તામિલનાડુંના રાજકારણમાં હવે સાઉથની ફિલ્મો કરતાં વધુ એક્શન અને થ્રીલર સીન જોવા મળશે. દક્ષિણનાં બે સુપરસ્ટાર રાજકારણમાં એન્ટ્રી મારી ચૂક્યાં છે અને હવે તેઓ એકબીજાની સામસામે આવી ગયાં છે. પહેલા સુપરસ્ટાર રજનીકાંતે રાજકારણમાં પ્રવેશ કરવા અંગેની જાહેરાત કરી હતી અને હવે કમલ હાસને પણ પોતાનો રાજકીય પક્ષ બનાવવા માટેની જાહેરાત કરી છે.
કમલ હાસને એક તમિલ મેગેઝિનમાં પોતાની સાપ્તાહિક કોલમ દ્વારા તમિલ સમુદાયનાં લોકોને જીતવાની કોશિશ કરી હતી. લખ્યું છે કે,”હું રાજનીતિ દ્વારા મારૂં કર્તવ્ય અદા કરી રહ્યો છું. સૌ પહેલાં હું મારા ચાહકોને મળીશ, પરંતુ આ કોઈ સેલિબ્રિટીની પાર્ટી જેવું રહેશે નહીં. કમલ હાસને પોતાની કોલમમાં પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત તેમને પોતાની કોલમમાં પોતાનાં સંઘર્ષની વાત કરી છે અને સ્વયંને તમિલ અસ્મિતા સાથે સાંકળેલ છે. કમલ હાસને સુપરસ્ટાર રજનીકાંત સામે નિશાન તાકતાં જણાવ્યું છે કે રજનીકાંત મૂળભૂત રીતે તમિલ નથી, તેઓ મરાઠી છે.