- ધારાસભ્ય તરીકે ઉદયભાઈ કાનગડ ખરા અર્થમાં એક લોકપ્રતિનિધિની ભુમિકાને સાકાર કરી રહયા છે: વિનોદ ચાવડા
નવા વિચારો અને નવા સંકલ્પો સાથે નુતન વર્ષના આગમનને વધાવવા અને પરસ્પર શુભેચ્છા પાઠવવા પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં અને ધારાસભ્ય ઉદય કાનગડના અધ્યક્ષ્ાસ્થાને શહેરના ગીરીરાજ પાર્ટી પ્લોટ, મોરબી રોડ, રાજકોટ ખાતે સાંસદો, ધારાસભ્યો સહીત શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ, શુભેચ્છકો, સમર્થકોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં કાર્યર્ક્તાઓએ ઉપસ્થિત રહી વસુધૈવ કુટુંબકમની ભાવના ચિરતાર્થ કરી હતી. તેમજ તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
આ સ્નેહમિલનના પ્રારંભે ધારાસભ્ય ઉદય કાનગડએ પોતાના જનસેવા કાર્યાલય ખાતેથી બે વર્ષમાં થયેલ વિવિધ જનસેવાની કામગીરીનો અહેવાલ અને વિવિધ સામાજિક શ્રેષ્ઠીઓ ધ્વારા જનસેવા કામગીરી અંતર્ગત આપેલ અભિપ્રાયની ડોક્યુમેન્ટરી એલ.ઈ.ડી. સ્ક્રીન મારફત દર્શાવાઈ હતી.
આ તકે પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, જનસેવા કાર્યાલય થકી પ્રજાજનોને સરકારશ્રીની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ પહોચાડી મતદારો સાથે સીધો સંપર્ક કેળવનાર ધારાસભ્ય ઉદયભાઈ કાનગડએ પ્રજાલક્ષ્ાી સેવક તરીકેના દાયિત્વને સુંદર રીતે નિભાવી રહયા છે,
ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યર્ક્તાઓ માટે સતાએ હંમેશા સેવાનું માધ્યમ રહયું છે. જનસંઘ અને ભાજપના પાયાના પત્થર સમાન અનેક વરીષ્ઠ આગેવાનોએ કાર્યર્ક્તાઓમાં સેવા, સમર્પણ અને શિસ્તના સંસ્કારોનું સિંચન કરેલ છે. ત્યારે આપના આશિર્વાદથી જ મને સેવાકીય કાર્યો કરવાની ઉર્જા મળે છે ત્યારે પ્રજાનો પ્રેમ એ મારૂ પ્રેરકબળ છે. આ તકે સાંસદ પરશોતમભાઈ રૂપાલાએ સૌને નુતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવેલ કે કળીમાથી વૃક્ષ્ા અને વૃક્ષ્ા માંથી વટવૃક્ષ્ા બનેલ ભારતીય જનતા પાર્ટીનો કાર્યર્ક્તા હંમેશા પ્રજાની વચ્ચે રહી તેના સુખ-દુ:ખમાં ભાગીદાર બનતો આવ્યો છે. ભાજપના કાર્યર્ક્તાનો વ્યવહાર જ ભાજપની ઓળખ છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વધુ બળવતર થઈ છે તેનું ગૌરવ છે. ત્યારે તાજેતરમાં સદસ્યતા અભિયાનમાં રાજકોટની ત્રણેય વિધાનસભા સીટ મોખરે રહી રાજકોટ એ ભાજપનો ગઢ છે તે સાબીત કરેલ છે.