સતત 50 વર્ષની ફિલ્મ યાત્રામાં 700થી વધુ ફિલ્મોમાં કામ કર્યું: બોલીવુડમાં નકારાત્મક ભૂમિકા ભજવીને અમર થઈ ગયા: બાળ કલાકાર તરીકે કામ શરૂ કરનાર લલિતા પવાર 40ના દશકાની મુખ્ય અભિનેત્રી હતી
આંખો-ચહેરાના હાઉભાવ સાથે સુંદર અભિનયથી દર્શકોનાં દિલો પર રાજ કર્યું: 1997માં તેની છેલ્લી ફિલ્મ તેના મૃત્યુ બાદ ‘ભાઈ’ રજુ થઈ હતી: તેણે માત્ર 9 વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે ‘રાજા હરિશચંદ્ર’માં કામ કર્યું હતુ: તેમણે મુંગી ફિલ્મથી શરૂ કરીને રંગીન ફિલ્મોનાં દૌર સુધી હિન્દી-મરાઠી-ગુજરાતી જેવી ભાષામાં કુલ 700 ફિલ્મમાં કામ કર્યું
પિતા સાથે ફિલ્મ શુટીંગ જોવા ગઈ અને ડાયરેકટર નાના સાહેબે તેને ફિલ્મમાં બાળ કલાકારનો રોલ આપ્યો: તેની પ્રથમ બોલતી ફિલ્મ ‘હિંમત-એ મર્દા’ 1935માં આવી હતી: 1961માં ભારતીય સિનેમાની પ્રથમ મહિલાના રૂપમાં ભાારત સરકારે સન્માન કર્યું હતુ
જૂના ફિલ્મોની ઘણી સારી વાતો ને કારણે આજે પણ આપણને જોવા ગમે છે. જુના ફિલ્મગીતો-કલાકારોનો અભિનય અને સંગીત તેનું મુખ્ય જમા પાસુ હતુ. કલાકારોના અભિનય એટલા જીવંત હોય છે. આપણને વાસ્તવિક લાગે. ફિલ્મોમાં વિલનની સાથે વઢકણી સાસુની ક્રુરતા અને વહુ ઉપર થતા અત્યાચારો સાથે ઘણી પારિવારીક ફિલ્મો હીટ બની હતી. હિન્દી ફિલ્મની સાસુની વાત આવે એટલે એક જ નામ આવે ‘લલિતા પવાર’ તેનું મૂળનામ અંબિકા હતુ રેશમ અને કપાસનો ધંધશે કરતા લક્ષ્મણ રાવ સગુનને ત્યાં 18 એપ્રીલ 1916નાં રોજ લલિતા પવારનો જન્મ થયો. તેમની માતા એક મંદિરમાં દર્શન કરવા ગઈ ને ત્યાં પ્રસુતિ થતા તેની પુત્રીનું નામ અંબિકા રાખ્યું ને બાદમાં લલિતા થયું.
રામાયણ સિરીયલની મંથરાના પાત્રને લલિતા પવારે તેના અભિનયથી અમર બનાવી દીધું હતુ. હિન્દી ફિલ્મોની તે મુખ્ય નાયિકા હતી. તેમનું અવસાન 81 વર્ષે 22 ફેબ્રુઆરી 1988માં થયું હતુ તેઓ છેલ્લે એકલાજ રહેતા હોવાથી તેમના મૃત્યુ બાદ ત્રણ દિવસે સગાને જાણ થઈ હતી. તેમણે 9 વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે રાજા હરિશચંદ્ર ફિલ્મમાં કામ કર્યું હતુ. મુંગી ફિલ્મોથી શરૂ કરીને રંગીન ફિલ્મોના દૌર સુધી હિન્દી-મરાઠી અને ગુજરાતી જેવી ભાષાની 700થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતુ. તેમના જીવનનો શ્રેષ્ઠ અભિનય 1959માં આવેલી અનાડી ફિલ્મ હતી જેમના માટે તેને સહાયક અભિનેત્રીનો ફિલ્મ ફેર એવોર્ડ મળેલ હતો.1932માં આવેલી કૈલાશ ફિલ્મ સહનિર્માણ બાદ 1938માં એક ફિલ્મ બનાવી હતી.
