હિન્દૂ સમાજ વતી હિન્દૂ યુવા સંગઠન – ગીર સોમનાથ દ્વારા શ્રાવણ માસ ના પ્રથમ દિવસે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ ની “ધ્વજારોહણ” નો કાર્યક્રમ કરવામાં આવ્યો.
પરંપરા અનુસાર સૌ પ્રથમ સોમનાથની સખાતે વીરગતિ પામેલ લાટીના રાજકુમાર વીર હમીરજી ગોહીલની પ્રતિમા પર ફુલહાર – ધ્વજારોહણ કરવામાં આવેલ તેમજ વીર હમીરજીના સાથી યોદ્ધા વીર વેગડાજી ભીલની પ્રતિમા પર પણ ફુલહાર – ધ્વજારોહણ કરવામાં આવેલ. આ બંને વીરની પૂજા અર્ચના બાદ દેવોના દેવ શ્રી સોમનાથ મહાદેવની પૂજાઅરચના સોમનાથના સોમપુરા ભૂદેવો દ્વારા કરવામાં આવેલ ત્યાર બાદ ધ્વજારોહણ કરી પ્રાર્થના કરવામાં આવેલ કે આ દુનિયા કોરોનાની મહામારી જલ્દી નષ્ટ થાય અને જગત આખું સુખી સંપન્ન થાય તેવી તેવી પ્રાર્થના કરવામાં આવેલ હતી.