ગુજરાતના સાબરકાંઠા જીલ્લામાં આવેલું એક ઐતિહાસિક નગર એટલે ઈડર જે પોતાની કોખમાં હજારો વર્ષ જૂની યાદો અને ઐતિહાસિક વારસો જાળવીને બેઠું છે ત્યારે અહી અરવલ્લીની ગિરિમાળાઓમાં ખડકોના પર્વતો આવેલા છે આ ખડકોની પર્વત માળામાં ઈડરિયો ગઢ અને ઈડર શહેર વસેલું છે અને આ ઈડરિયા ગઢ ઉપર કેટલાય જોવાલાયક સ્થળો આવેલા છે જેમાં પર્વતની ટોચ ઉપર આવેલ રમણીય લાગતું એવું રૂઠી રાણીનું મારિયું,દોલત વિલાસ પેલેસ,રણમલની ચોકી,વેણી વચ્છરાજ કુંડ,હિન્દુ, મુસ્લિમ અને જૈન ધર્મના પવિત્ર દેવ સ્થાનો વિગેરે ઐતિહાસિક સ્થાનો આવેલા છે જો આસપાસ અન્ય જોવાલાયક સ્થળોની વાત કરવામાં આવે તો શ્રીમદ્ રાજચંદ્ર વિહાર,ખોખાનાથા મહાદેવ,કર્ણવનાથ મંદિર,લાકડાના રમકડા માટે જાણીતું એવું ખરાદી બજાર,ઐતિહાસિક ટાવર, ધુરેટા દરવાજા વિગેરે ઐતિહાસિક જોવાલાયક સ્થળો આવેલા છે પરંતુ આ ઈડર શહેરને રાજ્ય સરકાર પર્યટક સ્થળ તરીકે વિકસાવવાની વાતો તો કરે છે અને તેને પ્રવાસન વિભાગ હેઠળ સમાવી પણ લીધું છે અને થોડું ઘણું કામ પણ કર્યું છે
સગવડોના અભાવને કારણે પર્યટકોમાં ઘટાડો, ઈડરનો વિકાસ કરવામાં આવે તો સ્થાનિકોને રોજગારી મળી શકે
પરંતુ અહી પર્યટક સ્થળ તરીકેનો વિકાસ જોવામાં આવેતો સુવિધાઓના નામે હજુ પણ મીંડું છે જો એક નજર પડોસી રાજ્ય રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં આવેલા પર્યટક સ્થળોને રાજસ્થાન પ્રવાસન વિભાગ દ્વારા તમામ પર્યટક સ્થળોનો વિકાસ કરવામાં ખૂબ રસ ધરાવે છે અને જેને કારણે ગુજરાતીઓ રજાઓ ગાળવા રાજસ્થાનમાં આવેલા પર્યટક સ્થળો વધુ પસંદ કરે છે જ્યાં પ્રવાસીઓને જરૂરિયાત અનુસાર સગવડો મળી રહે છે જ્યારે રાજસ્થાન પ્રવાસન વિભાગની સરખામણીમાં જોવામાં આવે તો ગુજરાત પ્રવાસન વિભાગ નીરસ જોવા મળી રહ્યું છે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે કેટલાક જાગૃત નાગરિકોનું કહેવું છે કે જો રાજસ્થાનના પર્યટક સ્થળોની જેમ ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ઈડરને પણ પર્યટક સ્થળ તરીકેનો જો પૂરેપૂરો વિકાસ કરવામાં આવે તો ગુજરાતના પ્રવાસીઓ જે અન્ય રાજ્યમાં હરવા ફરવા જાય છે તે પોતાના રાજ્યમાં જ હરવા ફરવાનું પસંદ કરે તેમાં કોઈ નવાઈ નહીં જ્યારે આ મામલે ગુજરાત પ્રવાસન વિભાગે વિચારવાની જરૂર છે
પરંતુ રાજ્ય પ્રવાસન વિભાગને ઈડરિયા ગઢ ઉપર હજુ ઘણું કામ કરવાનું બાકી છે અત્રે ઉલ્લેખનીય છેકે ઈડરના ડુંગરો થી પ્રભાવિત થઈને બોલીવુડના મહાનાયક એવા અમિતાભ બચ્ચન પણ અહીં કભી કભી આલ્બમનું શૂટિંગ પણ કર્યું હતું ત્યારબાદ હિન્દી ફિલ્મ જગતના બીજા એક્ટર એવા રણવીરસિંહ પણ આજ ઈડરમાં હિન્દી ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાતી ફિલ્મોથી માંડીને હિન્દી ફિલ્મો માટે ઈડર શહેર જાણીતું બન્યું છે અને જો ઈડરના પર્યટક સ્થળ તરીકેનો વિકાસ થાય તો અહીંના સ્થાનિક લોકોને રોજગારી મળી શકે તેમ છે ત્યારે રાજ્ય સરકાર ઈડરના પર્યટક સ્થળ તરીકે વિકસાવવા માટે રસ લે તે જરૂરી બન્યું છે.