ભાજપ પ્રેરિત પેનલના પિયુષ શાહનો બીજી વખત અને જયેશ બોઘરાનો પરાજય: એક્ટિવ પેનલના એક માત્ર ધવલ મહેતાનો વિજય
સમરસ પેનલે જો. સેેક્રેટરી, ટ્રેઝરર લાયબ્રેરી અને કારોબારીની નવ બેઠક કબ્જે કરી
રાજકોટ બાર એસો.ની આજે મોચી બજાર સ્થિત સિવિલ કોર્ટ બીલ્ડીંગમાં સવારે ૯ વાગ્યાથી મતદાનમાં વકીલોએ ઉત્સાહભેર મતદાન કરી વન બાર વન વોટ મુજબ નોંધાયેલા ૨૭૨૬ મતમાંથી ૧૮૧૬ મત પડ્યા હતા. અને મોડી સાંજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અને રાત્રે જાહેર થયેલા પરીણામોમાં પેનલો તૂટી હતી જેમાં એકટીવ પેનલનાં પ્રમુખ પદનાં ઉમેદવાર બકુલ રાજાણી અને સેક્રેટરી જીગ્નેશ જોષી રીપીટ થયા છે. જ્યારે સમરસ પેનલનાં ૩ હોદેદારો અને મહિલા સહિત ૮ કારોબારી વિજેતા બન્યા અને એકટીવ પેનલનાં એક માત્ર ધવલ મહેતા કારોબારી સભ્ય પદે વિજય બન્યા છે.
વધુ વિગત મુજબ રાજ્યનાં તમામ બાર એસો.ની ચુંટણીના આજે યોજાયેલા મતદાનમાં પ્રમુખ સહિત ૬ હોદાઓ માટે ૧૩ અને મહિલા સહિત ૯ કારોબારી સભ્યોમાં ૩૧ વકીલોએ ઝંપલાવ્યું હતુ ત્યારે ઉપપ્રમુખ પદે ચુંટણી પૂર્વે ઈન્દ્રસિંહ ઝાલા બીનહરીફ જાહેર થયા હતા. અને એકટીવ પેનલ અને સમરસ પેનલ મુખ્ય જંગ હતો. જેમાં વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ તેમજ સેક્રેટરીમાં વર્તમાન સેક્રેટરી અને પૂર્વ ઉપપ્રમુખ વચ્ચે કાંટે કી ટક્કર સમાન ચુંટણીના પ્રચાર-પ્રસાર કરાયા હતા. અને આજે યોજાયેલી ચુંટણીના મતદાનમાં ૨૭૨૬ પૈકી ૧૭૧૬ મતદારોએ મતદાન કર્યું હતુ.
બપોરે ૩.૩૦ કલાકે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચુંટણીનાં પરીણામોએ અપસેટ સજાર્યા હતા. ભાજપ પ્રેરીત સમરસ પેનલનાં પ્રમુખ અને સેક્રેટરીની કારમી હાર થઈ હતી. જ્યારે એકટીવ પેનલનાં પ્રમુખ પદનાં ઉમેદવાર વર્તમાન પ્રમુખ બકુલભાઈ રાજાણી જંગી લીડથી જીત હાસલ કરી છે. જ્યારે સેક્રેટરીમાં વર્તમાન સેક્રેટરી જીજ્ઞેશ જોષી તેના પ્રતિસ્પર્ધીને જયેશ બોઘરાને ૮૯ મતથી હાર આપી છે જોઈન્ટ સેક્રેટરીમાં એકટીવ પેનલનાં કેતન દવે, ટ્રેઝરરમાં ડી.બી.બગડા સામે એકટીવ પેનલનાં રક્ષીત કલોલાએ ૪૦૦ થી વધુ મતોથી વિજય મેળવ્યો છે. અને લાઈબ્રેરી સેક્રેટરીમાં નિરવ પંડયા સામે સંદિપ વેકરીયા વિજયી થયા છે. મહિલા કારોબારી સહિત ૧૦ સભ્યોમાં ૩૧ ઉમેદવારોએ નસીબ અજમાવ્યું હતુ. જેમાં એકટીવ પેનલનાં એક માત્ર ધવલ મહેતા જાયન્ટ કીલર જાહેર થયા છે. જ્યારે સમરસ પેનલનાં મનીષ આચાર્ય, વિવેક ધનેશા, પંકજ દોંગા, કૈલાશ જાની, અજય પીપળીયા, વિજય રૈયાણી, પીયુષ સખીયા અને રેખાબેન તુવર સહિતનાએ જીત પ્રાપ્ત કરી છે. વિજેતા ઉમેદવારોએ ઢોલ-નગારા અને ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. આજની યોજાયેલી બાર એસો.ની ચુંટણીમાં ભુતકાળની ચુંટણીના બદલો લેવાની ચર્ચાઈ રહયું છે અને આગામી દિવસોમાં બારની ચુંટણીનાં પડઘા કેવા પડે છે તે સમય જ કહેશે.
બારમાં પક્ષથી પર રહી જ્ઞાતિવાદના ધોરણે થયું મતદાન
રાજકોટ બાર એસોશીએસનની ચુંટણીના પરિણામાથી ઘણા નવા સમીકરણો રચાયા છે જેમાં ભાજપ પ્રેરિત પેનલના મુખ્ય બે -રોહા પ્રમુખ-સેક્રેટરીની હાર અને કારોબારોમાં નવ સભ્યોના વિજયથી એડવોકેટોએ રાજકીય પક્ષોથી પર રહી અને જ્ઞાતિવાદના ધોરણે મોટા ભાગના વર્કિલોએ મતદાન કર્યું હોવાથી ઉમેદવારોની જમી પર થી દેખાવ રહ્યું છે.બારના ઈતિહાસમાં પ્રથમ વખત બકુલ રાજાણી અને જીજ્ઞેશ જોષીને વર્કિલો મતદારોએ રિપીટ કર્યા તે શુ સુચવે છે.અને છેલ્લી બારની બે ચુંટણીમાં પડદા પાછળ મરાર થી ઓએ ધાર્યું નિશાન બહાર પાડી એક કાંકરે અનેક નિશાન પાર પાડયા છે.
મારો મત બધા ઉમેદવારોને! વકિલ મતદાર
બુદ્ધિજીવીઓમાં જેની ગણના થાય તેવા એડવોકેટોના વકિલ મંડળની ગત શનિવારે યોજાયેલી ચુંટણીના મતદાન પૂર્ણ થયા બાદ સાંજે હાથ ધરાયેલી મતગણતરીમાં એક બેલેટ પેપરમાં કાયદાશાસ્ત્રીએ મતપત્રકમાં ઉમેદવારોનાં નિશાનને બદલે મારો મત તો બધા વકિલોને આપું છું તો આવું લખવા પાછળનું એડવોકેટનું કારણ શું હોય શકે કે કોઈ નારાજ નથી કરવા કે કોઈને વ્હાલુ નથી થવું તેવું લાગી રહ્યું છે.