ડીજીપી, આઈપીજી સહિત ૫૧૫ આઈપીએસ અધિકારીઓએ આઈપીઆર ફાઈલ ન કરતા ગૃહ મંત્રાલયનું કડક વલણ

ડીજીપી, આઈજીપી સહિતના દેશભરનાં ૫૦૦ આઈપીએસ અધિકારીઓ ઉપર સંપતિ જાહેર ન કરવા બદલ કડક પગલા તોળાઈ રહ્યા છે. આ ૫૦૦ આઈપીએસ અધિકારીઓ વર્ષ ૨૦૧૬માં સંપતિની માહિતી આપવામાં નિષ્ફળ રહ્યા છે. જેના પગલે તેમના પ્રમોશનમાં ભારે મુશ્કેલી આવી શકે છે અથવા પ્રમોશન પણ રદ થઈ શકે છે.

ઓલ ઈન્ડિયા સર્વિસીઝ (ક્ધકટ) ૧૯૬૮ના નિયમો અનુસાર આઈપીએસ (ઈન્ડિયન પોલીસ સર્વિસ) અધિકારીઓએ દર વર્ષે ૩૧ જાન્યુઆરી સુધીમાં ગૃહમંત્રાલયને પોતાની સંપતીની માહિતી (ઈનમુવેબલ પ્રોપટી રીટર્ન) અને રીટર્ન ફાઈલ કરવાનું હોય છે તેમ છતાં હજુ સુધી ૫૧૫ આઈપીએસ અધિકારીઓએ આઈપીઆર ફાઈલ કર્યું નથી. હાલ, દેશમાં કુલ ૩૯૦૫ આઈપીએસ અધિકારીઓ છે જેની સામે ૩૩૯૦ આઈપીએસ અધિકારીઓએ રીટર્ન ફાઈલ કરેલા છે. બાકીના ૫૧૫ આઈપીએસ અધિકારીઓએ રીટર્ન ફાઈલ ન કરતા તેમનું કેરિયર પ્રભાવિત થાય તેવી સંભાવના છે.

ગૃહ મંત્રાલય આ આઈપીએસ અધિકારીઓના પ્રમોશન રોકી શકે છે અને તેઓને વિજિલન્સ કલીયરન્સ આપવાથી પણ ઈન્કાર કરી શકે છે. જેનાથી સંવેદનશીલ પદો ઉપર અધિકારીઓની નિમણુક અટકી શકે છે. આઈપીએસ અધિકારીઓની સેવાનું સંચાલન ગૃહ મંત્રાલય દ્વારા જ થાય છે. આ પરિસ્થિતિથી નીપરવા ગૃહમંત્રાલયે તમામ રાજય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પોતાની હેઠળ કાર્યરત અધિકારીઓ પાસેથી જવાબ માંગવા કહ્યું છે તેમને પુછાયું છે કે તેઓએ શા માટે હજુ સુધી આઈપીઆર ફાઈલ કરેલ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.