રાજકોટ ખાતે પ્રથમ વખત સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપ લીગલ સેલ દ્વારા મહાસંમેલનમાં મોટી સંખ્યામાં વકીલો રહેશે ઉપસ્થિત
પ્રદેશ ભાજપ લીગલ સેલ દ્વારા પ્રથમ વખત રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનનુ મહાસંમેલન કાલાવડ રોડ પર આવેલ બી.એ.પી.એસ. મંદિરના પ્રમુખ સ્વામી હોલ ખાતે યોજાવાનું હોય જે અંતર્ગત પ્રદેશ ભાજપ લીગલ સેલનાં સંયોજક જે.જે.પટેલ અને નવનિયુકત પ્રદેશ સહસંયોજક અનિલભાઈ દેશાઈએ અબતક મિડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લઈ લીધી હતી. જેમાં અબતક મિડીયા હાઉસના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે લીગલ સેલનાં સંયોજક જે.જે. પટેલે સંમેલન તેમજ વર્તમાન રાજકીય અને સમાજમાં વકીલોની ભૂમિકા અંગે વિસ્તૃત અને છણાવટ ભરી ચર્ચા કરી હતી.
જે.જે.પટેલે જણાવ્યું હતુ કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું હાર્દ છે. ગુજરાતનાં રાજકારણમાં રાજકોટની ભૂમિકા મહત્વની રહી છે. આઝાદીની ચળવળથી લઈ અત્યાર સુધીમાં વકીલો અગ્રેસર રહ્યા છે. વકીલોનો પ્રર્યાય એટલે રાજકારણ આથી એક મંચ પર લાવવા લીગલનો પ્રયત્ન રહ્યો છે. દેશમાં ગુજરાત પ્રદેશ લીગલ સેલનું સંગઠન અને કામગીરી સર્વોતમ રહી છે.ભાજપના મુખ્ય સંગઠનની તાકાતમાં લીગલ સેલનો સિંહ ફાળો રહ્યો છે. લીગલ સેલની સંગઠનનો વ્યાપ વધારી ગાબડા સુધી લઈ જઈ પ્રવકતાની ભૂમિકા અદા કરી અને લોકોના પ્રશ્ર્નોને વાચા આપવા સફળ રહે તેવા પ્રયત્ન કરવામાં આવશે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, સૌરાષ્ટ્રના સાંસદ, ધારાસભ્યો અને મંત્રીઓ રહેશે હાજર
જે.જે.પટેલએ અનિલભાઈની નિયુકતી વિશે જણાવ્યું હતુ કે અનિલભાઈ એવું વ્યકિત્વ છે. એક બીજાને પરોક્ષ છે. તેઓ સૌરાષ્ટ્રમાં વકીલાતનાં વ્યવસાયમાં મોખરાનું સ્થાન ધરાવે છે. સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન અનિલભાઈ કયાંય ઓળખાણ આપવી નથી પડી અને તે પાર્ટીની વિચારધારાને વરેલા છે. આથી આવી વ્યકિત માટે પાર્ટીને કાય વિચારવાનું જ ન હોય અનિલભાઈ પોતાના વ્યવસાયના ભોગે પાર્ટી અને લોકપ્રશ્ર્નો વાચા આપવા હંમેશા તત્પર છે.
વકીલાત અને રાજકારણનો જયારે સમન્વય થાય ત્યારે પ્રજાનો અવાજ લીગલ સેલ મારફતે સરકાર સુધી પહોચાડી લોકોના પ્રશ્ર્નોને વાચા આપી શકાય છે.લોકશાહી મજબુતી માટે વહીવટી પાંખ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓથી ચાલે છે. જેમાં મોટાભાગના વકીલોનો સિંહ ફાળો હોય છે.
લીગલ સેલનાં પ્રદેશ કન્વિનર જે.જે. પટેલ, નવ નિયુકત સહકન્વિનર અનિલભાઈ દેસાઈએ અબતક મીડિયા હાઉસની લીધી શુભેચ્છા મુલાકાત
ભાજપ લીગલ સેલનાં સંગઠનના હોદેદાર રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને પૂર્ણશ મોદીને મંત્રી તરીકે અને ભાવનગર મહાપાલિકાના મેયર તરીકે મહિલા વકીલની જવાબદારી સોપી છે.
સંગઠનના કાર્યક્રમમાં તારીખ પે તારીખ નહીં; સમય પાબંધી રહેશે: સી.આર.પાટીલ
સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનનું ભાજપ લીગલ સેલના મહાસંમેલનના અધ્યક્ષ તરીકે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિ યોજાવાનું છે. આ કાર્યક્રમની સાથે પ્રદેશ ભાજપની કારોબારી સુરત ખાતે હોવા છતા સી.આર. પાટીલે મહાસંમેલનના કાર્યક્રમની તારીખમાં ફેરફાર કર્યા વગર માત્ર સમયમાં ફેરફાર કરી સી.આર. પાટીલ, મંત્રીઓ અને સંગઠનના હોદેદારોને ચાર્ટર પ્લેન મારફતે કાર્યક્રમમાં આવી પહોચ્યા છે. આથી સી.આર. પાટીલની સંગઠનને મહત્વતા આપી એક ઉમદા ઉદાહરણ આપી આથી કાર્યકરોએ પણ બોધ લેવો જરૂરી છે.
વકીલોનો વ્યવસાય સંઘર્ષમય
વકીલોનો વ્યવસાય સંઘર્ષમય રહ્યો છે. જેમાં જુનીયર વકીલોની કામગીરી કરવાની સીસ્ટમ અલગ છે. તેઓ નવા અભ્યાસક્રમ ટેકનોલોજી અને લો પોઈન્ટ પર કામ કરી રહ્યા છે. જયારે અમો ફેકસ પોઈન્ટ પર દલીલ કરી છે. જૂનિયરો પણ સિનિયરને શિખવાડશે અભ્યાસ અને ટ્રેનીંગની સ્કીલ હોવાથી તેમની કામગીરી અલગ રહે છે. વકીલો પોતાના વ્યવસાયની સાથે સામાજીક જવાબદારી નિભાવી લોકપ્રશ્ર્નોને વાચા આપી રહી છે.
નિયુકતીની સાથે સંગઠાત્મક પ્રક્રિયાને વેગવંતી બનાવવા મહાસંમેલનનું બીડુ ઝડપ્યું: અનિલભાઈ
સૌરાષ્ટ્રના સિનિયર ધારાશાસ્ત્રી અને રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટના પૂર્વ ડી.જી.પી. અનિલભાઈ દેશાઈ પર પ્રદેશ ભાજપે વિશ્ર્વાસ મૂકી પ્રદેશ ભાજપ લીગલ સેલનાં સહસંયોજક તરીકે વરણી કરવામાં આવી છે.
વરણી થતા અનિલભાઈ દેશાઈએ ભાજપની વિચારધારા સાથે જોડાયેલા વકીલોને સંગઠનાત્મક પ્રક્રિયામાં જોડી લોકસાહીમાં રચનાત્મક ભૂમિકા ભજવે તેવા પ્રયાસ સાથે અને અનેક પડકારો વચ્ચે અનિલભાઈએ સૌરાષ્ટ્ર-કચ્છનું પ્રથમ વખત રાજકોટ ખાતે મહાસંમેલનનું બીડુ ઝડપી અને તેમના સહયોગી દ્વારા સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.