રાય, રાયડો અને મેથીની આવક બંધ કરાય
રાજકોટ માર્કેટીંગ યાર્ડ દ્રારા બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી રાય,રાયડો તથા મેથીની આવક સંપૂર્ણ પણે બંધ કરવામાં આવી છે.
ઘઉં,ચણા,ધાણા તથા સુકામરચા ટોકન મુજબ આવક આવવા દેવામાં આવશે.જે ખેડૂતભાઈઓંને યાર્ડ દ્વારા મેસેજ મોકલવામાં આવેતે મુજબ પ્રવેશ આપવામાં આવશે.ટોકનવાળી જણસી ટોકન વગર બિનકાયદેશર રીતે પ્રવેશ કરશે તથા હરરાજીમાં વેચાણ કર્તા માલુમ પડશે તો માર્કેટિંગ યાર્ડ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મગફળી, લસણ, તુવેર,એરંડા તથા કપાસ પાલની ગુરૂવાર સવારે 5 વાગ્યા થી 7 વાગ્યા સુધી જ આવવા દેવામાં આવશે.જીરૂ તથા કપાસભારી ની આવક આજે સાંજે 9 વાગ્યા થી સવારે 7 વાગ્યા સુધી આવવા દેવામાં આવશે. ઉકત જણસી ગુણીમાં હોય તે ગુણીમાં ઉતરાઈ કરવી પાલ કરવો નહી.અન્ય બાકી રહેતી પ્લેટફોર્મમાં ઉતરતી જણસી ની આવક રાબેતા મુજબ 24 (કલાક) આવવા દેવામાં આવશે,જેની સબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી
માવઠાની આગાહીને ધ્યાને લઇ માલ સલામત રીતે ઢાંકીને લાવવાનો રહેશે,તેમજ કમીશન એજન્ટભાઈઓં ઉતારેલ માલને વાતાવરણ ને ધ્યાને લઇ ઢાંકવાની વ્યવસ્થા કરવાની રહેશે,જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી.