નાઇટ ઇન લંડન અને એન ઇવનિંગ ઇન પેરીસ ફિલ્મો માટે કરાવેલ મુંડનથી તેનો આ લુક એટલો પ્રચલિત થયો કે તેને બધા ગંજા શેટ્ટી કહેવા લાગ્યા: માત્ર 25 વર્ષમાં 700થી વધુ ફિલ્મો કરીને રેકોર્ડ નોંધાવ્યો છે
આ વિલનનો સ્ક્રીન પર સીન આવે ત્યારે પ્રેક્ષકો ધ્રૂજી ઉઠતા, તેનું મજબૂત શરીર, ઠંડી આંખો અને ચહેરા પર ગંભીર હાવભાવ આજે પણ યાદ કરીએ તો મગજમાં તેની છબી દોડવા લાગે છે
જુની ફિલ્મોમાં શેટ્ટી સિવાયનો ફાઇટ સીન પુરો ગણાતો નહી: વિવિધ ફિલ્મોમાં સ્ટંટ દ્રશ્યોના શૂટીંગ દરમિયાન તેમને 40થી વધુ વાર ફ્રેક્ચર થયું હતું: આજના જાણિતા ફિલ્મ નિર્માતા અને ફાઇટ ડિરેક્ટર રોહીત શેટ્ટી તેમના પુત્ર છે
1960 અને 1970ના આ બે દશકાની મોટા ભાગની ફિલ્મો એક વિલન અવશ્ય જોવા મળતો જેનું નામ ‘શેટ્ટી’ છે. હિન્દી સિનેમાના ફિલ્મ સ્ટંટમેન અને એક્શન કોરીયોગ્રાફર હતા. આ ગાળાની લગભગ તમામ ફિલ્મો તેની ફાઇટ વગર ફિલ્મ અધૂરી ગણાતી હતી. એક વર્ષમાં 56થી વધુ ફિલ્મોમાં કામ કરીને રેકોર્ડ કર્યો તો માત્ર 25 વર્ષની ફિલ્મ યાત્રામાં 700થી વધુ ફિલ્મો કરી હતી. સ્ક્રીન પર હિરોને ટક્કર આપવામાં શેટ્ટી અજોડ હતા. તેમનું હિન્દી સારૂ ન હોવાથી તેમને સારા વિલન બનવાની તક ન મળી પણ ફિલ્મોમાં અભિનય સાથે ટુકા ડાયલોગથી પણ ધ્રૂજારી લાવી દેતા હતા.
નાઇટ ઇન લંડન અને એન ઇવનિંગ ઇન પેરીસ માટે કરાવેલ મુંડનવાળા લુક એટલો બધો પ્રચલિત થયો કે દર્શકો તેને ગંજા શેટ્ટી કહેવા લાગ્યા હતા. આજે પણ કોઇ મુંડન કરાવે તો તેને શેટ્ટી કહીએ છીએ તે તેની જ અસર છે. આ વિલનની સ્ક્રીન પર એન્ટ્રી પડે ત્યારે દર્શકો ધ્રૂજી ઉઠતા હતા, તેનું મજબૂત શરીર, ઠંડી આંખો અને ચહેરા પર ગંભીર હાવભાવ આજે પણ યાદ કરીએ તો મગજમાં તેની છબી દોડવા લાગે છે. જુની ફિલ્મોમાં અંતભાગમાં હીરો સાથે તેની છેલ્લી ફાઇટીંગવાળા સીન અચુક જોવા મળતો હતો. વિવિધ ફિલ્મોમાં સ્ટંટ દ્રશ્યોના શુટીંગ દરમ્યાન શેટ્ટીને 40થી વધુ વખત ફ્રેક્ચર થયું હતું. હાલના જાણિતા ફિલ્મ નિર્માતા અને ફાઇટ ડાયરેક્ટર રોહીત શેટ્ટી તેના પુત્ર છે.
1 જાન્યુઆરી 1931ના રોજ મેંગલોર ખાતે જન્મેલ મુદુ બાબુ શેટ્ટી ‘એમ.બી.શેટ્ટી’ના નામથી જાણિતા થયા બાદ માત્ર શેટ્ટી તરીકે અમર થઇ ગયા હતા. 1956 થી 1981 સુધીની ફિલ્મ યાત્રામાં અભિનય, વિલન, સ્ટંટ અને એક્શન કોરિયોગ્રાફર અને સ્ટંટ સંયોજક તરીકે 700થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તે ઉડુપીથી બોમ્બે આવ્યા હોવાથી તેની માતૃભાષા તુલુ હતી. વેઇટર તરીકે માત્ર 12 રૂપિયાની નોકરી કરતા-કરતા બોક્સીંગ અને બોડી બિલ્ડીંગની વિવિધ સ્પર્ધા જીતી હતી. મુંબઇની ચેમ્પિયનશિપ તેને દશવાર જીતી હતી.
1956માં આવેલી ‘હીર’ ફિલ્મમાં પ્રથમવાર તેને ફાઇટ ઇન્સ્ટ્રક્ટર તરીકે બોલીવુડ યાત્રા શરૂ કરી હતી. આ ગાળાની ફિલ્મોમાં હિરોના ડમી તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. ડોન ધ ગ્રેટ ગેમ્બલર, ત્રિશુલ અને દિવાર જેવી ઘણી સફળ ફિલ્મોમાં હીરોને ભવ્ય ટક્કર આપી હતી. ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, અમિતાભ બચ્ચન, શત્રુગ્નસિંહા, શશી કપુર, ઋષિ કપુર, વિશ્ર્વજીત જેવા ઘણા સુપરસ્ટાર સાથે કામ કર્યું છે. ઘરમાં જ પડી જવાથી આવેલ ચોટને કારણે તેને ઘણી તકલીફ પડતી હતી અને તેમાં જ તેનું 23મી જાન્યુઆરી 1982નાં રોજ અવસાન થયું હતું.
શેટ્ટી 1947માં મુંબઇ આવીને મજુરી કામ કરીને તેના ફાઇટ શોખમાં મહેનત કરતાં હતા. એકવાર તેની ફાઇટ જોવા એક્ટર અને સ્ટંટમેન બાબુરાવ પહેલવાન અને જાણિતા એક્ટર ભગવાન આવ્યા હતા. બન્ને તેની ફાઇટ અને અભિનય ક્ષમતા જોઇને ફિલ્મમાં કામ કરવાની વાત કરી હતી. બીજા દિવસથી શેટ્ટી ફિલ્મી ફાઇટ સીનના આસિ.ડાયરેક્ટર બની ગયા. ફિલ્મ ફાઇટ શીખવાએ જમાનાના જાણિતા ફાઇટ માસ્ટર અજીમભાઇ પાસે તે શીખવા લાગ્યા હતા. ગુરૂના માર્ગદર્શન તેમણે ઘોડે સ્વારી, તલવાર બાજી શીખી અને પોતાનું નામ ફક્ત “શેટ્ટી” કરી નાખ્યું હતું. 1950ના દશકામાં ફાઇટના દ્રશ્યોમાં ઘણા હીરોના ડમી તરીકે કામ કર્યું હતું.
1955માં ફિલ્મ મુનીમજી માટે સ્ટંટ ડાયરેક્ટરનું કામ મળેલ હતું. આજ વર્ષોમાં તતાર કા ચોર ફિલ્મમાં અભિનય પણ કર્યો હતો. તુમસા નહી દેખા (1957), ડિટેક્ટીવ (1959), ટેક્સી સ્ટેન્ડ (1959), કેદી નંબર 911 (1959) જેવી વિવિધ ફિલ્મોમાં શેટ્ટીએ સુંદર અભિનય સાથે વિલનનો રોલ પણ કર્યો હતો. બહુ જ ઓછાને ખબર હશે કે ફિલ્મ ‘તુમ સલામત રહો’માં પરસીસ ખંભાતા સાથે નાયક તરીકે લોન્ચ કર્યો હતો પણ કેટલીક સમસ્યાને કારણે શુટીંગના અધવચ્ચે જ ફિલ્મ બંધ થઇ ગઇ. 1960 પછી ફરી એકવાર તેને અઢળક ફિલ્મો મળવા લાગી હતી. હિન્દી ઉચ્ચારણની ખામીને કારણે તે બીજા વિલનની જેમ વધુ ચમકી ન શક્યા પણ દર્શકોમાં તે અમર થઇ ગયા. તેની માંદગીના અંતિમ દિવસોમાં તેમની બીજી પત્ની વિનોદીની જે કથ્થક નૃત્યાંગના હતી તે નૃત્ય વર્ગો લઇને ઘર ચલાવતી હતી. તેમનું પુરૂ નામ મુદુ બાબુ શેટ્ટી હતું.
