ટોળા એકત્ર કરનારા પાંચ મૂર્તિ બનાવનારા સામે પણ ફરિયાદ નોંધાઈ
જામનગરમાં પોલીસે જુદા જુદા સ્થળોએ ચેકીંગ કરી સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરાવતા વેપારી-રેકડીધારકો, નાસ્તાવાળાઓ સામે કાર્યવાહી કરી હતી. કારણવગર આંટા મારતા શખ્સોને પકડવામાં આવ્યા હતાં. તેમજ મૂર્તિનું વેચાણ કરતા પાંચ વેપારીએ સોશ્યલ ડીસ્ટન્સ નહીં રખાવતા કાયદાનો ડંડો ઉગામી ગુન્હો નોંધ્યો હતો.
જામનગર શહેર તથા જિલ્લામાં પોલીસ દ્વારા જાહેરનામાની અમલવારી કરાવવામાં માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમયમર્યાદાનો ભંગ કરી મોડે સુધી ચાલુ રહેતી દુકાનો તેમજ ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થતા હોય તેવા વ્યાપારી સંસ્થાનો, રેકડીઓ પર ધોસ બોલાવાઈ છે.
નગરના દિગ્જામ સર્કલ પાસે શાકબકાલાની રેકડી ચલાવતા ગોપાલ મંગુભાઈ ભીલ, સત્યમ્ કોલોની પાસેથી અશોક હંસરાજ સોનગરા, એમ્યુઝમેન્ટ પાર્ક પાસેથી મિલન મનસુખભાઈ વસીયર, ખોડીયાર કોલોનીમાંથી પ્રેમ હરજીભાઈ મારવાડી, બર્ધન ચોકમાંથી પુનિત રાજેશભાઈ નાખવા, આશાપુરા મંદિર પાસેથી ઈમ્તિયાઝ અબ્બાસ સિપાઈ, ગોકુલનગર પાસેથી જયરાજસિંહ નોંધુભા જાડેજા નામના રેકડીધારક ચારથી વધુ ગ્રાહકને એકઠા કરી ધંધો કરતા પકડાયા હતાં.
નગરના પાંચ હાટડી વિસ્તારમાં ધાર શક્તિ ભરસાણ નામની દુકાન ચલાવતા કૌશિક ચંદુલાલ કંદોઈએ શનિવારે જાહેરનામાનો ભંગ કરી પોતાની દુકાન મોડે સુધી ચાલુ રાખી હતી જ્યારે જાકીર અબ્દુલલતીફ સિપાઈએ પોતાની ભજીયાની રેકડી, ગોકુલનગર પાણાખાણમાં ખોડીયાર પ્રોવિઝન નામની દુકાન ચલાવતા મુરુભાઈ નગાભાઈ આહિર, મયુર નગરમાં અજય લાલભાઈ આહિરએ કરિયાણાની દુકાન મોડે સુધી ધમધમતી રાખી હતી. દિગ્વિજય પ્લોટમાં ગિરીશ મહેન્દ્રભાઈ મંગેએ પોતાની રેકડીએ ગ્રાહકોની ભીડ ભેગી કરી હતી. નઈમ યુસુફ ગોલવાળાએ પણ ભીડ એકઠી કરી વ્યવસાય કરતા હતાં. પાંચહાટકડીમાં ફીરોઝ હારૃન ગજીયાએ પોતાની પાન-મસાલાની હોલસેલની દુકાન અને મહોમદ કૈફ કાદરભાઈ ખત્રીએ પોતાની બાંધણીની દુકાન સાડા આઠ વાગ્યા સુધી ખુલી રાખી હતી.
રોઝી પેટ્રોલ પંપ પાસે નરેન્દ્ર હાસનદાસ કટારમલે દીપ પાન એન્ડ કોલ્ડ્રીક નામની દુકાન ચાલુ રાખી હતી અને ખોડીયાર કોલોનીમાં સંદીપ દિલીપભાઈ જાદવે મોડે સુધી ઘુઘરા વેચવાનું અને સરૃ સેક્શન રોડ પર ગવર્મેન્ટ કોલોની પાસે ભુરા રામપ્રસાદ કુશવાહાએ પાણી પુરી વેચવાનું મોડે સુધી ચાલુ રાખતા પોલીસે ગુન્હા નોંધ્યા હતાં.
કારણવગર આંટા મારવા સામે જિલ્લા કલેક્ટરનું જાહેરનામું હોવા છતાં શનિવારે રાત્રે પોલીસે રણજીત નગર શાકમાર્કેટ પાસે ઊભેલા અક્ષય દિલીપસિંહ કેર, અનિલ શ્રીનિવાસ ગુપ્તાને પકડી લીધા હતાં. ઉપરાંત વિશ્વામ વાડીમાં સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરાવતા કિશોર રામજીભાઈ ભદ્રા, જગદીશભાઈ પ્રેમજીભાઈ મંગે, જીગર પ્રતાપભાઈ ભદ્રા સામે કાર્યવાહી કરાવી છે.
રણજીતસાગર રોડ પર રાજારામ કેવલરામ પોપટ નામના વેપારી તથા ખોડીયાર માલધારી ટી સ્ટોલ ચલાવતા સામત નાગજીભાઈ ભરવાડ સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.
હાલમાં જ શરૃ થયેલા ગણપતિ ઉત્સવમાં મૂર્તિ બનાવીને વેચાણ કરતા કેટલાક વેપારીઓ પણ સોશ્યલ ડીસ્ટન્સ જાળવતા ન હોય શનિવારે પોલીસે જામ્યુકોની ટીમ સાથે રણજીત સાગર રોડ પર વસંત વાટિકા પાસે ધસી જઈ ચેકીંગ કરતા ગુલાભાઈ પગલાભાઈ ડામોર, જીવણભાઈ ગનાભાઈ મારવાડી, નાનજીભાઈ વાલજીભાઈ મારવાડી, કાનાભાઈ ગણેશભાઈ ભાટી, કિશન હીરાભાઈ મારવાડી નામના પાંચ પોતાના ધંધાના સ્થળે ટોળુ એકઠું કરી વ્યવસાય કરતા જોવા મળ્યા હતાં. પોલીસે તે તમામ સામે આઈપીસી ૧૮૮ હેઠળ ગુન્હો નોંધ્યો છે.