7 જુલાઇએ ગુજરાતી ભાષાની સાથે કન્નડ ભાષામાં પણ થશે રિલીઝ
ફિલ્મમાં કન્યા વિદાયની પ્રથાથી વિપરીત વર વિદાયની વાત જે કોમેડીથી ભરપુર હશે
આજે ગુજરાતી ફિલ્મ ‘વર પધરાવો સાવધાન’ના મુખ્ય એકટર્સ તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયાએ ‘અબતક’ની મુલાકાત લીધી હતી. સાથે ફિલ્મના પ્રોડયુસર શૈલેષ ધામેલીયા પણ ઉ5સ્થિત રહ્યા હતા. નિર્માતા શૈલેષ ધામેલીયાની આગામી બહુચર્ચિત ફિલ્મનું શીર્ષક છે. ‘વર પધરાવો સાવધાન’ફિલ્મનું શીર્ષક જ ઘણું બધું કહી જાય છે. શીર્ષક પરથી વાર્તા શું હશે તેનું અનુમાન લગાવી શકાય. લગ્ન બાદ કન્યા વિદાયની પ્રથાથી વિપરીત અહીં વર વિદાયની વાત છે.
લગ્ન મંડપમાં ગોરદાદાને ‘કન્યા પધરાવો સાવધાન’ બોલતા તો આપણે સૌએ સાંભળ્યા છે. પણ આ ફિલ્મમાં ‘વર પધરાવો સાવધાન’બોલતા જોવા મળશે. ફિલ્મ કોમેડીથી ભરપુર હશે અને તેમાં સોશ્યલ મેસેજ પણ જોવા મળી શકશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020 ની એક માત્ર ગુજરાતી સફળ ફિલ્મ ‘કેમ છો?’ ના મેકર્સ દ્વારા ‘વર પધરાવો સાવધાન’ 07મી જુલાઇએ સિનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ તુષાર સાધુ: કિંજલ રાજપ્રિયા, તથા નિર્માતા શૈલેશ ધામેલીયા રાજકોટ ખાતે ‘અબતક’ના મહેમાન બન્યા હતા.
આર્ટમેન ફિલ્મ્સ અને ડિવાઇન એકસેલેન્સ પ્રસ્તુત ‘વર પધરાવો સાવધાન’ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે સર્જવા તૈયાર છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 75 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ એવી ગુજરાતી ફિલ્મ છે જે 7મી જુલાઇએ ગુજરાતી ભાષાની સાથે કન્નડ ભાષામાં પણ રીલીઝ થવાની છે. વાહ ! ગઝબ છે ને! સાઉથની સુપરહિટ ફિલ્મ ‘વિક્રાંત રોના’ ના મેકર્સ ‘શાલિની આર્ટસ’ દ્વારા ‘વર પધરાવો સાવધાન’ કન્નડ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખુબ જ ગૌરવ લેવા જેવી વાત છે.
ફિલ્મ ‘વર પધરાવો સાવધાન’ 7મી જુલાઇએ સિનેમાઘરોમાં રીલીઝ થશે. ફિલ્મના નિર્માતા છે શૈલેષ ધામેલીયા, અનિલ સંઘવી અને ભરત મિસ્ત્રી ફિલ્મના લેખક અને દિગ્દર્શક છે વિપુલ શર્મા, ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયા જોવા મળશે. સાથે સાથે રાગી જાની અને કામિની પંચાલ, જય પંડયા, જૈમિની ત્રિવેદી, પ્રશાંત બારોટ, કૃપાલ ભટ્ટ, રિધમ રાજયગુરુ, રિષભ ઠાકોર, અંશુ જોશી તથા માનસી ઓઝા પણ જોવા મળશે. આ ફિલ્મનું મ્યુઝિક રાહુલ પ્રજાપતિ એ આપ્યું છે અને આદિત્ય ગઢવી, સાંત્વની તથા જીગરદાન ગઢવી જેવા દિગ્ગજ ગાયકોમાં એ આ ફિલ્મના ગીતોમાં પોતાનો સ્વર આપ્યો છે. તો. 7મી જુલાઇએ થિયેટરમાં નિહાળવાનું ચુકતા નહી ‘વર પધરાવો સાવધાન’
