કસૌટી ઝિંદગી કી, કૃષ્ણ અર્જુન, ક્યા દિલ મેં હૈ જેવા ટીવી શોથી સિદ્ધાંત વીર સૂર્યવંશીએ હાંસલ કરી હતી લોકપ્રિયતા

ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક અભિનેતાનું હાર્ટ અટેકના લીધે નિધન થયું  છે. અભિનેતા સિદ્ધાંત સૂર્યવંશીનું હાર્ટ એટેકથી નિધન થયું છે, તેઓ 46 વર્ષના હતા. જિમમાં વર્કઆઉટ દરમિયાન અભિનેતાને હાર્ટ અટેક આવ્યો હતો. સિદ્ધાર્થ જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો ત્યારે તે અચાનક પડી ગયો હતો. અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

સિદ્ધાંત ટીવીનો લોકપ્રિય અભિનેતા રહી ચૂક્યો છે. આ દિવસોમાં તે દંગલ ચેનલ પર ટીવી શો ’કંટ્રોલ રૂમ’માં જોવા મળી રહ્યો હતો. અગાઉ અભિનેતાએ ઘણા હિટ શોમાં કામ કર્યું હતું. સિદ્ધાંત ’કુસુમ’, ’રિશ્તો મેં કટ્ટી બટ્ટી’, ’મમતા’, ’ઝિદ્દી દિલ’ જેવા ઘણા શોમાં જોવા મળ્યો હતો.

અંગત જીવનની વાત કરીએ તો સિદ્ધાંતના પરિવારમાં તેના બે બાળકો અને પત્ની અલીશા રાઉત છે. તેણે બે વાર લગ્ન કર્યા હતા તેમની પ્રથમ પત્નીથી છૂટાછેડા પછી સિદ્ધાંતે સુપર મોડલ અલીશા સાથે લગ્ન કર્યા હતા.

તાજેતરમાં અભિનેતાએ તેનું નામ આનંદ વીર સૂર્યવંશીથી બદલીને સિદ્ધાંત સૂર્યવંશી રાખ્યું છે. અભિનેતાના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ  નાના પડદાના સ્ટાર ટીવી એક્ટર દિપેશ ભાનનું પણ હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે પણ જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ અટેકને કારણે અકાળે દુનિયાને અલવિદા કહી દીધું. સિદ્ધાંત વીર સૂર્યવંશીએ પોતાના કરિયરની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. તેઓ આનંદ સૂર્યવંશી તરીકે પણ જાણીતા હતા. તેમણે ટીવી સિરિયલ ’કુસુમ’થી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય સિદ્ધાંત વીર સૂર્યવંશીએ ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું હતું. ’કસૌટી ઝિંદગી કી’, ’કૃષ્ણ અર્જુન’, ’ક્યા દિલ મેં હૈ’થી સિદ્ધાંત વીર સૂર્યવંશીએ લોકપ્રિયતા હાંસલ કરી હતી. તેમના છેલ્લા પ્રોજેક્ટ્સ ટીવી શો ’ક્યૂં રિશ્તો મેં કટ્ટી બટ્ટી’ અને ’ઝિદ્દી દિલ’ હતા.

સિદ્ધાંત વીરનો ફોટો શેર કરતા જય ભાનુશાલીએ લખ્યું હતું કે  ’ભાઈ, તમે બહુ જલ્દી જતા રહ્યા.’ મીડિયા સાથેની વાતચીતમાં જય ભાનુશાળીએ સિદ્ધાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે મને આ સમાચાર એક કોમન ફ્રેન્ડ પાસેથી મળ્યા છે. જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેનું નિધન થયુ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.