કોકોનટ થિયેટરની સોશિયલ મીડીયામાં ધૂમ મચાવતી ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી છેલ્લા 60 દિવસથી ચાલી રહી છે. પાર્ટ ટુમાં એકેડેમીક શ્રેણીમાં વિવિધ ગુજરાતી કલાકારો-નિર્માતા-લેખકો અને દિગ્દર્શકો રોજ સાંજે લાઈવ આવીને ગુજરાતી તખ્તાનાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો-અનુભવોશેર કરી રહ્યા છે. આ શ્રેણી યુવા કલાકારોને ઘણું જ્ઞાન પીરસીરહી છે. દેશ વિદેશના ખૂણેખૂણેથક્ષ કલા રસિકો જોડાઈને બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.
અભિનેતા, દિગ્દર્શક અને લાઈટ ડિઝાઈનર તરીકે રંગભૂમિ પર છ દાયકાથી વધુ સક્રિય . રાજુભાઈ બારોટ, ગઈકાલે ચાય-વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 માં લાઈવ આવેલા જેમણે એક્ટિંગ સ્કિલ કેવી રીતે ડેવલપ કરવી, એ વિષય પર સવિસ્તાર વાત કરી. પોતાના વિષયની શરૂઆત કરતા પહેલા ગુજરાતી રંગમંચ અને રાષ્ટ્રીય કક્ષા પર ઓળખ અપાવનાર નાટ્યવિદ સ્વર્ગીય ભરત દવે ને યાદ કર્યા. તેમને શ્રદ્ધાંજલિ આપીને વિષયની શરૂઆત કરી. અભિનય શું છે ? અથવા તો તમે અભિનય કોને કહેશો ? તેની વ્યાખ્યા જણાવતા કહ્યું અભિનય એટલે નોટ ટુ એક્ટ સૌ પહેલા તો અભ્યાસ જોઈએ. અભ્યાસ અને વાંચન આ બંનેમાં બહુજ ફરક છે.
કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી
‘અબતક’ સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો
કલ્પનાશીલતા વિકસાવવા માટે વાંચન ની જરૂર છે અને વાંચન કરતા કરતા અભ્યાસ કરવો પડે અને પોતાની જાતને તૈયાર કરવા પડે ત્યારે તમે એક સારા અભિનેતા બની શકો છો. રંગભૂમિનો અધ્યાય અઢી હજાર વર્ષ જુનો ઈતિહાસ છે. પાશ્ચાત્ય દેશોમાં ગ્રીક થિયેટર હતા અને ભારતમાં નાટ્યશાસ્ત્ર લખાયું. નાટ્યશાસ્ત્રમાં સંસ્કૃત નાટકો થતા એ વખતે લોકોની સંખ્યાના આધારે નાટકો ભજવાતાં. નાટક ના ચાર પ્રકાર જણાવતા રાજુ ભાઈએ કહ્યું કે પ્રથમ આંગીકમ અભિનય શારીરિક મુદ્રાઓ દ્વારા ભજવાય તે, અને બીજો પ્રકાર છે વાચિકમ જેમાં ભાષા પર કેટલું પ્રભુત્વ છે. શબ્દોના ઉચ્ચારણ ભાષાશુદ્ધિ આ બધું જ કેળવવું પડે. શરીરની સાથે-સાથે અવાજને વાંક છટાને કેળવવી પડે ત્યારે તમે સારા અભિનેતા બની શકો. ત્રીજો પ્રકાર આહાર્યમ અભિનય, અને ચોથો પ્રકાર છે સાત્વિક અભિનય. નાટકના પાત્રને આત્મસાત કરવું પડે. આ વાત મને સવિસ્તર જણાવતાં ઘણા વિદેશી નાટકો તથા રશિયન, ગ્રીક, જર્મન લેખક-દિગ્દર્શક ના ઉદાહરણ આપીને રાજુભાઈ એ વાત જણાવી. જીવંત કળાની મહત્વતા જણાવતા કહ્યું કે
ગ્રો લાઈક અ ટ્રી ઝાડની જેમ વિશાળ થવું. જેમાં દર વખતે પાંદડાં ખરે તો નવી કૂંપણો ફુટે નવા પાન થાય એવી જ રીતે લાઈવ એક્ટિંગમાં કલાકાર ના મનમાં કોઈ નવીનતા સુઝે અને તરત જ એનો સ્વાદ પ્રેક્ષકોને માણવા મળે. તેથી કલાકારે આંગીકમ, વાચિકમ, આહાર્યમ અને સાત્વીકમની રીતે પોતાને ઘડતા રહેવું પડે અને અભિનય ક્ષમતાને કેળવતાં રહેવું પડે.
રંગમંચને પોતાનું જીવન સમર્પિત કરી ચૂકેલા રાજુ બારોટ આજે ઘણી જ સુંદર વાતો કરી અને સાથે સાથે તેમના ફેન્સ મિત્રો અને દુનીયા આખામાં એમને સાંભળતા, જોતાં પ્રેક્ષકોના સવાલોના જવાબો પણ આપ્યા જે આવનારી યુવાપેઢીએ જે કલાકાર બનવા માંગે છે તેમણે ખરેખર સાંભળવા જોઈએ. જે આપ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ પર જોઈ શકશો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા દિવસોમાં અદિતિ દેસાઈ, પી.એસ.ચારી, ડો. રઈશ મણીયાર, ભરત યાગ્નિક, ભીમ વાકાણી, જય પરીખ.ઉત્કર્ષ મઝુમદાર જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો. કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો કરીને જાણીતા કલાકારોને માણી શકશો.
આજે વિખ્યાત લેખક-દિગ્દર્શક ડો. સતીષ વ્યાસ
કોકોનટ થિયેટરની ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં વિખ્યાત લેખક અને દિગ્દર્શક ડો.સતીષ વ્યાસ સાંજે 6 વાગે લાઈવ આવશે. તેઓ નાટક: પ્રતથી પ્રયોગ સુધી વિષય ઉપર પોતાના વિચારો અને અનુભવો શેર કરશે તેમને નર્મદ ચંદ્રક-ચંદ્રવદન એવોર્ડ તથા ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ તેમના શ્રેષ્ઠ લેખન અને દિગ્દર્શન માટે મળેલ હતો. ગુજરાતી તખ્તાને સંગની એકેડેમીક સેશનના પાર્ટ રૂપે આજનો લાઈવ કાર્યક્રમ યુવા કલાકારો માટે ઘણો ઉપયોગી હોવાથી અને કલારસીકો માટે નવું નવું જાણવાનો અવસર સમો હોવાથી ચૂકશો નહીં.