કોરોના સંકટ વચ્ચે બોલીવુડ અને ટીવી પડદાના કલાકારોના આપઘાતનો સીલસીલો ચાલુ જ છે. ટીવી અભિનેતા સમીર શર્માએ આપઘાત કરી લીધો છે. તેણે મુંબઈમાં પોતાના નિવાસ સ્થાને જ આત્મહત્યા કરી લીધી હતી. સમીર શર્માએ કહાની ઘર ઘરકી સિરીયલમાં કામ કર્યું હતુ અને તેનાથી પ્રસિધ્ધિ મળી હતી.
૪૪ વર્ષીય સમીર શર્માએ મલાડ પશ્ર્ચિમ સ્થિત નેહા સીએચએસ બિલ્ડીંગમાં પોતાના ઘરમાં ફાંસો ખાઈ જીવ દીધો હતો. પોલીસે જણાવ્યું હતુકે અભિનેતાએ બેથી ત્રણ દિવસ પહેલા આત્મહત્યા કરી હશે. કારણ કે જયારે પોલીસ પહોચી ત્યારે તેનું શરીર ડિકંપોજ થવાનું શરૂ થઈ ગયુ હતુ.
મલાડ પોલીસે જણાવ્યું હતુ કે સમીર આ વર્ષે ફેબ્રુઆરીમાં જ એપાર્ટમેન્ટ ભાડે રાખ્યો હતો. બુધવારે રાત્રે ફરજ દરમિયાન ચોકીદારે સમીર શર્માના મૃતદેહને લટકતો જોયો હતો.
સમીરનો મૃતદેહ રસોડાનાં પંખા સાથે લટકતો મળ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી છે. પણ સ્યુસાઈડ નોટ મળી નથી પોલીસે નાણાંકીય દ્રષ્ટિકોણ ધ્યાને લઈને પણ તપાસ હાથ ધરી છે.
સમીરે ટીવીના કેટલાય શોમાં કામ કર્યું હતુ તેણે કહાની ઘર ઘરકી, યે રિશ્તા હૈ પ્યારકા, લેફટરાઈટ લેફટ, જયોતિ, ગીત હુઈ સબસે પરાઈ, ૨૬૧૨, દિલ કયા ચહાતા હૈ, વીરાનગલી વો રહેને વાલી મહેલોકા, આયુસમાન ભવ: ઈસ પ્યાર કો કયા નામ દૂં એક બાર ફીર, ભૂતમાં કામ કર્યું હતુ. હાલમા તે સિરિયલ યે રિશ્તે પ્યાર કેમાં શૌર્યા મહેશ્ર્વરીનું પાત્ર ભજવી રહ્યા છે. સમીરની પ્રથમ ફિલ્મ હંસીતો ફંસીથી સમીરે કેટલીય એડ અને મોડેલીંગ એસાઈનમેન્ટમાં કામ કર્યું હતુ તે દિલ્હીનોરહેવાસીઓ હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ તે બેંગ્લોરમાં સ્થાયી થયો હતો ત્યાં તેણે એડ એજન્સીમાં કામ કર્યું હતુ બાદમાં મુંબઈમાં અભિનયનું સ્વપ્ન લઈ આવ્યો અને તેનું એ સ્વપ્ન પણ પૂરૂ થયું હતુ.