Abtak Media Google News

કોંગ્રેસ અને એનએસયુઆઇએ પુરાવા સાથે જિલ્લા કલેકટરને કરી રજુઆત: કલેકટર કચેરીમાં આગેવાનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પોકારી ન્યાયની કરી માંગણી

અબતક, રાજકોટ : રાજકોટના ગેમઝોન આગકાંડને લઈને કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ સાથે શાળા-કોલેજોમાં ગેરકાયદે ખડકાયેલ ડોમને લઈને પણ પુરાવા સાથે રજુઆત કરવામાં આવી હતી. જેને પગલે કલેકટરે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

રાજકોટ શહેરમાં તાજેતરમાં ટીઆરપી ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડના ઘેરા પડઘા પડી રહ્યા છે. આ દુર્ઘટનાને લઈને પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, એનએસયુઆઈના શહેર પ્રમુખ રોહિત રાજપૂત સહિતના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. કોંગી આગેવાનો દ્વારા કલેકટર કચેરીમાં જ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ કલેકટર કચેરીમાં અગાઉથી જ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ આવેદન વેળાએ એનએસયુઆઈના શહેર પ્રમુખ રોહિત રાજપૂત દ્વારા શાળા- કોલેજોમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર છે તેના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જે મામલે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે આ મામલે કોર્પોરેશન અને રૂડા સહિત લગત વિભાગને કહી કાર્યવાહી કરવામાં આવશે.

પુરવઠા અધિકારીને સસ્પેન્ડ કરી ગુનો દાખલ કરો: કોંગ્રેસ

કોંગ્રેસે જણાવ્યું હતુ કે, કોઈપણ પેટ્રોલ પંપે બોટલમાં છૂટુ પેટ્રોલ આપવાની સખત મનાઈ છે ત્યારે 3,000 લીટર જેટલો પેટ્રોલ – ડીઝલનો જથ્થો આ ગેમ ઝોનમાં કઈ રીતે પહોંચ્યો તેની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે.

જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આ ટીઆરપી ગેમ ઝોનને આવો જવલનશીલ પેટ્રોલ – ડીઝલનો જથ્થો સંગ્રહીત કરવા માટેની કોઈ પરવાનગી આપવામાં આવી હતી ખરી? તે બાબતની પુરવઠા વિભાગને કોઈ જાણ હતી ખરી? તે અંગે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે.

આ ટીઆરપી ગેમ ઝોન જે પેટ્રોલ – ડીઝલનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો જે 28 થી વધારે જિંદગીઓને ભરખી જવાનું મુખ્ય કારણ બન્યું છે તે જથ્થો કઈ કંપની દ્વારા કયારથી ક્યાં વાહનો મારફત સપ્લાય કરવામાં આવતો હતો તે બાબતની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે.

આ ટીઆાપી ગેમ ઝોનમાં સંગ્રહિત પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે જિલ્લા પુરવઠા અધિકારી, સબંધીત સણીષત મામલતદાર તેને સંલગ્ન પુરવઠાનો સ્ટાફ અને રેવન્યુ વિભાગના જે તે વિભાગનાં કર્મચારીની જવાબદારી નક્કી કરી તાત્કાલીક ધોરણે તેમને બરતરફ કરવામાં આવે અને તેમની સામે સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.