સોમનાથ જીલ્લા ખાતે વિશ્વ પ્રસિધ્ધ શ્રી સોમનાથ મંદીર આવેલ છે જે ઝેડ પ્લસ કક્ષાનું સુરક્ષા કવચ ધરાવે છે . દેશ વિદેશમાંથી યાત્રાળુઓ / લોકો દર્શનાર્થે આવતા હોય કાયદો વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાઇ રહે તેમજ અગત્યના ઇનપુટસ બાબતે મહત્વની માહીતી મળી રહે તેમજ આતંકવાદી ઘટનાઓને અટકાવવા પરીણામલક્ષી માહીતી તમામ હોટલો પાસેથી તાત્કાલીક મળી રહે તે માટે આવી હોટલોમાં રહેવા માટે આવતા વ્યકિતઓના આધાર પુરાવા, વાહન વિગેરે તમામ બાબતોની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરવા માટે જીલ્લા મેજી .
ગીર સોમનાથ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય તેની કડક અમલવારી કરાવવા માટે જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન . જાડેજા નાઓએ સુચના અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા સોમનાથ મંદિર વિસ્તારમાં હોટલ / ગેસ્ટહાઉસ ચેકીંગની કામગીરીમાં હતા તે દરમ્યાન નીચે જણાવેલ વિગત મુજબના હોટલ સંચાલકે સોમનાથ મંદિરની બાજુમાં આવેલ પોતાની હોટલ શ્રી રાધે માં રહેવા માટે આવતા વ્યકિત ઓના કોઇપણ જાતના આધાર પુરાવા તેમજ રજીસ્ટરમાં એન્ટ્રી કર્યા વગર રૂમ રહેવા માટે આપેલ હોય તેમના વિરૂધ્ધ પ્રભાસ પાટણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.