રમેશ છાંયા સ્કુલથી સિવિલ હોસ્પિટલ લઇ જઇ હાથ બાંધી આચર્યુ અધમ કૃત્યુ: આરોપી સીસી ટીવી કેમેરામાં કેદ
રાજકોટની સદર બજારમાં આવેલ રમેશભાઇ છાયા સ્કુલમાં આર.એચ.એસની શાખામાં ગયેલા 13 વર્ષના તરૂણને ક્રિકેટનો બોલ અપાવી દેવાના બ્હાને સીવીલ હોસ્પિટલ મેડીકલ કોલેજની પાછળ અવાવરુ જગ્યાએ લઇ જઇ ઢગાએ સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે સીસી ટીવી કુટેજ ચેક કરતા આરોપી તેમાં કેદ થઇ ગયો હતો જેના આધારે તેની સઘન શોધખોળ શરુ કરી છે.
આ ઘટનાની પોલીસમાંથી મળતી માહીતી મુજબ પંચનાથ પ્લોટમાં રહેતા અને લોન્ડ્રી કામ કરતા તરૂણના પિતાએ પ્રદયુમનગર પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં રપ થી 34 વર્ષની વયના વિજય નામના શખ્સનું નામ આપ્યું છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ગઇકાલે રવિવારની રજા હોય ફરીયાદીનો 13 વર્ષનો સમીર પુત્ર ઘર નજીક આવેલ રમેશ છાયા સ્કુલમા આર.એચ.એસ. ની શિબિરમાં ગયો હતો જયાંથી છુટયા બાદ દરવાજા પાસે તરૂણને અજાણ્યા શખસ મળ્યો હતો અને સગીરને ક્રિકેટનો બોલ અપાવી દેવાની લાલચ આપી પોતાની સાથે સદર બજારમાં લઇ ગયો હતો.
દડો લેવાની લાલચે સાથે આવેલા કુમળી વયના તરુણને સદર બજારમાં લઇ જવાના બદલે આરોપી સીવીલ હોસ્પિટલ મેડીકલ કોલેજ અને પોસ્ટ મોર્ટમ રૂમની પાછળ આવેલ અવાવરુ જગ્યાએ લઇ ગયો હતો જયાં તરુણના બન્ને હાથ બાંધી મોઢે દુચો દઇ તેના પર સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય આચર્યુ હતો અને જો કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી આરોપી બાળકને ઘટના સ્થળે જ છોડી નાસી ગયો હતો.
બીજી બાજુ સમીર રડતો કકળતો ઘરે પહોંચી પોતાની આપવીતી માતા-પિતાને જણાવતા પરિવાર બાળકને લઇ પોલીસ મથકે પહોચ્યા હતો. પોલીસ ગુનો નોંધી સમગ્ર ઘટના સ્થળનું બારીકાઇથી નિરીક્ષણ કર્યુ હતું. પોલીસે સદર બજારથી લઇને સીવીલ હોસ્પિટલ સુધીના સીસીટીવી કુટેજ ચેક કરતા આરોપી ભોગ બનનાર તરૂણને લઇને જતો હોવાનું કેમેરામાં કેદ થઇ ગયો હતો જેના આધારે પોલીસે આરોપીની સઘન શોધખોળ હાથ ધરી છે.આ બનાવની તપાસ પ્ર.નગરના પી.આઇ. એલ.એલ. ચાવડા સહીતના સ્ટાફ ચલાવી રહ્યો છે.