રીઢા તસ્કરોના ફોટા કેસ બારી અને દવા બારીએ લગાવાશે: પોલીસ અધિકારીઓના નંબર જાહેર સ્થળે લખી ચોરીની ઘટના અંગે જાણ કરવા અનુરોધ
એસીપી પી.કે.દિયોરા અને પીઆઈ ફર્નાન્ડિઝની ટીમે સિવિલ હોસ્પિટલમાં આરએમઓ ડો.ચાવડાને સાથે રાખી કર્યું સરપ્રાઇઝ ચેકીંગ
સૌરાષ્ટ્ર પરના દર્દીઓ માટે કેન્દ્ર સમાન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીઓના અંજામ બેફામ વધ્યા છે જે બાબતે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ને ત્યાં ને આવતા તેમની સૂચનાથી આજરોજ એસીપી દિયોરા અને પી.આઈ ફર્નાન્ડિઝ દ્વારા આરએમઓ ડો. મહેન્દ્ર ચાવડાને સાથે રાખી હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ સિક્યુરિટી ગાર્ડને પણ સતર્કતાથી ફરજ બજાવવા માટે સૂચન કર્યું હતું. તો બીજી તરફ સૌથી વધારે ભીડ પોપિડી બિલ્ડિંગમાં જોવા મળતી હોય ત્યાં માત્ર એક જ સીસીટીવી કેમેરો ચાલુ હોય જેને તાકીદે સંખ્યા વધારવા માટે પણ હોસ્પિટલ તંત્રને સુચના આપવામાં આવી છે.
હોસ્પિટલ તંત્રને કેસબારી અને દવાબારી પર વધારાના સીસીટીવી લગાવવા પોલીસની અપીલ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી મોબાઈલ અને વાહન ચોરીના ગઠીયા માટે એપી સેન્ટર બની રહ્યું છે. છેલ્લા ચાર દિવસમાં ના ફક્ત દર્દી કે તેના સગા સંબંધી પરંતુ તબીબોના પણ ફોન ચોરાયાની ઘટનાઓ સામે આવતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા આ અંગે એક્શન પ્લાન બનાવવા માટે એસીપીને સૂચન કર્યું છે. વજેની કાર્યવાહીમાં આજરોજ એસીપી પી.કે. દીયોરા અને પી.આઈ ફર્નાન્ડિઝ સહિતના સ્ટાફે હોસ્પિટલમાં ઓપીડી સેન્ટર અને ટ્રોમા કેર સેન્ટરમાં આરએમઓ ડોક્ટર મહેન્દ્ર ચાવડા સાથે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓને અનેક તૂટીઓ સામે આવતા સિક્યોરિટી ગાર્ડને પણ સૂચનો કર્યા હતા આ સાથે હોસ્પિટલ તંત્રને પણ અનેક બાબતો ધ્યાને મુકાવી હતી.
એસીપી દ્વારા સિક્યુરિટી ઇન્ચાર્જ સહિતના સ્ટાફને સતર્કતાથી કામગીરી કરવા માટે સૂચન કર્યું હતું. હોસ્પિટલમાં આવતા સ્ટાફ અને દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓને પણ વાહનમાં ફરજિયાત લોક મારવા માટે સિક્યુરિટીને કામગીરી સોંપી હતી. એસીપી અને પીઆઇ દ્વારા સિક્યુરિટી સામે લાલ આંખ કરતા સિક્યુરિટી એ પણ પોતાનો બચાવ પક્ષ રજૂ કર્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે સિક્યુરિટી સ્ટાફ દ્વારા પકડવામાં આવતા ગઠીયાઓ અને ચોરોને પકડીને પોલીસ મથકે સો પીએ છીએ જ્યાં આ તસ્કરોની કલાકોમાં જામીન થઈ જાય છે.
સમયાંતરે પોલીસ દ્વારા સતત ચેકીંગ કરાશે અને સિક્યુરિટીને સતર્કતા સાથે ફરજ બજાવવા સૂચનો કર્યા
તો બીજી તરફ હવે આગામી સમયમાં હું જ પોલીસ અધિકારી અને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવશે જેમાં પોલીસના એક્શન પ્લાન ને રજૂ કરવામાં આવશે. ઓપીડી બિલ્ડિંગમાં અને જ્યાં દર્દીઓની કે તેમના સંબંધોની વધુ ભીડ રહેતી હોય તેવા બોર્ડમાં વધુ સીસીટીવી કેમેરા લગાવવા માટે સૂચન કર્યું હતું.
સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન એસીપી દિયોરા ના ધ્યાને એક વાત આવી હતી જેમાં રાત્રિના ત્રણ વાગ્યે કોઈ અજાણ્યો શખ્સ રોમાના ચોથા માળે જતો દેખાઈ રહ્યો છે. ઉપર જતા આ શખ્સને કોઈપણ સિક્યુરિટી ગાર્ડન અટકાવીને તપાસ કરી ન હતી જે બાદમાં આ શખ્સ દ્વારા જ દર્દીના સંબંધીનો મોબાઇલ ફેરવી લેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
હોસ્પિટલમાં રીઢા તસ્કર ભાવેશનો તરખાટ
સિવિલ હોસ્પિટલમાં ચોરી કરતા અનેક વાર પકડાયેલા ભાવેસે હોસ્પિટલમાં તરખાટ મચાવ્યો છે. ટ્રાફિકનો લાભ લઇ લોકોના ખિસ્સામાંથી મોબાઇલ, પર્સ સેરવી લેવાની ટેવ ધરાવતો ભાવેશ પકડાતા જ પોતે જાતે બ્લેડથી લોહી કાઢી ખેલ કરવા લાગે છે.જેથી પોલીસનો પણ તે માથાનો દુખાવો બન્યો છે. થોડા દિવસ પહેલા જ તે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં મોબાઇલ ફોન સેરવવાનો પ્રયાસ કરતાં રંગેહાથ પકડાઇ ગયો હતો. ત્યારે પોલીસે તેને પકડી લેતા જાતે લોહી કાઢી જમીન પર ઓળોટવા લાગ્યો હતો જેથી તેને સારવાર માટે દાખલ કરાયો હતો. પરંતુ ત્યાંથી થોડીવાર બાદ છનનન થઇ ગયો હતો.