સૌરા.યુનિ.ના અંગ્રેજી ડિપાર્ટમેન્ટની પ્રવેશ પ્રક્રિયામાં વારંવાર થતા ગોટાળા અંગે ડો. નિદત બારોટની લેખીતમાં રજૂઆત: તાકીદે પગલા લેવા માંગ
હંમેશા ખોટા એડમિશન આપવા ટેવાયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશમાં આ વખતે પણ પ્રવેશ પીએચડીમાં ભૂલો કરવામાં આવી છે. આ સાથે જોડેલ યાદીમાં ઓપન જનરલ કેટેગરીમાં અપાયેલ પ્રવેશ મેરીટ નંબર 6, ખરેખર જનરલ કેટેગરીમાં પ્રવેશ મેળવા લાયકાત ધરાવતો નથી. જનરલ કેટેગરીમાં પ્રવેશ અનામતમાં આવતા વિદ્યાર્થીને તોજ મળે, જો એની અન્ય લાયકાત જનરલ કેટેગરીં માટે જરૂરી હોય તે પુરી થતી હોય . મને માહિતી છે તે મુજબ આ વિદ્યાર્થી બક્ષીપંચમાં આવે છે, તેને અનુસ્નાતક કક્ષાએ 55 % થતા નથી, માટે અન્ય મેરીટને આધારે તેને પ્રવેશ ફરજિયાત બક્ષીપંચની સીટ પર આપવો પડે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ડીપાર્ટમેન્ટ ઇંગ્લિશ પ્રવેશ કાર્યવાહીમાં હંમેશા જાણી જોઈ ને ભૂલો કરવા ટેવાયેલ છે. અગાઉ એમ.ફીલ પ્રવેશ બાબતે પણ વિવાદ થયો હતો . ગત વર્ષે પીએચડી પ્રવેશ વખતે પણ વિવાદ થયો હતો. એમ.એ. ઈગ્લીશ જૂન 2022 વખતે પણ અનામત વિદ્યાર્થીઓને અન્યાય કર્યો હતો પાછળથી મને યુનિવર્સિટીએ લખીને આપેલ પત્રમાં જણાવ્યું હતું શરત ચૂક થી ખોટો પ્રવેશ આપયેલ છે . એક વિદ્યાર્થીની મહિલા અયોગમાં ગઈ, ત્યારે તેને પ્રવેશ આપવો પડયો હતો. આ ઉપરાંત પ્રવેશ કાર્યવાહી પત્યા પછી ન્યૂઝ પેપરમાં જાહેરાત આપ્યા વગર, ફોર્મ ભરનાર વિદ્યાર્થીને ખાનગી રીતે પ્રવેશ આપ્યો હતો.
આટલી ફરિયાદો પછી પણ કોઈ પગલાં લેવાતા નથી જે દર્શાવે છે કે યુનિવર્સિટીનું વહીવટી તંત્ર પણ ગુનાહિત બેદરકારી રાખી રહ્યું છે.
પી.એચ.ડી. જેવી સર્વોચ્ચ પદવીના પ્રવેશમાં એક પ્રવેશની ભૂલને કારણે, જનરલ કેટેગરીમાં આવતા એક વિદ્યાર્થીને અન્યાય થયો અને તેની કારકિર્દીને ના પુરી શકાય તેવી ખોટ ગઈ. હવે તે વિદ્યાર્થીએ ફરી પરીક્ષા આપવાની અને ફરી ડીઆરસી સમક્ષ આવવાનું અને જો તે વખતે મેરીટ માં આવે તો તેને પ્રવેશ મળે. આ વખતે આ વિદ્યાર્થીને મળવા પાત્ર પ્રવેશ યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશના કરતા હર્તા લોકો ને કારણે ગુમાવવો પડ્યો. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો.નિદત બારોટે આ મુદે યોગ્ય તપાસ કરી જવાબદાર સામે પગલાલેવા રજૂાઅત કરી છે.