બાળ આરોપી, મહિલા સહિત 14 શખ્સોએ 36 ગુનાઓ આચરતી ટોળકી સામે એસ.પી. મનોહરસિંહ જાડેજાએ સપાટો બોલાવ્યો
10 શખ્સોની ધરપકડ કરી સુત્રધાર સહિત બેનો જેલમાંથી કબ્જો મેળવી રિમાંડ મેળવાશે
સોરઠ પંથકમાં હાહાકાર મચાવનાર અને હાલ હત્યાના ગુનામાં જેલમાં રહેલા સિકંદરના પુત્ર ગેંગ લીડર
ગિર સોમનાથ જિલ્લામાં ગેંગ બનાવી ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી ટોળકી સામે એસ.પી. મનોહરસિંહ જાડેજાએ સપાટો બોલાવી 14 શખ્સો સામે રાજય સરકાર દ્વારા સુધારેલા કાયદો ગુજશીટોક હેઠળ કાર્યવાહી કરતા જિલ્લાના માથાભારે શખ્સોમાં સન્નાટો મચી જવા પામ્યો છે. ગેંગના બે સુત્રધાર મહિલા બાળ આરોપી સહિત 14 શખ્સો પૈકી 11ની ધરપકડ કરી અને બે શખ્સો જેલમાં હોવાથી કબ્જો લેવામાં આવશે.
ભાજપ સરકાર દ્વારા રાજયમાં સંગઠીત થઈ ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી ટોળકી સામે વર્ષ 2015માં કાયદામાં સુધારો કરી ગુજશીટોક અન્વયેકામગીરી કરી ગુના આચરતી ગેંગને નિયંત્રણ લેવામાં આવે છે.
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઉનાનો ખોડીયારનગરમાં રહેતો રઘુ રવિ બાંભણીયા અને ઉનાના નીચલા રહીમનગરમાં રહેતો સલમાન મુકતાર નામના બંને શખ્સો ગેંગ બનાવી સાગ્રીતો મારફતે ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતા હોવાની જૂનાગઢ રેન્જ વડા મયંકસિંહ ચાવડા અને ગીર સોમનાથ જિલ્લા એસ.પી. મનોહરસિંહ જાડેજાના ધ્યાને આવતા ગુજશીટોક હેઠળ કાર્યવાહી કરી હતી.ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લાં ઘણા વર્ષોથી સંગઠીત ગુના આચરતી રઘુ 2વી બાંભણીયા (રહે. ખોડીયારનગર, ઉના) અને સલમાન મુકતાર બ્લોચ (રહે. નીચલા રહીમનગર, ઉના)ની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. ટોળકીના 14 સભ્યોમાંથી હાલ પોલીસે 11ની ધરપકડ કરી છે. 2 સભ્યો જેલમાં હોવાથી તેમનો કબજો લેવા તજવીજ શરૂ કરી છે. આ ગેંગમાં એક મહિલા પણ છે.
આ બંનેની ટોળકીએ પોતાના 1ર સાગરીતો સાથે મળી અત્યાર સુધીમાં 36 ગુનાઓ આચર્યાનું ખુલ્યું હતું. જેના આધારે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
ટોળકીનો ગેંગ લીડર રઘુ હાલ જૂનાગઢ જેલમાં છે તેના વિરૃધ્ધ મારામારી, ધાક-ધમકી ખુનની કોશીષ, એટ્રોસીટી, લુંટ સહિત 1પ ગુના ઉના પોલીસમાં નોંધાયા છે. બીજો ગેંગ લીડર સલમાન વિરૃધ્ધ ઉના પોલીસ મથકમાં મારામારી, ખુનની ધમકી આપવી, લુંટ સહિતના 6 ગુના નોંધાયા છે.
ગેંગના સાગરીત મોઈન ઉર્ફે મોન્ટી હુશેન બ્લોચ (રહે. ઉના) વિરૃધ્ધ મારામારી, ધાકધમકી, પ્રોહિબીશન સહિત 4, રવી બાબુ બાંભણીયા (રહે. ખોડીયારનગર, ઉના) હાલ સાબરમતી જેલમાં છે. તેના વિરૃધ્ધ મારામારી, ધાકધમકી, લુંટ, એટ્રોસીટી સહિત 4 ગુના નોંધાયા છે. ગેંગમાં સામેલ સગીર હાલ બાલ સંરક્ષણ ગૃહમાં છે. તેના વિરૃધ્ધ ઉના પોલીસ મથકમાં જ લુંટ, અપહરણ, ચોરી, મારામારી, ધાકધમકી આપવા સહિત 1ર ગુના નોંધાયેલા છે.
ગેંગના 6ઠ્ઠા સભ્ય મિલન ગોવિંદ ચાવડા વિરૃધ્ધ રાયોટીંગ, મારામારી, લુંટ સહિત ર ગુના, રોહિત અનુભાઈ પરમાર (રહે. ગીરગઢડા રોડ, રહીમનગર) વિરૃધ્ધ લુંટ સહિત ર ગુના, લાલજી ઉર્ફે લાલો ઉર્ફે ચીબરી દેવશી બાંભણીયા (રહે. ઉના) વિરૃધ્ધ રાયોટીંગ, ખુનની કોશીષા અને પ્રોહિબીશન સહિત ર ગુના. અનવરશા મહમદશા કુરેશી (રહે. ઉપલા રહીમનગર, ઉના) વિરૃધ્ધ લુંટ, પ્રોહિબીશન સહિત ર ગુના. જીશાન ઉર્ફે અબાડો મુકતાર બ્લોચ (રહે. રહીમનગર, ઉના) વિરૃધ્ધ મારામારી, રાયોટીંગ, બળજબરીથી પડાવી લેવું, આર્મ્સ એકટ ખુનની કોશીષ સહિત 8 ગુના, અરબાઝ આબેદ બ્લોચ (રહે. નીચલા રહીમનગર, ઉના) વિરૃધ્ધ મારામારી, લુંટ, રાયોટીંગ સહિત 3 ગુના. અનીશ સિકંદર જાંખરા (રહે. કોર્ટ વિસ્તાર, ઉના) વિરૃધ્ધ મારામારી, ખુન, રાયોટીંગ સહિત 6 ગુના અને જયેશ ધનજી બારીયા (રહે. ખોડીયારનગર, ઉના) વિરૃધ્ધ ચોરી, મારમારી સહિતના 6 ગુના નોંધાયેલા છે. 10 આરોપી અને સગીર સહિત કુલ 11ની ધરપકડ કરવામાં આવી છે. મહિલા આરોપીની શોધખોળ હાલ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જીલ્લામાં ગુજસીટોક હેઠળ આ બીજો ગુનો નોંધાયો છે.
મનોહરસિંહએ રાજકોટની ગેંગ સામે કાયદાનો કસંજો કસ્યો
રાજકોટ શહેરના તત્કાલિન ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પોતાના કાર્યકાળ દરમિયાન જંક્શન પ્લોટ વિસ્તારમાં તરખાટ મચાવનાર ભીસ્તીવાડની ગેંગના 11 શખ્સો સામે પણ ગુજશીટોક હેઠળ કાર્યવાહી કરી ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી ટોળકી સામે કાયદાનો કસંજો કસ્યો હતો. મનોહરસિંહ જાડેજાની કાબીલેદાદ કામગીરીને આજે પણ રાજકોટવાસીઓએ યાદ કરી રહ્યા છે.