24 કલાકમાં ફરિયાદોનો નિકાલ કરવા, મચ્છરોની ઉત્પતી જણાય તો આકરી કાર્યવાહી કરવા આદેશ આપતા મેયર
રોગચાળાના નિયંત્રણ માટે મેયર ડો.પ્રદિપ ડવે આરોગ્ય અને મેલેરિયા વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં રોગચાળાને ઉગતો ડામી દેવા એક્શન પ્લાન તૈયાર કરાયો છે.
મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું કે, મચ્છરોની ઉત્પતિ રોકવા ઝુંબેશ શરૂ કરવા, લોકોમાં જાગૃતતા આવે તે માટે ડોર ટુ ડોર મુલાકાત લઈ પાણી ભરેલ વાસણો, ખુલ્લા ટાંકા વગેરેમાં મચ્છરના પોરા ન થાય તે માટે પાણી ભરેલ પાત્રોમાં દવાનો છંટકાવ કરવો, બિન જરૂરી ભંગાર, પક્ષીકુંડ ખાલી કરી પાણી ન ભરાય તે રીતે રાખવા તથા લોકોને આરોગ્ય શિક્ષણ આપી રોગ અટકાયતી કામગીરી કરવા તાકીદ કરી હતી.
રોગચાળાને નાથવા એક્શન પ્લાન ઘડાયો છે. જેમાં એક જ વિસ્તારમાંથી એક સાથે વધુ કેસ રીપોર્ટ થાય તેવા વિસ્તારોને પ્રાધાન્ય આપવું. દરેક હાઇરીસ્ક વિસ્તારોમાં પોરાનાશક કામગીરી કરાવવી. વરસાદી ખાડા, ખાબોચીયા ભરાતા પાણીમાં નિયમિત દવા છંટકાવ કરવો. ફરિયાદનો 24 કલાકની અંદર નિકાલ કરવો. દરેક દવા, એન્ટી મેલેરીયલ ડ્રગનો જથ્થો ઉપલબ્ધ રાખવો. સાધસામગ્રી ચકાસી લેવા અને ફિલ્ડમાં ચાલુ હાલતમાં ઉપલબ્ધ રાખવા. મચ્છર ઉત્પતિ માલુમ પડે ત્યાં નોટીસ આપવાની વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી સઘન બનાવવી. દરેક બાંધકામ સાઈટ પર ભરાયેલ વરસાદી પાણીમાં બળેલ ઓઈલ નાખવામાં તેવી સુચનાઓ આપવી. હાઇરીસ્ક વિસ્તાર તથા સોસાયટીમાં રાત્રી સભાનું આયોજન કરવું તથા આરોગ્ય કાર્યક્રમો યોજવા. આવશ્યકતા અનુસાર જાહેર રજાઓમાં પણ કામગીરી કરવામાં આવશે.
રહેણાંકની સાથે સાથે અન્ય કોર્મશીયલ પ્રિમાઇસીસની મચ્છર ઉત્પતિ સબબ ચેકીંગ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ અથવા મચ્છર ઉત્પતિની શકયતા જોવા મળેલ તેવા જવાબદાર આસામીને નોટીસ આ5વાની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ જાન્યુમાસ થી જુલાઇ 11927 રહેણાંક અને 3627 કોર્મશીયલ આસામીને નોટીસ આ5વાની કામગીરી કરવામાં આવેલ છે.
આ મિટીંગમાં ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિ ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા, નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડ, બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ, મેડીકલ ઓફિસર, મેલેરિયા ઇન્સ્પેકટર, સુપીરિયર ફાઈલ વર્કર વગેરે સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.