અભિનેત્રી પ્રિતી ઝિન્ટાએ કિંગ્સ ઇલેવન પંજાબ ઉપરાંત હવે સાઉથ આફ્રિકાની ટી ટ્વેન્ટી ગ્લોબલ લીગ ટીમ ખરીદી હોવાનુ જાણવા મળ્યુ છે. આઇપીએલમાં સારી એવી કમાણી કર્યા પછી પ્રિતિને લાગ્યુ હતું કે ફિલ્મો બનાવવા કરતા આ રીતે ક્રિકેટમાં કમાવવાનું વધારે સરળ છે. તેણે ૩૦ મિલિયન ડોલર્સમાં સાઉથ આફ્રિકન ગ્લોબલ લીગ ટીમ ખરીદી લીધી હતી. આ ટીમનો કેપ્ટન ફેફ દુ પ્લેસિસ છે.
આ અંગે પ્રિતિએ કહ્યુ કે મારો નિર્ણય પહેલાથી યોજેલો ન હતો. આ તો પ્રવાહની સાથે વહી જવાની વાત છે. પહેલાથી કશુ નક્કી ન હતું. અમે અગાઉ કિંગ્સ ઇલેવન પંજાબ દ્વારા સારુ એવુ પ્રોફિટ કમાયા હતા. પરંતુ હવે સમય બદલાયો છે. કિંગ્સ ઇલેવન પંજાબને સંભાળવાનું મારા માટે વધુ મુશ્કેલ બનતુ જાય છે. આથી એ ટીમ હું સ્ટેલન બો શ્રવને આપી દઇશે. હું સમયની સાથે ચાલવામાં માનુ છે. સાઉથ આફ્રિકાની ટીમ ખરીદીને પ્રિતિએ શાહરુખ ખાનનું અનુકરણ કર્યુ હોય તેવુ લાગે છે. શાહરુખ ખાન પાસે સાઉથ આફ્રિકા પ્રિમિયર લીગની એક ટીમ છે. જેના કેપ્ટન જે.પી. ડ્યુમિની છે.
આ અંગે વધુમાં પ્રિતિએ કહ્યુ કે મને દિવસે દિવસે ક્રિેકટમાં વધુ રસ પડવા લાગ્યો છે. અને એક નવા ખંડની ટીમ લઇને નવુ સાહસ કરવામાં મને આનંદ આવી રહ્યો છે.