1942માં આવેલી જંગ એ આઝાદીના શુટીંગ દરમ્યાન થયેલી ઘટનાને કારણે પક્ષઘાતના હુમલો આવ્યો ને એક આંખની નસ ફાટી ગઈ હતી. આમ છતાં હિંમત ન હારીને અભિનય યાત્રા ચાલુ જ રાખી હતી. તેમણે ફિલ્મોમાં સાસુ અને ર્માંનો રોલ સૌથી વધુ કર્યો છે જે એક રેકોર્ડ છે. ઘણી ફિલ્મોમાં ચરિત્ર રોલ પણ કરીને સારી ચાહના મેળવી હતી. 1961માં ભારતીય સિનેમાની પ્રથમ મહિલાના રૂપમાં ભારત સરકારે સન્માન કર્યું હતુ. લલિતા પવારે પહેલા લગ્ન ગણપતરાવ પવાર સાથે કર્યા ને તેની સાથે છુટાછેડા બાદ નિર્માતા રામપ્રકાશ ગુપ્તા સાથે બીજા લગ્ન કર્યા હતા.
લલિતા પવારની સફળ ફિલ્મોમા દાગ, શ્રી 420, માસ્ટર એન્ડ મિસીસ 55, નૌ દો ગ્યારાહ, અનાડી, સુજાતા, ઝુમરૂ, જંગલી, હમદો નો, પ્રોફેસર, બનારસી ઠગ, સેહરા, ગ્રહસ્થી, ઘર બસા કે દેખો, શરાબી, ફુલ ઔર પથ્થર, નૂર જર્હાં, આનંદ, ગોપી, બોમ્બે ટુ ગોવા, નયા દિન દઈ રાત, યારાના, નશીબ અને છેલ્લે 1997માં તેના મૃત્યુ બાદ ‘ભાઈ’ ફિલ્મ રજૂ થઈ હતી.
બાળ કલાકાર તરીકે કામ કરનાર લલિતા પવાર 40ના દશકાની મુખ્ય અભિનેત્રી હતી. તેનું ફિલ્મોમાં આગમન એક યોગાનું યોગ હતુ. પિતા સાથે ફિલ્મનું શૂટીંગ જોવા ગઈને ડાયરેકટર નાના સાહેબે તેને જોઈને તેની ફિલ્મમાં બાળ કલાકારનો રોલ ઓફર કયો હર્તો. તેની પ્રથમ બોલતી ફિલ્મ હિંમત-એ-મર્દા જે 1935માં આવી હતી. આ ફિલ્મમાં તેણે બિકીની સીન્સ આપીને તરખાટ મચાવી દીધો હતો. એ જમાનામાં આવા સિન આપવા તે ઘણુ હિંમતભર્યું કદમ ગણાયું હતુ. તેમની સફળતા ચાલતી જ હતી. ત્યાં અકસ્માતે તેનો ચહેરો સાવ બગડી ગયો ને બાદમાં તેના વિલ પાવરથી બીજા 4 દશકા સુધી ધણી ફિલ્મો કરીને લોકોના દિલ જીત્યા હતા. એ જમાનામાં વઢકણી સાસુ તરીકે તેનું નામ સમગ્ર દેશમાં ગુંજતું હતુ. સમાજમાં બનતા સાસુ વહુના ઝગડામાં પણ સાસુ ને લલિતા પવારની ઉપમા અપાતી હતી.
એક થપ્પડે લલિતા પવારનું જીવન ખરાબ કરી નાંખ્યુ હતુ. આ ઘટના પહેલા તે ખુંબજ સુદર ગ્લેમર ને સ્વરૂપવાન હતી. તેની પ્રારંભની ફિલ્મો જોવો તો તેની સુંદરતાનો અંદાજ આવી શકે. એ જમાનામાં એને ઘણા સારા રોલ પણ કર્યા હતા. ફિલ્મ જગતના ઘણા કલાકારોના જીવનમાં બનેલા સામાન્ય બનાવો પણ આખી જીંદગી યાદ રહી જાય તેવા હોય છે. આ વઢકણી સાસુના જીવનમાં આ બનાવ બાદ વણાંક આવ્યો હતો એ જમનામાં છોકરીઓને શાળાએ પણ મોકલતા નહી ત્યારે લલિતા પવારે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ કામ માટે તેને માત્ર 18 રૂપીયા આપ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે લલિતા પવાર અભિનેત્રી સાથે એક સારી ગાયિકા પણ હતી.
