1949માં તે રાજકપૂરની શોધ હતી, 1950 થી 1960ના દશકામાં તેને ખુબજ ચાહના મેળવી હતી: 1951માં આવેલી ‘બેદર્દી’ માટે ગાયક સાથે અભિનય પણ કર્યો હતો: પોતાની અલગ અભિનય શૈલી સાથે ચહેરાના હાવભાવને કારણે લોકો હૃદયમાં વસી ગઈ હતી
નિ:સંતાન નિમ્મીએ લેખક અલીરજા સાથે લગ્ન કર્યા હતા અને તેની બહેનની પુત્રીને દત્તક લીધી હતી: 1952માં આવેલી ‘આન’ ફિલ્મથી ટોચની હિરોઈન બની હતી: ‘અંદાજ’ ફિલ્મનું શુટીંગ જોવા આવેલ નિમ્મીને તેની બરસાત ફિલ્મમાં બ્રેક આપ્યો હતો અને આ ફિલ્મથી જ તેનો સિતારો ચમકી ગયો
ભારતની પ્રથમ ટેકનીકલર ફિલ્મ ‘આન’માં શ્રેષ્ઠ અભિનયનો એવોર્ડ મેળવનાર નિમ્મીએ છેલ્લે 1986માં ‘પ્યાર ઓર ભગવાન’ ફિલ્મમાં કામ કર્યું હતુ: ગોલ્ડન એરાની શ્રેષ્ઠ અભિનેત્રી પૈકી એક નિમ્મીનું 26 માર્ચ 2020ના રોજ 88 વર્ષે નિધન થયું હતુ
બરસાત ફિલ્મનું જીયા બેકરાર હે ગીત સૌને યાદ હશે સાથે તે ગીત જેના ઉપર ફિલ્માંકન થયું તે નિમ્મીએ 1950 થી 1960ના દાયકાની ફિલ્મના પડદા પર પોતાના જલ્વા વિખેરીને સૌને દિવાના કર્યા હતા. તેનું મૂળ નામ નવાબબાનો હતુ. રાજકપૂરે 1949માં પોતાની પહેલી ફિલ્મમાં બ્રેક આપીને તેનું સ્ક્રીન નામ નિમ્મી કર્યું તેમનું 88 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું હતુ તેણે જાણીતા લેખક અલીરાજા સાથે લગ્ન કર્યા હતા. નિમ્મીને કોઈ સંતાન ન હતુ તેથી તેમણે પોતાની બેનની પુત્રીને દત્તક લીધી હતી. આ મહાન અભિનેત્રી રાજકપૂરની શોધ પણ કહેવાય છે.
નિમ્મીએ 1950 થી 1960ના દશકાની સુપર હિટ ફિલ્મો જેવી કે બરસાત, આન, દિદાર, સજા, ઉડન ખટોલા, ભાઈભાઈ , કુંદન, મેરે મહેબુબ, અમરમાં શ્રેષ્ઠ અભિનય કરીને લોકોના દિલજીત્યા હતા. તેના ઉપર ફિલ્માંકન સુપર ડુપર ગીતો આજે પણ રીમીકસ થઈને યુવા વર્ગ સાંભળે છે. તેમણે વર્ષો સુધી રાજકપૂર દેવાનંદ અને દિલીપકુમાર સાથે કામ કર્યું હતુ. 1952માં મોટાબજેટની મહેબુબખાનની ફિલ્મ ‘આન’માં કામ કર્યુ હતુ.
નિમ્મી મુંબઈના એક સ્ટુડિયોમાં મહેબુબ ખાનની ફિલ્મ ‘અંદાજ’નું શુટીંગ જોવા ગઈ ત્યારે રાજકપૂરની પારખુ નજરે તેને જોતા જ પોતાની આગામી ફિલ્મમાં નરગીસ સાથે એક યુવા ચહેરો શોધતા હતા ને તે નિમ્મીને મળતા જ બરસાત ફિલ્મમાં બ્રેક આપ્યો હતો. આ લ્મિમાં પ્રેમનાથ સાથે તે નાયિકા જોવા મળી હતી. તાઝગીભર્યો ચહેરો અને પ્રતિભાશાળી નિમ્મી પ્રથમ ફિલ્મથી સફળતાની સીડીઓ ચડવા લાગી હતી.
નિમ્મી પોતે પણ ગાયિકા હતા ને તેમણે એકમાત્ર બે દર્દી 1951 ફિલ્મમાં પોતાના જ પાત્ર માટે ગીત ગાયું પણ બાદમા તેને અભિનય પર ફોકસ કરીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રી બની હતી. પોતાની અલગ અલગ શૈલી સાથે ચહેરાના હાવભાવ ને કારણે તે લોકહૃદયમાં વસી ગઈ હતી. બરસાત એક જ ફિલ્મથી તે ટોચની અભિનેત્રી બની ગઈ હતી.
નિમ્મીએ એ જમાનાના દિલિપકુમાર, રાજકપૂર, દેવાનંદ, ભારતભૂષણ, પ્રેમનાથ, અશોકકુમાર અને કિશોરકુમાર જેવા કલાકારો સાથે કામ કર્યું હતુ. એ સમયની સફળ અભિનેત્રી સુરૈયા, મધુબાલા, ગીતાબાલી અને નરગીસ સાથે કામ કરીને પોતાની અભિનય ક્ષમતા સિધ્ધકરી હતી તેમણે 46 ફિલ્મોમાં કામ કર્યું હતુ. તેમની બે ફિલ્મો રાનીબેટી અને પરિવાર અધુરી રહેવાથી કયારેય રિલીઝ ના થઈ હતી. 1952માં આવલી આન ફિલ્મમાં દિલીપકુમાર અને નાદીરા સાથષ અલ્લડ યુવતિનો રોલ કર્યો હતો. આ પાત્રને કારણે તેમને બહુજ નામના મળી હતી.
‘આન’ ફિલ્મ પોતે એક ઈતિહાસ બની ગઈ હતી કારણ કે તે વર્લ્ડ વાઈડ રીલીઝ કરાય હતી. આ ફિલ્મો પ્રીમીયર લંડન ખાતે યોજાયો હતો. હિન્દી ફિલ્મ જગત માટે આ પ્રથમ ઘટના હતી. નિમ્મી પણ લંડન ગઈ હતી. તેના અભિનયથી પ્રભાવિત થઈને હોલીવુડના નિમાતા એ પણ તેમણે ફિલ્મો ઓફર કરી હતી. પણ નિમ્મીએ ઠુકરાવી દીધી હતી. નિમ્મી સિલેકટ કરીને ફિલ્મો સાઈન કરતી હતી. 1958માં આવેલી સાધના તથા 1964માં આવેલી વહ કૌનથી ફિલ્મને તેમણે ઠુકરાવી હતી. જેને કારણે આપણને વૈજયંતિમાલા અને સાધના જેવી અભિનેત્રી બોલીવુડને મળી.
ફિલ્મ જીવનનાં પાછલા વર્ષોમાં મેરેમહેબુબ ફિલ્મમાં રાજેન્દ્રકુમારની બેનનો રોલ કયો હર્તો. જાણીતા લેખક એસ.અલી રઝા સાથે તેમના લગ્ન થયા હતા. જોકે 2007માં તેમનું અવસાન થયું હતુ. પતીના અવસાન બાદ જીવનનો ખાલીપો ભરવા પોતાની ફિલ્મો જોતા અને સાદગીપૂર્ણ જીવન જીવતાં હતા આજે તો જાજરમાન અભિનેત્રીના સ્મરણો સાથે તેમની ફિલ્મોના શ્રેષ્ઠ અભિનય ગીતો જુના ફિલ્મોનાં ચાહકો ના દિલો દિગામમાં છે, જે હંમેશા ફુલોની માફક મહકી રહ્યા છે.
નિમ્મીનો જન્મ 19 ફેબ્રુઆરી 1933ને અવસાન 25 માર્ચ 2020ના રોજ થયું હતુ. તે ભારતીય ફિલ્મ જગતના સ્ક્રીનની શ્રેષ્ઠ અભિનેત્રી હતી. તે હિન્દી ફિલ્મ ઈતિહાસના સ્વર્ણયુગની પ્રમુખ અભિનેત્રી પૈકી એક હતી તેમને 2015માં લિવિંગ લેર્જેડના શ્રેષ્ઠ કલાકારોનો એવોર્ડ મળ્યો હતો. ભારતની પહેલી ટેકનીકલર ફિલ્મ ‘આન’ 1952માં શ્રેષ્ઠ અભિનય આપ્યો હતો. ઉડન ખટોલા, સજા, પુજા કે ફુલ, આકાશદીપ, બસંત બહાર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતુ. તેમણે છેલ્લે 1986માં આવેલી પ્યાર ઓર ભગવાન ફિલ્મમાં કામ કર્યું હતુ.વિતેલા વર્ષોના જુના યાદગાર ફિલ્મોમાં બોલીવુડના એ સમયનાં હિરો-હિરોઈન ફિલ્મો માટે પોતાનો જીવ રેડી દેતા હતા તેથી આ ફિલ્મો આજે પણ આપને જોવી ગમે છે. તેનો અભિનય ચહેરાના હાવ ભાવ સાથે પાત્રોમાં જ લિન થઈ જવાની કલાને કારણે જુની ફિલ્મો તથા તેના ગીતો સદૈવ અમર થઈ ગયા છે.
ટોચના કલાકારો સાથે કર્યું કામ
નિમ્મીએ તેના જમાનાના રાજકપૂર, દિલિપકુમાર, દેવાનંદ, પ્રેમનાથ, ભારતભૂષણ, અશોકકુમાર અને કિશોરકુમાર જેવા હિરો સાથે તો એજમાનાની સુરૈયા, મધુબાલા, ગીતાબાલી અને નરગીસ જેવી સફળ અભિનેત્રી સાથે કામ કરીને તેની અભિનય ક્ષમતા બતાવી હતી.
સફળ હિટ ફિલ્મો
- બરસાત
- આન
- દિદાર
- ઉડનખટોલા
- સજા
- ભાઈભાઈ
- મેરે મહેબુબ
- અમર