ગુજરાતમાં ફિલ્મ સ્કુલ બને તે ખુબ જરૂરી: કિંજલ રાજપ્રિયા
અબતક સાથેની વાતચિતમાં અભિનેત્રી કિંજલ રાજપ્રિયાએ જણાવ્યું હતુ કે છેલ્લા 8 વર્ષથી ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલ છું અલગ અલગ કિરદારો નિભાવ્યા છે. આફિલ્મમાં એક સુંદર મેસેજ આપવામા આવ્યો છે. મહિલાઓ કે બહેનો ઘરના તમામ કામો કરતી હોય છેપરંતુતેઓને જેટલી એપ્રિશીએશન મળવું જોઈએ તેટલુ મળતુ નથી જયારે પપ્પા કયારેક જમવાનું બનાવે તો બધા તેમના વખાણ કરે છે અમે દર વખતે એક નવા સબજેકટ સાથે ફિલ્મ લઈને આવીએ છીએ જે હવે આપણા ગુજરાતી દર્શકોને પસંદ પડી રહી છે. અમારી આફિલ્મમ 7 જુલાઈના રોજ રીલીઝ થશે ગુજરાતી ફિલ્મનાં ઈતીહાસમાં પહેલી વખત એવું બનશે કે કન્નડમાં પણ આ ફિલ્મ રીલીઝ થશે. મારા માટે આ ગર્વની વાત છે કે આ વાર્તા બે ભાષાને જોડશે હું એક કલાકાર છું મને તમામ ભાષાની ફિલ્મો
કરવી ગમશે. પરંતુ હું ગુજરાતી છું અને મને મારી માતૃભાષા પર ગર્વ છે. તેથી ગુજરાતી ફિલ્મો તો કરતી જ રહીશ અને મારા દર્શકોને નવું નવું પિરસતી રહીશ.
વધુમાં જણાવતા કિંજલ રાજપ્રિયાએ જણાવ્યું હતુ કે મુંબઈમાં ફિલ્મ સ્કુલ છે. તેવી રીતે જો ગુજરાતમાં પણ ફિલ્મ સ્કુલ બનવી જરૂરી છે. ગુજરાતમાં ઘણા ઉભરતા કલાકારો છે. ઘણી આવડતો છે. પરંતુ એક ચોકકસ દિશા મળવી જરૂરી છે. જો ફિલ્મ સ્કુલ બનશે તો ઉભરતા કલાકારોનું ઘડતર થઈ શકશે. મને ઝવેરચંદ મેઘાણીની વાર્તા પર ફિલ્મ બને તો તેમાં કામ કરવાની ખૂબજ ઈચ્છા છે.
આ ફિલ્મ તમામ પરિવારોને ર્સ્પશશે: તુષાર સાધુ
‘અબતક’ સાથેની વાતચિતમાં અભિનેતા તુષાર સાધુએ જણાવ્યું હતું કે વર પધરાવો સાવધાન ફિલ્મ દરેક ગુજરાતીને સ્પર્શશે તેવું કહી શકીશ. આ ફિલ્મમાં લગ્ન બાદ કન્યા વિદાયની પ્રથાથી વિપરીત અહીં વર વિદાયની વાત છે. આ ફિલ્મમાં લગ્ન મંડપમાં વર પધરાવો સાવધાન બોલતા જોવા મળશે. આ ફિલ્મ કોમેડીથી ભરપૂર છે અને ફિલ્મમાં છેલ્લે એક સોશ્યલ મેસેજ પણ જોવા મળશે.
આ ગુજરાતી ભાષાની સાથે કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે. હું 2013થી ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલો છું. વિવિધ પાત્રો ભજવ્યાં છે. નવા સબ્જેક્ટ, નવા ક્ધસેપ્ટ સાથેની ફિલ્મોમાં અભિનય કર્યો છે. અમારી એવી જ કોશિષ છે કે આપણી ગુજરાતી ફિલ્મો વધુને વધુ લોકો સુધી પહોંચે. અમને હવે લોકોના ટેસ્ટ ખ્યાલ આવ્યો છે.
તેથી તે મુજબની ફિલ્મો બનાવીએ છીએ. આવનાર પાંચ વર્ષ ગુજરાતી ફિલ્મોનો હશે. તેવું કહી શકું. ‘છેલ્લો દિવસ’ ફિલ્મ પછી ગુજરાતી ફિલ્મોનો યુગ શરૂ થયો તેવું કહી શકાય. બધાને આ ફિલ્મ ગમશે તેવું ચોક્કસથી કહી શકાય. બધા આ ફિલ્મ અચૂકથી જોવા જજો.