1950માં પ્રદિપ કુમાર, પ્રેમનાથ જેવા પ્રખ્યાત કલાકારોના ડમી તરીકે પણ સફળ કામ કર્યું હતું. પ્રાણની ભલામણથી તેને ફિલ્મોમાં એન્ટ્રી મળી હતી. ઉજાલા (1959), તેલ માલીશ-બુટ પાલિશ (1961), તીસરી મંજીલ (1966), એન ઇવનીંગ ઇન પેરીસ (1967), સીતા ઔર ગીતા, ડોન જેવી તેમની સફળ ફિલ્મો રહી હતી. જેમાં સ્ટંટ માસ્ટર સાથે અભિનય પણ કર્યો હતો. તેમણે કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. શેટ્ટી મુખ્યત્વે સ્ટ્રીટ ફાઇટ સિક્વન્સનાં શોખીન હતા, જેમાં સોડા, બોટલ, હોકી, સ્ટીક્સ અને બેલ્ટ-ચેઇન સામેલ હતા. તેમની છેલ્લી ફિલ્મ 1981માં આવેલી ‘જેલયાત્રા’ હતી.
હિન્દી ઉચ્ચારણ સારૂ ન હોવાથી સફળ વિલન ન બની શક્યા’
1960 અને 1970ના દશકાની ફિલ્મો તેની ફાઇટ વગર અધુરી ગણાતી. હિન્દી ઉચ્ચારણ સારૂ ન હોવાથી સફળ વિલન ના બની શક્યા. પ્રદિપ કુમાર, પ્રેમનાથ જેવા જાણિતા કલાકારના ડમી તરીકે સ્ટંટ સીન કર્યા હતા. જાણીતા વિલન પ્રાણની ભલામણથી ‘તુમ સા નહી દેખા’ પ્રથમ ફિલ્મ મળી હતી. શેટ્ટી મુખ્યત્વે સ્ટ્રીટ ફાઇટ સિક્વન્સના શોખીન હતા. જેમાં સોડા, બોટલ, હોકી, સ્ટીક્સ અને બેલ્ટ, ચેઇન મુખ્યત્વે સામેલ હતાં. ફિલ્મ ‘તુમ સલામત રહો’માં અભિનેત્રી પરસીસ ખંભાતા સામે મુખ્ય નાયક તરીકે ફિલ્મ કરી પણ તે ફિલ્મ અધવચ્ચેથી બંધ થઇ ગઇ હતી.
1962માં ‘નીલી આંખે’થી ફિલ્મ અભિનય યાત્રા શરૂ
મસ્ત દેખાવ, ટાલ માથુ, કઠોર શરીર અને ક્યારેક હસતો ચહેરોએ એમ.બી.શેટ્ટીને એ જમાનામાં બોલીવુડના સૌથી આઇકોનીક હેન્ચ મેન તરીકે ઓળખવામાં આવતા. શેટ્ટીમાં ખલનાયકના તમામ લક્ષણો હતા. 1962માં ‘નીલી આંખે’થી અભિનય યાત્રા શરૂ કરનારની છેલ્લી ફિલ્મ 1982માં આવેલી ‘બ્લેક ક્રોબા’ હતી. શેટ્ટી લોખંડના સળીયાને જોરથી વાળી નાંખતો આવા સીનએ જમાનાની ફિલ્મોમાં વધુ આવતા. ફાઇટ ડાયરેક્ટર તરીકે કરેલી ફિલ્મમાં તેને અભિનય પણ કર્યો હતો. ત્રિશુલમાં માધોસિંહ અને યાદો કી બારાતમાં માર્ટીનની ભૂમિકા આજે પણ તેના ચાહકો યાદ કરે છે. જગ્ગુ તરીકે તેઓ ઓળખાતા હતા. તુમસા નહી દેખા તેની પ્રથમ ફિલ્મ હતી. એક શાનદાર વિન્ટેજ વિલન અભિનેતાને કાયમ યાદ કરાશે. જુની ફિલ્મોમાં છેલ્લે આવતી ફાઇટ સીનમાં શેટ્ટી અમુક જોવા મળે જ એથી ઓલ્ડ-ગોલ્ડ શેટ્ટી હર હમેંશ એવરગ્રીન જ રહેશે.