ’ ફિલ્મ બોલીવુડની પ્રથમ વિદેશમાં બનેલી પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મના ગીતો આજે પણ યુવા વર્ગ સાંભળી રહ્યા છે. શમ્મી કપૂર સાથેની તેમની બ્રહ્મચારી ફિલ્મ ખૂબ જ સફળ રહી હતીને ફિલ્મ ફેર એવોર્ડ પણ જીત્યો હતો.
રાજશ્રીએ જાણિતા અભિનેતા જીતેન્દ્ર, રાજકપૂર, બિશ્ર્વજીત, જોય મુર્ખજી, શમ્મીકપૂર જેવા દિગ્ગજ કલાકારો સાથે શ્રેષ્ઠ ફિલ્મો કરી જેમાં તેના અભિનયથી લાખો યુવા દિલોએ જમાનામાં તેના દિવાના થઇ ગયા હતાં. તેનો જન્મ 8 ઓક્ટોબર 1944માં થયો હતો, ને આજે 79 વર્ષે પણ અમેરિકામાં સતત વ્યસ્ત જીંદગી પરિવાર સાથે જીવી રહી છે. રાજશ્રીએ 1954માં ‘સુબહ કા તારા’ ફિલ્મમાં બાળ કલાકારનો રોલ કર્યો હતો.
1956ના પ્રારંભકાળથી 1979 સુધી સતત બોલીવુડમાં ફિલ્મ ક્ષેત્રે કાર્યરત અભિનેત્રી રાજશ્રીએ એન.ટી.રામારાવની સામે તેલુગુ ફિલ્મમાં રાજકુમારીની ભૂમિકા કરી હતી. વિવિધ ભાષાઓની ફિલ્મોમાં તમિલ ફિલ્મોમાં પણ ઘણી કોમેડી ફિલ્મોમાં સફળ અભિનય કર્યો હતો. તે 1962માં ‘ભર્યા’ નામની તેલુગુ ફિલ્મથી અભિનય કર્યો હતો જો કે મલયાલમ ફિલ્મોમાં તે ‘ગ્રેસી’ તરીકે જાણીતી હતી. તેણે 1956 થી 1979 સુધીમાં તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દી ભાષાઓમાં 200થી વધુ ફિલ્મોમાં અભિનય કરીને બોલીવુડમાં અમીટ છાપ છોડી હતી.
તેમનું પ્રારંભિક નામ કુસુમાકુમારી હતું ને હિન્દી ફિલ્મોમાં આવ્યા બાદ રાજશ્રી નામથી જાણીતી થઇ હતી, જો કે અન્ય બીજી ભાષાની ફિલ્મોમાં ગ્રેસી, રાજશ્રીટી જેવા નામો પણ હતાં. તે એક સફળ અભિનેત્રી સાથે પણ જાણિતી થઇ ગઇ હતી. 1963-64ના ગાળામાં તે અન્યો રાજ્યોની ફિલ્મોમાં જાણીતી અભિનેત્રી થતાં દેશમાં ઘરેઘરે તેના અભિનયની ચર્ચા થઇ ગઇ હતી. તેણે અન્ય ભાષાની ફિલ્મો 1974 સુધી કરી અને ખાસ મલયાલમ ફિલ્મો તો 30થી વધુ કરી હતી, છેલ્લે 1978માં પણ ‘વિશ્ર્વરૂપમ’ મલયાલમ ફિલ્મમાં અભિનય કર્યો હતો. ચિત્રાલય જેવા મોટા બેનરોની ફિલ્મોની તે જાણીતી અભિનેત્રી હતી. એક તેલુગુ ફિલ્મની હિન્દી રીમેકમાં શશીકપૂર સાથે ફિલ્મ કરી હતી. શ્રીધર દ્વારા ‘પ્યાર કિયે જા’ બાદ તેમણે હિન્દી ફિલ્મો વધુ મળવા લાગી હતી.