મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવદંપતિઓને આશીર્વાદ આપ્યા
અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે શેઠશ્રી ગોપાલભાઇ વસ્તરપરાના જી.પી. વસ્તરપરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫૩ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા.
આ સમુહ લગ્નમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી રાજય સભાના સાંસદ રુપાલા, કૃષિ મંત્રી આર.સી.ફળદુ અમરેલી જીલ્લાના સાંસદ નારણભાઇ કાછડીયા નાસ્કોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણી તેમજ વિવિધ રાજકીય આગેવાનો ઉદ્યોગપતિઓ તેમજ વિવિધ સંગઠનોના આગેવાનો પણ ઉ૫સ્થિત રહ્યા હતા.
આ પ્રસંગના પ્રખર રામાયણી સંતશ્રી મોરારીબાપુ, જુનાગઢના સંત પૂ. શેરનાથ બાપુ, ગઢડા સ્વા. મંદીરના મંહત એસ.પી. સ્વામી, સુરત રામઢીના મહેત શ્રી મુળદાસબાપુ, પાળીયાદના ગાદીપતિ પુઉ નિર્મળાબા, બાબરા ગરણીના શકિતપીઠના પૂ. વાલીબાઇમા વગેરે સંતો મહંતો પ્રસંગને અનુરુપ આશિવચન આપવા પર્ધાયા હતા.
આ પ્રસંગનું દિપ પ્રાગટય રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ પૂ.સંત મોરારીબાપુ, પૂ. શેરનાથ બાપુ: પૂ. નિર્મળાબાપુ, પૂ. મુળદાસ બાપુ તેમજ શ્રી રુપાલા સાહેબે કર્યુ હતું.
આ સમુહલગ્નમાં આશરે એક લાખથી પણ વધારે લોકો ઉ૫સ્થિત રહ્યા હતા. તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અંદાજે પાંચ હજાર સ્વયંસેવકો ખડેપગે રહ્યા હતા તેમજ આ પ્રસંગમાં કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર જીલ્લા પોલીસ સ્ટાફે પણ પોતાની ફરજ બજાવી રહ્યા હતા આ કાર્યક્રમને લાઇવ ટેલીકાસ્ટ કરવા માટે વિવિધ મીડીયા કર્મચારીઓ પણ ઉ૫સ્થિત રહ્યા હતા.
આ સમુહ લગ્નમાં બાબરાના વોલીએન્ટર ગ્રુપ દ્વારા રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો દ્વારા રકતદાન કર્યુ હતું જેમાં અંદાજે ૪૦૦ બોટલ લોહી એકત્રિત થયું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,