પક્ષઘાતના હુમલા બાદ લલિતા પવારે એક આંખ બંધ સાથે 1948માં ફિલ્મ ગૃહસ્થીમાં અભિનય સાથે ફિલ્મ યાત્રાની બીજી ઈનીંગ શરૂ કરી હતી. બાદમાં તેને કઠોર સાસુના રોલ મળવા મંડતા તે પણ સ્વીકારીને તેમની ફિલ્મ યાત્રા ચાલુ જ રાખી હતી. પૂનામાં તેના આરોહિ બંગલામાં એકલા રહેતા લલિતા પવારનું મૃત્યુ થયાબાદ ત્રણ દિવસે પરિવારને જાણ થઈ જેઘણો કરૂણ બનાવ હતો.
લલિતા પવારનો પુત્ર જય પવાર પણ ફિલ્મ નિર્માતા છે તેમણે 1971માં આવેલી ‘પરવાના’ ફિલ્મ બનાવી હતી. જે સફળ રહી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન હતા. આ ગાળામાં હજી બીગ-બી નવાનવા ફિલ્મ દૂનિયામાં કદમ માંડતા હતા ત્યારે તેમને ફિલ્મ ‘પરવાના’માં તક મળી હતી.
કામિની કૌશલ-નિરૂપારોલ પણ એના જમાનાની અભિનેત્રીએ સાસુ કે ર્માંના રોલ કર્યા પણ લલિતા પવાર તો નંબર વન હતા. તેમની ફિલ્મ ‘સાસ ભી કમી બહુથી’નો લલિતા પવારનો ડાયલોગ ‘મેરી ઝુબાનસે ઉગલા હુઆ ઝહર ભી અમૃત બન જાતા હે’ આજે પણ લોકોને યાદ છે. મુંગી ફિલ્મોમાં 1928માં બાર વર્ષની વયે બાળ કલાકાર લલિતા પવારે એ જમાનાની ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગની શરૂઆત થઈ ન હતી જેથી અભિનય કરનાર જ પોતે જ પોતાના કંઠમાં ગીતો ગાતા લલિતા પવારનો અવાજ સારો હોવાથી તેમને મુખ્ય નાયિકાનું કામ મળવા લાગ્યું તું. તેમણે પોતાની આત્મકથા પણ લખી હતી જેમાં તેણે કબુલ્યું કે મારૂ આખુ જીવન દુર્ઘટનાઓથી ભરેલું હતુ જીવનમાં કેટલાય પ્રસંગો આવ્યા કે હમણાંજ ફિલ્મો સાથે મારો નાતો તૂટી જશે. પણ કોણ જાણે કોઈ અદ્રશ્ય મજબૂત સાંકળે મને ફિલ્મો સાથે બાંધી રાખી હતી. મારૂ જીવન સતત ઝરણાની જેમ અંત સુધી વહેતુ રહ્યું હતુ.
શુટીંગમાં થયેલા અકસ્માતે લલિતા પવારનો ચહેરો બદલી નાખ્યો
1942માં લલિતા પવાર ફિલ્મ જંગ-એ-આઝાદીના એક દ્રશ્યનું શુટીંગ કરી રહી હતી. આઝાદી પહેલાની આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા ભગવાન દાદાએ લલિતા પવારને થપ્પડ મારવાની હતી. માસ્ટર ભગવાને લલિતાને એટલી સખતથી થપ્પડ મારી કે લલિતા પવાર નીચે પડી ગયાને કાનને નાકમાથી લોહી નીકળવા લાગ્યું સેટ પરના ડોકટર દ્વારા અપાયેલી ખોટી દવાને કારણે તેને લકવો થઈ ગયો ને ત્યારથી તેમની જમણી આંખ સંપૂર્ણ સંકોચાઈ ગઈ હતી. બાદમાં લલિતા પવારની ઝીરી આંખ સાથે ફરી ફિલ્મયાત્રા શરૂ કરી પણ તેમને મોટાભાગે નકારાત્મક ભૂમિકાઓ જ મળતી હતી. તેમણે 700થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતુ.