Abtak Media Google News
  • આજે મોહર્રમની 9 તારીખ કતલની રાત.. મસ્જિદોમાં રાતભર ઈબાદત કાલે શહીદ પર્વની પૂર્ણાહુતિ
  • જૂનાગઢમાં નવાબકાળથી ચાંદીની સેજ માતમમાં આવે પછી તાજીયા પડમાં લાવવાની પરંપરા

ઇસ્લામના પેગંબર હજરત મહમદ સાહેબ ના નવાસા ,દોહિત્ર હજરત ઈમામહુસેન અને તેમના 72 સાથીદારોએ ઇરાક ના કરબલામાં ધર્મ સત્ય અને માનવતા ની રક્ષા કાજે આપેલી કુરબાનીની અમર યાદ માં દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરમાં મોહરમ ના શહીદ પર્વ મનાવવામાં આવી રહ્યા છે. મોહરમ નિમિત્તે 1 તારીખથી 10 તારીખ સુધીના શહિદ પર્વ ના અંતિમ ચરણમાં આજે મોહરમની નવ તારીખે પરંપરાગત રીતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રને ગુજરાત બરોમાં તાજીયા માતમ પડ માં આવશે.

કરબલાના શહિદ હજરત ઈમામ હુસેન અને તેમના સાથીદારોને યાદ કરી અંજલી આપવા કલાત્મક તાજીયા એટલે કે ઇમામ હુસેનના મૂળ મજાર ની પ્રતિકૃતિ બનાવી માતમ મનાવવાનીપરંપરાછે, આજે રાજકોટ જામનગર ભાવનગર અમરેલી ગીર સોમનાથ પોરબંદર થી લઇ માંગરોળ કોડીનાર ઉના ધોરાજી ઉપલેટા રાણપુર ભેસાણ બગસરા કચ્છ ભુજ સુધી નાના મોટા શહેરોમાં આજે બપોરે તાજીયા માતમ” પડ” માતમ મા લવાશે આ વખતે જાહેર સલામતીને લઈને તાજીયા નિર્માણ માટે ઊંચાઈ અને કદ માટે ની ગાઈડ લાઈન મુજબ ઇકો ફ્રેન્ડલી તાજીયા બનાવવામાં આવી રહ્યા છે તાજીયા પડ માં લાવવાની તૈયારીઓ દિવસોથી ચાલી રહી હતી, તાજીયા માતમ માં આવે ત્યારે ઠંડા પાણી શરબતની છબીલ અને સમૂહ પ્રસાદ (ન્યાજ) ના આયોજનો કરાયા છે યુવાનો  ચોક્કારો લઈ શહીદોને અંજલી આપશે જેમા કોમી એકતા ના માહોલમાં મુસ્લિમો સાથે હિન્દુઓ પણ આસ્થાભેર જોડાઈ રહ્યા છે આજે બપોર પછી પડ મા આવનારા તાજિયા કાલે દફનવિધિ માટે લઈ જવાશે

મોહરમ ના ગમના પર્વ માં જુનાગઢ બાંટવા અને રાણપુરમાં સેજ બનાવવામાં આવે છે જૂનાગઢમાં નવાબ કાળથી શહીદોની યાદમાં ચાંદીની સેજ માતમમાં લાવવામાં આવે છે પરંપરા મુજબ ચાંદીની  સેજ કાદરી મંઝિલ ખાતેથી સેજના ઓટા પર માતમમાં આવ્યા બાદ શહેર જિલ્લાના તાજીયા પડ મા આવે છે અને આસુરાના દિવસે સેજ ની આગેવાનીમાં તાજીયાઓને કરબલા દફનવિધિ માટે લઈ જવાય છે જૂનાગઢમાં

મોહરમની સાત તારીખે હુસૈન મંઝિલ ખાતેથી અલમ શરીફ ના જુલૂસ થી  મોહરમ ના   જુલૂસ  નો પ્રારંભ થાય છે અને 40 માં દિવસે  અલમની સવારીથી મોહરમ પૂર્ણ થાય છે વર્ષે પણ કોમી એકતાના માહોલમાં  અલમ શરીફનું  જુલૂસયોજાયું હતું

જામનગર-પોરબંદર અને કોડીનારમાં કલાત્મક તાજીયાની આગવી પરંપરા

સૌરાષ્ટ્ર ભર માં ઇમામ હુસેનની યાદમાં બનાવવામાં આવતા તાજીયા માં જામનગરમાં રાજાશાહી યુગથી કલાત્મક તાજીયા બનાવવાની પરંપરા છે જૂનાગઢમાં દાતારના સોના ચાંદીના તાજીયા ,પોરબંદર ના કલાત્મક તાજીયા ની સાથે સાથે કોડીનાર સૈયદ સમાજ દ્વારા વિશાળકાઈ તાજીયા સૌરાષ્ટ્રમાં વિશિષ્ટ મહત્વ ધરાવે છે .અનેક જગ્યાએ ઇકોફ્રેન્ડલી તાજીયા સાથે સાથે આ વર્ષે ચોમાસાને લઈને

વોટર પ્રુફ તાજીયા નું નિર્માણ કરવામાં આવ્યું છે 5,000 થી લઈ પાંચ લાખ રૂપિયા સુધીના ખર્ચે તાજીયા બનાવવાની સૌરાષ્ટ્રની ગુજરાતની મોહરમદારીની એક આગવી પરંપરા રહી છે તાજીયાપડમાં આવે ત્યારે આસ્થાભેર લોકો નાત જાતના ભેદ ભૂલી શહીદો સમક્ષ મનની મનોકામના માટે માનતા રાખે છે અને તે આવતા વર્ષ સુધીમાં આવશ્ય પૂરી થાય તેવી આસ્થા પ્રવર્તે છે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.